Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 102
________________ ૧૦૨ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૦-૭૯ ૪૦૦ વર્ષ પરનો બાઈ - રતનબાઈન રેંટિયે ભયમાં છે અને તેથી તેમણે પિતાની લશ્કરી તાકાત હજી પણ વધારવી જોઈએ. લશ્કરના શસ્ત્ર સરંજામ અને ખર્ચના આંકડાઓ વાંચતા. મગજ ફરી જાય તેવું છે. રશિયાને કેમ પિસાનું હશે? આ બધું વાંચતા મન અસ્વસ્થ થઈ જાય છે. દેશના અને દુનિયાના આવા બનાવો પ્રત્યે ઉદાસીનતા સેવવાનું “ધીનથી. પણ નિરૂપાયતાને ખેદ છે. માણસ સરળતાથી, વ્રજુતાથી, ન્યાયથી, નહિ જ વતે ? 3. આલબર્ટ સ્વાઇલ્બરે પિતાની આત્મકથામાં કહ્યું છે: Two perceptions cast their shadows over my existance. One consists in my realisation that the world is inextricably mysterious and full of suffering: the other in the fact that I have been born in a period of spiritual decadence in mankind. મારા અસ્તિત્વ પર બે અનુભૂતિની છાયા પડેલી છે. એક અનુભૂતિ એ છે કે આ જગત અકળ રીતે રહસ્યમય અને દુ:ખ ભરપૂર છે. બીજી અનુભૂતિ ૨ો છે કે માનવ જાતના આધ્યાત્મિક અધ:પાતના સમયમાં મારો જન્મ થયો છે. - આજે ડો. સ્વાઈન્જર હતા તે તેને શું લાગત? ૧૯૩૧માં આ લખ્યું. છતાં, ત્યાર પછી ૩૪ વર્ષ સુધી સ્વાઈન્ઝર અંત સુધી કર્મયોગી રહ્યા. ગીતા ઉપર લખતાં, રાજગેપાલાચારીએ લખ્યું છે: The first impulse of a religious mind is and indeed, the older teachers displayed a leaning towards, abstaining from activity and renouncing the world. The Cita, however, definitely rejected this solution. The ethic of the Gita is pre-eminently a social one-Social life must go on. ધાર્મિક વૃત્તિના માણસનું પ્રથમ વલણ અને ખરેખર તો પ્રાચીન ધર્મગુરુઓ જેના તરફ ઢળતા રહ્યા છે તે કોઈ પણ પ્રવૃત્તિથી દૂર રહેવાનું અને સંન્યાસ લેવાનું રહ્યું છે. ગીતાએ આ અભિગમને સ્પષ્ટ અસ્વીકાર કર્યો છે. ગીતાનું નીતિશાસ્ત્ર મહદ્ અંશે સામાજિક છે. એટલે સમાજ જીવનનું સાતત્ય જળવાવું જોઈએ. માનવ જીવનના આ બે વલણ વિશે કોઈ વખત લખીશ. અત્યારે તો માત્ર માર મનોમંથન ટપકાવું છું. આ ચિત્રની બીજી બાજુ છે જેમાંથી કાંઈક આશ્વાસન મળે છે. તે વિષે પણ કોઈ વખત લખીશ. ચીમનલાલ ચકુભાઈ નામદાર શહેનશાહ અકબરના દરબારે શ્રી હીરવિજયજી નામના જૈનાચાર્ય હતા તે એક બાઈ રતનબાઈએ ૪00 વર્ષ પર કાઢેલ શેત્ર, ગિરનાર, અને સમેતશિખરનાં મોટા સંધ સાથે ગયા હતા. તેનું વર્ણન કરતું તથા એ બધું રેંટિયાને પ્રતાપે થયું હતું તે આલેખતું એક કાવ્ય, આ બાઈ રતનબાઈએ વિ. સંવત ૧૬૩પમાં મેડતાનગરમાં ગાયું હતું કે જે ઐતિહાસિક હોવાથી વાચકવૃંદ સમક્ષ હું આજે રજૂ કરીએ છીએ ] બાઈ રે અમને રેંટિયો વાલે, રેંટિયો ઘરનું મંડાણ જો; પરણી ત્રિયા છોડીને ચાલ્યો ગયો પરદેશ કંથ કમાણ જો: બારે વર્ષે પર આવ્ય, દઢ ત્રાંબી લાવ્યો રે; ગંગા માંહે નાવા બેઢ, દોઢ ત્રાંબીઓ પાડયો રે; માત તાતને સસરે સાસુએ, અમને કીધાં અળગાં રે; દુ:ખ નિવારવા રેટિયા ધાર્યો, તેહને જઈને વળગાં રે: દેણું ઉતાર્યું સગળું પિયુનું, વ્યાજે રૂપે વાધ્યો રે; સુખને કારણ રૂપે રુડો, પુણે કંતએ લીધો રે; દેરાણી જેઠાણી આવી મળીઆ, બેલે મીઠી વાણી રે; રેંટિયાના પસાયથી બીજી આપણે પાણી રે; રેટિના પસાયથી તો કોડી કામ મેં કીધાં રે; દાન દીધાં અતિગણાંને, મહિયલમાં યશ લીધાં રે: નું આબુ તીરથથી ઉપજે, રૂડી હારી જાત રે; દિવસેં રાત્રે રેંટિયો કાંતું, ચઢિયે મારે હાથ રે: રેટિયાથી આભુષણ ભારી, પહેર્યા ચીર ને સાલુ રે; મેઘ કમખાની કાંચળી પહેરી, ભજન કીધાં વારુ રે; સાસરિયાં પિયરિયાં આવે, બાઈ ઘરે તમે આ રે; છોકરડાંને ટાહાડ વાહે છે, ઝુલડીએ સીવડાવે રે: શેત્ર જાની યાત્રા કીધી, સાથે સાસરિયા પિયરિયાં રે; ગોત્ર કુટુંબ સહ નર ને નારી, સંઘવી નામ તે ધરીયાં રે; ત્રણશે એકાવન માકાની વહેલે, ગાડાં ચારસેં પંચાસી રે; બસે ઉપર પંચાણું ઘોડા, ઊંટ ત્રણસે છીયાસી રે; હીરવિજ્યસૂરિ, પાંત્રીસ ઉપાધ્યાય, પન્યાસ ગૌતમ જેવા રે; તેરસે પાંત્રીસ તપગચ્છના સાધુ શીલે થુલી ભદ્ર જેવા રે પાલીતાણે સંઘ વણ ઉતારીયા, યાત્રા નવાણુ કીધાં રે; કેસર ચંદન રૂષભજી પૂજ્ય, રૈવતે જઈ લાભ લીધાં રે: સમેત શિખરને આબુ ગેડી, સંખેશ્વર શ્રી પારસ રે; નહીના મેટાં તીરથ થીયાં, મનની ફલી સર્વ આશ રે: ચિહું બારે રૂડી વાવ કરાવી, છને રૂપિયા છયાસી રે; કુવા તળાવ વલી પામું વાંગી, નવસે ઉપર છયાસી રે; હીરવિજયસૂરી પંદર ઉપાધ્યાય, ઠાણું ત્રણસે ત્યાથી રે; નવ અંગે પૂજી પારણા કરાવ્યા, ગુરુભકિત કરી બારે માસ રે: આંબીલ ઊલી પાંચમ અગ્યારસ, તપ સઘળાં મે કીધાં રે; ઠવાણી ચાબખી સિદ્ધાંત લખાવી. સાધુ સાધ્વીને દીધાં રે: ઉજમણાં ઘર હાટ કરાવ્યાં, સાસુ સસરાને ખપ કીધું રે; દીકરા દીકરી ભાણેજ પરણાવ્યા, રતન રેટિએ જસ લીધા રે: ઘેબર જલેબીએ ગેરણી કીધી, લાણી થાલીની કીધી રે; સવાશેર ખાંડને એક રૂપિયો ચોરાસી નાતે દીધી : ઘરીત્રાક માલ ચમરખાં, તેલ લોટ વળી પૂણી રે; અ૫ માગે ને ઘણું દીએ રેંટિયે, નારીએ કરી ઘણી પૂંજી રે; શોલ પાંત્રીએ મેડતા નગરે, સુદી તેરસ મહા માસ રે; રતનબાઈએ રેંટિયે ગાયે, સફળ ફળી મને આશ રે: - હેમચંદ્ર નરશી મોરબી રેલ - રાહત ફંડમાં પ્રાપ્ત થયેલી રકમ ૩૫,૦૨૭/- ગતાંકમાં પ્રગટ થયેલી રકમને સરવાળે. ૫,૦૦- શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૫૦૦/- શ્રી ચીમનલાલ જે. શાહ ૪૦,૫૨૭ ચીમનલાલ જે. શાહ. – કે. પી. શાહ, મંત્રીઓ ક્ષમાયાચના ગતાંકમાં સંઘના ફાળામાં રૂા. ૧૫૧/- શ્રી દામજી વેલજી શાહના નામે પ્રગટ થયા છે, તેને બદલે, વીશા પ્રિન્ટરીના નામે રૂા. ૨૫૧/- આવેલા છે, એમ વાંચવું અને મોરબી રેલ - રાહત ફંડમાં રૂા. ૨૫૧/- શ્રી દામજી વેલજી શાહના નામે પ્રગટ થયા છે તે રૂા. ૨૫૧/- વીશા શ્રીમાળી પ્રિન્ટરીના નામે વાંચવા. ક્ષતિ માટે ક્ષમા. શાન્તિલાલ ટી. શેઠ કાર્યાલયમંત્રી

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158