________________
૯૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૯-'૭૯
અથવા બેન્કો મારફત જ મેળવી શકાય. તેમાં વેપારી મંડળે સહાયભૂત થઈ શકે.
સેવાભાવી સંસ્થાઓ ગરીબ અથવા સામાન્ય સ્થિતિના માણસો અથવા કુટુમ્બાને તેમની રોજગારી યથાવત્ ચાલુ થાય ત્યાં સુધી, કદાર છ મહિના સુધી નિભાવવાનું કામ કરે.
બીજું કામ, મકાનના બાંધકામમાં સરકારને સહાયભૂત થવાનું અથવા પૂરક થવાનું, સારા પ્રમાણમાં કરી શકે, આ કામ ધીરજ અને સમય માગે છે. વ્યવસ્થિત રીતે ઠીક લાંબા સમય સુધી કામ કરવા તૈયાર હોય તેવી સંસ્થાઓ જ એ કામ સારી રીતે પાર પાડી શકે. આશ્વમાં બે વરસ થયા તો પણ હજી તે કામ પૂરું થતું નથી. મહાવીર કલ્યાણ કેન્દ્ર તરફથી ૪૦૦ મકાન બાંધવાના નિર્ણય કર્યો છે. તેમાં હજ ૨૭૨ બંધાયા છે. આ કામમાં સ્થાનિક કાર્યક્ત- એને પુરો સહકાર આવશ્યક છે. સેવાભાવી સંસ્થાઓએ પણ આ કામનું વિભાજન કરવાની જરૂર છે. એ વિભાજન સરકાર સાથે મળીને સારી રીતે થાય. આશ્વમાં ત્યાંની સરકારે મકાનના બાંધકામ માટે ગામડાઓની વહેંચણી કરી આપી હતી. સરકાર એલાટ કરે તે ગામમાં જ સંસ્થા મકાન બાંધે. સ્ટીલ, સિમેન્ટ, પતરા તથા બીજો પુરવઠો સરકારી પડતર કિંમતે પુરો પાડે અને તે માટે મોટા મોટા ડેપો ખાલે તો જ કામમાં સરળતા રહે છે. કોઈ પણ પ્રકારની રાહત આપવામાં માણસને વધારે પડતી અપેક્ષા પેદા થવા ન દેવી, તેમને લાલચુ ન બનાવવા બલ્ક, આફત આવી પડી છે તે થોડું સહન કરવાનું છે જ અને પોતાના પુર ધાર્થથી ઊભા થવાનું છે તે ભાવ જાગ્રત કરવું, જ્યાં આ સહકાર ન હોય અને પ્રમાદ જોવા મળે યાં, થોડી સખતાઈથી કામ લેવું પડે તો લેવું.
મેરબીમાં મહાવીર કલ્યાણ કેન્દ્ર શું કરે છે અને હવે શું કરવા ધારે છે તે વિશે સંક્ષેપમાં કહી દઉં. - પ્રથમ એ જણાવી દઉં કે કલ્યાણકેન્દ્ર સંપૂર્ણ સાર્વજનિક સંસ્થા છે. ભગવાન મહાવીરનું નામ છે એટલે જેને માટે સંસ્થા છે એવું બિલકુલ નથી. બિહારના દુષ્કાળ સમયે શ્રી. જયપ્રકાશ નારાયણની પ્રેરણાથી, મહાવીર જયંતિને દિને સ્થાપના થઈ, અને પ્રથમ સેવાકાર્ય, ભગવાનની જન્મભૂમિ, કર્મભૂમિ, અને નિર્વાણ ભૂમિમાં કરવાનું પ્રાપ્ત થયું, એટલે ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્ર એવું નામ આપ્યું છે.
• મહાવીર કલ્યાણ કેન્દ્ર કોઈ પણ પ્રસંગે રાહત કાર્ય માટે ફંડ કરે ત્યારે પ્રથમ તેની મેનેજિંગ કમિટીના સભ્યો પિતાને ફાળો આપે છે. અને પછી જ બીજ દાને લેવાય છે. મોરબીની હોનારત ૧૧મી ઓગસ્ટે બની. ૧૪મી ઓગસ્ટે મેનેજિંગ કમિટીની મિટિંગ બેલાવી અને ફંડ શરૂ કર્યું ત્યારે, કલ્યાણ કેન્દ્રના પિતાના ફંડમાંથી બે લાખ રૂપિયા આપ્યા અને ત્યારે હાજર રહેલ મેનેજિંગ કમિટીના સભ્યોએ રૂપિયા પાંચ લાખના વચનો આપ્યાં. તેમાં શ્રી. રામકક્ષ બજાજે રૂપિયા એક લાખ આપ્યા અને બીજા સાત સભ્યો, શ્રેયાંસ પ્રસાદ જૈન (પ્રમુખ) જગુભાઈ દેશી ( અમર ડાઈકેમ ) પ્રતાપ ભેગીલાલ (ઉપ પ્રમુખ) મનુભાઈ ચુનીલાલ (રૂબી મિલ) મનુભાઈ સંઘવી (ઓટોમેટિવ) કાન્તિલાલ કેશવલાલ (અરૂણોદય મિલ, સી. યુ. શાહ દરેકે પચાસ હજાર તથા મારા હસ્તકના ટ્રસ્ટ માંથી પચાસ હજાર મળી–ચાર લાખ જાહેર કર્યા. બીજા સભ્યએ યથાશકિત રકમ લખાવી. કલ્યાણ કેન્દ્રને સારા પ્રમાણમાં બીજા દાને મળ્યા છે.
શરૂઆતની તાત્કાલિક સહાય, અન્ન, વસ્ત્ર, વાસણ, રસેડાં, રોકડ સહાય–વગેરેમાં લગભગ રૂપિયા ત્રણ લાખ વપરાશે. બાકીની રકમ મુખ્યત્વે મકાન બાંધકામમાં અને જરૂર પડે ત્યાં મકાનોના સમારકામમાં વપરાશે.
અંતમાં, કલ્યાણ કેન્દ્ર (માટે અને બીજી કોઈ પણ સંસ્થા માટે દાન લઉં છું ત્યારે મારા મનમાં કેવા ભાવ રહે છે તે કહું છું. દાન આપનાર દાન આપી છૂટી જાય છે, તેની ફરજ પૂરી થાય છે પછી ધન લેનારની ફરજ શરૂ થાય છે. આવી જવાબદારીના પુરા ભાન સાથે દાન લીધું હોય તે દાન લેવા માટે જાહેરાત, ઉતાવળ કે ઉત્સુકતા દાખવવાની જરૂર નથી. સહેજપણેથી, વિશ્વાસ મળે તેટલું જ લેવું. દાન આપનાર અને દાન લઈ તેને સદુપયોગ કરનાર, બને સત્કાર્યના સહભાગી છે. કોઈ દાન લાચારીથી લેવું નહિ.
મહાવીર કલ્યાણ કેન્દ્રમાં બાર વર્ષ સુધી કામ કરવાની મને તક મળી છે તે મારા જીવનનું સદભાગ્ય માનું છું–મેનેજિંગ કમીટીના બધા સભ્યો તથા મારા સાથી શ્રી છોટુભાઈ કામદાર તેમાં પુરા યશભાગી છે. ૧૨-૯-'૭૯
- ચીમનલાલ ચકુભાઈ રાજકીય સમુદ્ર-મંથન રાષ્ટ્રપતિ સંજીવ રેડીએ પોતાના નિર્ણયથી રાજકીય ધરતીકંપ કર્યો. હવે, રાજકીય પક્ષો અને તેના આગેવાને, રાજકીય સમુદ્ર મંથન કરી રહ્યા છે. વહાણ ખૂબ વેગથી ચાલે છે. આજે એક પક્ષમાં, કાલે બીજા પક્ષમાં, એક દિવસમાં બેત્રણ ફેરલ્બદલી પણ થાય. આ વેશપલટાઓ રમૂજ ઉપજાવે છે, સાથે ખેદ પેદા કરે છે, વિરેન્દ્ર પાટિલ, ચીકમંગલુરમાં ઈન્દિરા ગાંધી સામે ઊભા રહ્યા. હવે ઈન્દિરા ગાંધીની કદમબાસી કરે છે. એટલું જ નહિ, લેખિત એકરાર કર્યો કે તમે મારા નેતા છે અને તમારામાં મને સંપૂર્ણ વિશ્વાસ છે: સદંબા પાટીલ અને ભનુશંકર યાજ્ઞિક, ઈન્દિરા ગાંધીની કુરનિશ કરવા નીકળી પડયા છે. ઉદ્યોગપતિઓ, ઈન્દિરા ગાંધીના દર્શન કરવા હારબંધ ઉભા રહે છે. ઈન્દિરા ગાંધીની સભા માટે સાંગલી-કોહા પુરના ખાંડના કારખાનાના કામદારોને ખાવાપીવાનું અને રેજના રૂા. ૩૦ રુપી લેરી ભરી લઈ આવે છે તેમ ‘ઈન્ડિયન એકસ પ્રેસને અહેવાલ કહે છે.
દેવરાજ અર્સ હવે સ્વર્ણસિઇ સેંગ્રેસના પ્રમુખ થાય છે. જનતા (એસ) અને કોંગ્રેસ (એસ)નું ચૂંટણી માટે જોડાણ થાય છે. રાજ્યમાં અસ્થિરતા વધતી જાય છે. આસામ અને અરુણાચલમાં
જનતા પક્ષની સરકારે પડી, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, હરિયાત્રામાં પક્ષપલટા ચાલુ છે. પંજાબમાં અકાલી-જનતા જોડાણ તૂટ. મહારાષ્ટ્રમાં શરદ પવારની સરકાર ડોલે છે. વસંતરાવ પાટિલ, માહિતે, તિડકે, બાલા સાહેબ દેસાઈ, હવે મિત્રો થયા છે. અને મહારાષ્ટ્રમાં અને ખાસ કરી વિદર્ભમાં, સવર્ણસીંગ કે ગેસના કટકાંગરા કયાં સુધી ટકશે તે વિશે શંકા છે. ગુજરાતમાં ચૂંટણી આવે છે અને રાજદ્વારી હિલચાલ વધી પડી છે. પ્રાદેશિક પક્ષો, અકાલી ડી. એમ. કે. એમ. ડી. એન. કે. કાંઠે ઉભા છે. કઇ બાજુ કંઈ તે વિચારે છે. જનતા, જનતા (એસ), ઈન્દિરા કોંગ્રેસ, ત્રણમાંથી કોના ગાડે બેસવું તેની ગણતરી ચાલે છે. કહેવાતા
ડાબેરી પક્ષો, સમાજવાદીરો, સી. પી. આઈ. સી. પી. આઈ. (એમ.), ફોરવર્ડ બ્લેક, પીડા –ધી (મહારાષ્ટ્ર), સત્તાની વહેંચણીની વાટાધાટમાં પડયા છે. જનતા (એસ)-ચરણસિહ-સરમુખત્યારશાહી અને કોમવાદી બળોનો સામનો કરવાની હાકલ કરે છે. જનતા-જગજીવનરામ લેકશાહી સુદઢ કરવાનું કહે છે, ઈન્દિરા ગાંધી રિથરતા લાવવાના વશને આપે છે. સ્થિરતા, લેકશાહી. બિનસાંપ્રદાયિકતા, આ બધા સુત્રા, સત્તા ટાંગવાની ખીંટીઓ છે. બધા ગરીબી અને બેરોજગારી હટાવવાની નીકળ્યા છે, જ્યારે મેઘવારી અને હું ગાવો ઝડપથી વધી રહ્યા છે.
ઈન્દિરા ગાંધીની નફ્ટાઈ વધતી જાય છે. કટોકટી દરમિયાન કરેલ અત્યાચારોને હિંમતથી ઈનકાર કરે છે અથવા બચાવ કરે છે. પિતાના પુત્ર સંજીવને લઈ વિનોબા પાસે જાય છે. દેશ આખામાં ઘૂમી વળવાની તાકાત છે.
આ સમુદ્ર મંથનમાં લેકોની મૂંઝવણ વધતી જાય છે. શું કરવું તે સુઝતું નથી. આ ભાંગરા નૃત્ય કરતા રાજકારણી વ્યકિતએમાં કેને વિશ્વાસ કરવો? ચૂંટણીને હજી ત્રણ મહિના છે. આ ત્રણ મહિનામાં શું નહિ થાય ? કેવા કેવા રંગ થશે? સિદ્ધાંત, નૈતિક મૂલ્યો બધા ભૂલી જવા. મેઘાણીએ ગાયું છે:
આ સુર-અસુરના નવયુગી ઉદધિ વલણો શું છે ગતાગમ રત્નના કામીજને ને.
સુર અસુરનું આ જમાનાનું ઉદધિ વલેણું છે. બધા માત્ર રત્નના (સત્તાના) કામી છે. પણ તેમાંથી હળાહળ ઝેર નીકળશે તે પીવાવાળે કોઈ શંભુ નથી.
શુભ ચિહન એક જ છે. હજી વાગયુદ્ધ જ ચાલે છે. માથા ફડતા નથી. કે હિંસક સંઘર્ષ નથી. ચૂંટણી શાંતિમય રીતે કરી શકીએ-પરિણામ ભલે ગમે તે આવે તો ભાવિ માટે આશા છે, લોકશાહી જીવંત રાખવાની. દુનિયાના મોટા ભાગના દેશમાં લોક