Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 89
________________ તા. ૧-૯-૭૯ -' પ્રબુદ્ધ જીવન -- જેને સ્વજન નથી... આ, - દિત વિકાસ સાધી શકત; પણ “cણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે” એવા નરસૈયા તથા ગાંધીજીના સાચા વૈષ્ણવ 'જન શ્રી વેલશેઠને તો સમાજના અંધકાર અને નિ:સહાયતાને કેળવણીરૂપી દીવાથી દૂર કરવા હતા. એમણે પ્રરાંડે પુરપાઈ કરી માટુંગા છાત્રાલય, હીરજી ઘેલાભાઈ સાવલા હાઈસ્કૂલ, વેલજી લખમશી હાઈસ્કૂલ-ચિંચપોકલી, રણશી દેવરાજ હાઈકુલ-મુન્દ્રા અને એવા નાના મોટા અનેક સરસ્વતિ ધામે સ્થાપી તથા ધનજી દેવસી કેળવણી ફંડ, માતુશ્રી મણિબેન શીવજી દેવજી કન્યા કેળવણી ડિ જેવા કેળવણી સહાયક ભંડોળ ઊભાં કરી સમાજ કેળવણીને મજબૂત પાયો નાખે. જે સમાજમાં થોડાં વર્ષો પૂર્વે અાંગળીના વેઢે ગણાય એટલા સ્નાતકો અને મેટ્રિકયુલેટ હતા! એ સમાજમાં આજે દરેક વિદ્યાશાખામાં દર વર્ષે સંખ્યાબંધ સ્નાતકે બહાર પડતા થઈ ગયા છે. આના ફળસ્વરૂપે સમાજને બહુમુખી વિકાસ શકય બન્યો. સમાજ અને કુટંબ પ્રત્યેની પોતાની ફરજોની ઉપેક્ષા કરતા અને કેવળ ધન ઉપાર્જનની પ્રવૃતિઓમાં ઘેલા થઈ પડેલા પિતાના સાથી સ્વજનને ઘણી વખત એ મીઠી મામિકતાથી કહેતા કે, “કેમ ભાઈ તમને નવ્વાણુને ધક્ક-ધક્કે તે નથી વાગ્યને? આજે લખપતિને દશ લાખવાળા થવું છે. દશ લાખવાળાની દોડ કરેડ તરફ છે અને કરોડપતિ વળી અબજપતિ થવા મથે છે; ત્યારે પિતે ગર્ભશ્રીમંત હોવા છતાં આવી ધન ઘેલછા એમણે કયારે પણ સેવી નહતી. રોજની પાંચ-દશ હજારની કે એથી વધુની આમદાનીવાળાને પણ હજી ઘણું ભેગું કરવું છે ત્યારે વેલજીશેઠ એ “નવાણના ધક્ક”ની મનેદશાથી સદંતર મુકત હતા અને પોતાને મેટાભાગને સમય જાહેર અને પરહિતકારી પ્રવૃત્તિઓ પાછળ ખરતા. ' પોતાને પ્રગતિશીલ, સમાજવાદી, આધુનિક કહેવડાવતા પણે આચરણમાં મીઠું એવા કેવળ વાણીને ધોધ વહેવડાવી પોતાની પ્રતિભા ઊભી કરવા મથતા લોકોમાંથી કેટલાક વેલજી શેઠને રૂઢિચુસ્ત ગણાવતાં પણ એકી સાચા અર્થમાં ક્રાંતિકાર હતા. સમાજના બાળકોને ખરી કેળવણી આપવાની અને સ્વાવલંબી બનાવવાની જરૂરિયાત એમણે જોઈ. મુખ્યત્વે વ્યવસાયે વ્યાપારી, એવા સમાજના બાળકોને એમણે માટુંગા છાત્રાલયમાં સુતારકામ, વણાટકામ, ચિત્રકામ, દરજીકામ વગેરે હસ્ત ઉદ્યોગોમાં તાલીમ આપતા કર્યા. સંગીત, નૃત્ય અને નાટય એવી લલીત કળાઓમાં પ્રવીણ કરતા કર્યા. શિસ્ત અને શરીર સૌષ્ઠવ લાવવા બેન્ડ, વ્યાયામ અને સ્વયંસેવક દળની પ્રવૃત્તિઓ કરતાં કર્યા. આ એમના ક્રાંતિકારી વિચારો હતા; જે એમણે કાર્યાન્વિત કર્યા. આજથી પચાસ વર્ષ પહેલાના જમાનામાં આવું વિચારનારની 'ટપલીવાળમાં ગણતરી થતી અને એની આવી યોજનાઓનું સ્થાન કચરા ટોપલીમાં જ રહે. અન્ય કેટલાકની જેમ ગુરમહારાજે પાસે આંટાફેરા કરી લોકનજરમાં ધર્મનિષ્ઠ હોવાને ડોળ વેલર્જી શેઠે કદી કર્યો ન હતો. એએશ્રી | ઉપદેશ આપવામાં નહિ. એને આચારણમાં ઉતારવામાં માનતા હતા. શકય, ત્યાં લગી આસકિત મુકત અને વિરકત દશામાં રહેતા આ કર્મયોગી એ સ્વરછ અને શીલવાન જીવન જીવવાને પુરષાર્થ કરી બતાવી; જીવન ધન્ય બનાવ્યું. -ચીમનલાલ ખીમજી ગલીઆ સુવિચાર માણસે જે ન જાણતાં હોય તે તેમને શીખવવું, એનું નામ કેળવણી નથી; તેઓ જેમ વર્તતા નથી તેમ વર્તતાં તેમને શીખવવું, એનું નામ કેળવણી છે. તેમના શરીર અને આત્માને સંપૂર્ણ ક્રિયાશીલ બનાવવાની તેમ જ તેમને નિગૃહિત કરી શાસન હેઠળ લાવવાની તાલીમ આપવી એનું નામ કેળવણી છે. એ કામ માયાળુપણું, સાવધાની, ઉપદેશ અને પ્રશંસા દ્વારા સતત કર્યા કરવાનું કપરું કામ છે; પરંતુ સૌથી વધુ તે પિતાનું જીવંત દષ્ટાંત પૂરું પાડવા દ્વારા તે કરવાનું છે. . . --- - જેન રસિકના અકસ્માત કે જોખમ, હજી પણ મારું મન નિર્ણય કરી શકતું નથી. સખીની સ્થિતિ ગંભીર છે. લીલી પોતાની રીતે તેની સંભાળ પણ રાખે છે. પણ તેના બચવાની તો બિલકુલ શકયતા નથી અને હવે સખીએ જીવવું પણ ન જોઈએ. તેના ને અમારા બધા ઋણાનુબંધ પૂરા થયા છે. તૂટયા, એમ હું જાણી જોઈને જ નથી કહેતા અને અમારી તરફથી તેડવામાં આવ્યા એમ પણ કહી શકાશે નહીં. બન્યું તેનું અનુમાન અને વર્ગીકરણ કયા સૂત્રને આધારે કરવું તે જ સમજાય નહીં એવું. થયું છે. આમ જ હમેશાં બને છે. લૌકિક ઘટનાઓ પાછળ રહેલી કારણપરંપરા આપણે હારબંધ દેખાડી શકીએ છીએ; પણ જે બિંદુ પર તર્ક શાંતપણે સ્થિર થાય છે, તે જ તિરાડમાંથી આપણા પ્રારબ્ધનું પાણી વહેવા માંડે છે. જેને સનાતન દુ:ખ વગેરે કહે છે, તે અહીં જ કયાંક ઊભું રહેતું હશે એમ લાગે છે. કદાચ આપણને શેધનું કે આપણાથી દૂર ભાગનું. કાળાભમ્મર ઊનને નાનકડો દડે એટલે સખી નરમ નરમ. તે અમારે ઘરે આવી ત્યારે જ તેના પાછળના બે પગ સાવ તૂટી ગયેલા હતા. આગળના બે પગ પર પાછળના પાંગળા પગ બહુ કષ્ટપૂર્વક તે ખેંચતી. લીલીના બે પગ વચ્ચે ફર્યા કરતી વખતે તેને કેટલી મુશ્કેલી પડતી! લીલી ગુસ્સે થાય કે, મારાં પુસ્તકોના રેક નીચે અંધારાને જે નાને પ્રદેશ છે ત્યાં સખી જઈને બેસતી. પછી હું તેને હળવે હાથે ખેંચી કાઢતો. તેને મારી છાતી સાથે વળગાડીને તેને વિશે લખેલી કવિતા માટે મોટેથી બોલત: રિસાઈ રે રિસાઈ સખિ, મારી બિલાડી તેના લગ્નમાં હું દઈશ અંધારભયની સાડી .. અજાણતા જ સખીના પાંગળા પગ પર મારા હાથ વા માંડતા; ત્યારે સખીની નાનકડી અને પ્રકાશ જરાક ભીના થયો હોય એવે દેખાય. મારા ટેબલ પર એની ફેંકનું એક દુર્લભ છાયાચિત્ર છે. તેની સામે હું સખીને ઊંચકીને મૂકો. અવકાશમાંથી મુઠ્ઠીભર અંધારું લઈને ટેબલ પર મૂક્યો હોય એવી તે લાગતી એની ફૅક અને સખી? હા, સખીના સહવાસમાં જ મેં એની રેંકનું બાળપણ ભેગું કર્યું. પાંગળું બાળપણ. બેમ્બવર્ષમાં ઊગેલું ને બેમ્બવર્ષમાં જ સૂતેલું! એનીનું બાળપણ મને સખીએ સમજાવી દીધું. સખીનું આ દેવું હું કયારેય ચૂકવી શકીશ નહીં. એધારાને કેટલા અર્થ ને કેટલાં પરિમાણ હોય છે, કેટલી દિશો ને કેટલા ઊંડાણ હોય છે તે સખીએ જ મને સપ્રમાણ દેખાડયું. પશ્ચિમની બારી ઉઘાડીને, દરેક શિશિરમાં હું સખીને ખોળામાં લઈને બેસતે. મેઘના રંગ અને સાંધ્યપ્રકાશના અણસાર, પાનખરનું વૃક્ષા અને શૂન્યમાં જમા થતી રાહદારી સખીની આસપાસ આવીને અટકતી. આગળ સરકી શકતી નહીં. મારા ખોળામાં બેઠેલો અંધારાને આ નાનકડો બેટ સંધિપ્રકાશ, મેઘના રંગ, વૃક્ષોના શિશિરને અવાજ કેટલા સંન્યસ્તપણાથી દૂર સારતા! સખીના વ્યકિતત્વની અભેદ્યતા આવી વિલક્ષણ હતી. સખી કોઈ પણ પ્રભાવી આવર્તનમાં ઓગળી જ શકતી નહતી. સાચું કહું છું હ! રાતે સૂતી વખતે મારા ઓરડામાં પૂર્ણ અંધાર હોય. એકદમ સાચેસાચું અંધારું અને આ સખી, કાળા ગૂઢ ઊનની પૂતળી મારા પગ પાસે બેસી રહેતી. એારડાના વિસ્તૃત અંધારામાં પણ પાંગળા પગવાળું નાનકડું અંધારું કેમે કર્યું હું થતું નહોતું ... અને આવી જ કાંઈક સંવેદના મારા આત્મામાં ચારપગલે પ્રવેશ કરતી. સખી પોતાના બે મજબૂત પગને આધારે પાછળની ચલણગાડી ખેંચતી ખેંચતી મારા હૃદય પાસે આવીને મને વળગી પડે.. જેને સ્વજન નથી તેને ધરે જે હૃદયે ... રાતે જ્યારે મારી છાતી પર કંઈક પડવાને અવાજ આવ્યો ત્યારે હું ભયથી ચમકી ઊઠશે. બંને હાથે છાતી પરનું કાળુભમ્મર મરણ દૂર કરવા પ્રયત્ન કરવા લાગ્યા. એટલામાં સખીના પાંગળા પગમાં કયાંથી શકિત આવી ભગવાન જાણે. તેણે મારી છાતી ઉઝરડા ભરીને લોહીલુહાણ કરી. મેં બધી શકિત ભેગી કરીને તે કાળાભમ્મર ઊનની ઢીંગલી ઊંચકીને જોરથી નીચે ફેંકી દીધી. હવે સખી હલચલ કરી શકતી નથી. લીલી પોતાની રીતે સંભાળ લે છે. આજકાલમાં સખી આંખ મચશે પણ એની ફૂના ચિત્ર પાસેનું તે ખેબાભર અંધારું.. બ્રેસ – જયા મહેતા

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158