Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 104
________________ ૧૦૪ પ્રભુત્વ જીવન આમ એક બાજુ રાજકારણ અને બીજી બાજુ સાધના–એમ બન્ને તેઓ કરતાં રહ્યાં. શ્રી વિષ્ણુ ભાકર લેલે તે વખતે યોગસાધના માટે જાણીતા હતા. શ્રી અરવિંદ તેમને મળ્યા અને ત્રણ દિવસ તેમની સાથે એકાંતમાં રહ્યા. તેમની પાસેથી એમને ત્રણ વસ્તુઓ પ્રાપ્ત થઈ, જે હંમેશ માટે રહી (૧) મનને નીરવ કરવાની અનુભૂતિ તેમજ નીરવ બ્રહ્મ ચેતનાના સાક્ષાત્કાર. (૨) બીજું, સ્થૂળ મગજનો ઉપયોગ કર્યા સિવાય લખવાની અને બાલવાની શકિત. '', (૩) ત્રીજું, પેાતાની જાતને ઉર્ધ્વ સત્તાની દોરવણી નીચે મૂકવાના` અભ્યાસ. શ્રી અરવિંદે યોગસાધના શા માટે સ્વીકારી, તે આપણે તેમના જ શબ્દોમાં જોઈએ: “મને યોગ વિષે કશુંજ જ્ઞાન નહાતું. ઈશ્ર્વર શું ચીજ છે, તેની મને કશી ગમ ન હતી. દેશપાંડે હઠયોગ કે આસનો, કે બીજી ક્રિયાઓ કરતાં હતા. એમનામાં પ્રચારની વૃત્તિ બળવાન હતી. મેં મનથી નક્કી કર્યું હતું, કે જે યોગસાધનામાં જગતનાસંસારના ત્યાગ કરવાના હોય તે મારે માટે નથી. મારે દેશને સ્વતંત્ર કરવા હતા. જ્યારે મેં જાણ્યું કે સાંસારનો ત્યાગ કરવા માટે જે તપસ્યા કરવી પડે છે, તેના કર્મના ક્ષેત્રમાં પણ પ્રયોગ કરી શકાય તેમ છે, ત્યારે મે સાધનાના ગંભીરપણે સ્વીકાર કર્યો. યોગથી ઘણી શકિત પ્રાપ્ત થાય છે એમ મેં જાણ્યું. ” આમ યાગની વ્યવહારુતા વિષે જ નહીં, પરંતુ સક્રિયતા વિષેનું મહાન સત્ય તેમને પ્રાપ્ત થયું.માત્ર નિષ્ક્રિયતાની એક બાજુએ ઢળેલી યોગસાધનામાં પ્રભુની સક્રિયતાનું અતિ અગત્યનું તત્ત્વ એમને સમજાયું. શૂન્ય અનંત બ્રહ્મ, નીરવ બ્રહ્મ, બ્રહ્મ સત્ય-જગત મિથ્યા, બ્રહ્મ સત્ય જગત સત્ય વગેરે સાક્ષાત્કારો એમને થયાં. આ સાક્ષાત્કારોને એમણે જીવનના પ્રયોગમાં મૂકી જોયા, જ્યાં જ્યાં એમણે ભાષણા આપ્યાં તથા વંદેમાતરમ અને ‘કર્મયોગીન’માં લેખો લખ્યા, તે બધા જ નીરવ અવસ્થામાંથી જ આપેલાં કે લખેલાં, મગજને બીલકુલ ઉપયોગ કરેલા જ નહીં. એમને ગુરૂમંત્ર પણ હ્રદયમાંથી જ મળેલા અને એ મંત્રના દેનાર હૃદયના સ્વામી અંતરયામીને જ એમણે ગુરુ તરીકે સ્થાપેલા અને તેની દોરવણી પ્રમાણે જ સમત જીવનમાં માર્ગદર્શન મેળવેલું. સમગ્ર રીતે જોતાં શ્રી અરવિંદના યોગ કોઈ ચમત્કાર ઉપર કે ગૂઢતત્ત્વમાં અંધશ્રાદ્ધા ઉપર, કે કોઇ તત્ત્વજ્ઞાનના બૌદ્ધિક સિદ્ધાંત ઉપર નહીં, પરંતુ જીવનસંગ્રામમાં મળેલ નક્કર અનુભવ ઉપર જ મંડાયેલા આપણે જોઇ શકીએ છીએ. શ્રી અરવિંદને મન, ભારતદેશ એ પાતાની ભારતમાતા હતી. જીવતીજાગતી ચૈતન્યશકિત સ્વરૂપ ‘મા’ હતી. એને પરતંત્ર રાખી જ કેમ શકાય? અને એટલે જ જ્યારે, વડોદરાના બાર વર્ષના ગાળા બાદ, બંગાળ આવ્યા અને નેશનલ કૉલેજમાં પ્રિન્સિપાલ તરીકે નિમાયા કે તરત ખુલ્લેઆમ, રાષ્ટ્રીય ચળવળમાં જોડાયા, અનેકને ક્રાન્તિની દીક્ષા આપી. તેઓ કહેતા : “માતૃભૂમિની મુકિતને માટે આત્મબલિદાન આપવું શું ઋણ લાગે છે? જીવનમાં સુખ મેળવવા માટે લોકો અનેક કષ્ટો વેઠે છે. દેશની મુકિતને માટે કોઇ પણ ત્યાગ માણસ માટે મુશ્કેલ નથી. હિંદ સ્વતંત્ર નહીં થાય તો માનવ પણ મુકત નહીં થાય. બીજા દેશના લોકો પોતાના સ્વાર્થનો જ વિચાર કરે છે. ભારતના લોકો જ્યારે હિંદ વિષે વિચાર કરે છે, ત્યારે તેઓ વિશ્વ વિષે વિચાર કરે છે. સર્વસ્વનું ભગવાનને સમર્પણ કરીને ભારતમાતાની સેવામાં લાગી જાઓ. ત્યારબાદ સર્વને વિદિત છે એમ જ્યારે તેઓ રાજકારણમાં લોકપ્રિયતાની ટોચે હતાં ત્યારે જ અલીપુર બૉમ્બ કેસમાં પકડાયા અને જેલમાં ગયા. પોલીસે એમના ઘરની તપાસ આદરી અને તેમાં પોતાની પત્નીને લખેલા ખાનગી પત્રો જાહેર થઈ ગયાં. તેમાં ૩૦-૮-૧૯૦૫ના ઐતિહાસિક પત્ર આપણે ટૂંકમાં વાંચીએ: શ્રી અરવિંદ લખે છે: મારામાં ત્રણ ઘેલછાએ છે: તા. ૧-૧૦-’૭૯ (૨) બીજી ઘેલુછાએ થેડા, સમય પહેલાં જ મારામાં પ્રવેશ કર્યો છે. કોઈપણ ઉપાયે મારે ભગવાનનો સાદાસીધા સાક્ષાત્કાર કરવા છે. વારેવારે ભગવાનનું નામ જપવું અને બધા માણસાની હાજરીમાં તેની પ્રાર્થના કરવી અને હું કેવા ધાર્મિક છું એમ બતાવવું એમાં જ આજકાલનો ધર્મ સમાઈ જાય છે, મારે એ ધર્મ નથી જૅઈતો, જે ભગવાન હોય તો એની સત્તાના અનુભવ પ્રાપ્ત કરવાનો એની સન્નિધિને સામ્પ્રત્કાર કરવાના માર્ગ હાવા જ જોઈએ. એ માર્ગ ગમે તેટલો કઠણ હોય તો પણ એનું અનુસરણ કરવાને મેં દઢ સંકલ્પ કર્યો છે. મે નિયમો પાળવાની શરૂઆત કરી દીધી છે, અને મને એક મહિનામાં ખાતરી થઈ છે કે હિંદુ ધર્મનું કહેવું ખોટું નથી. મને જે જે નિશાનીઓ આપવામાં આવી છે તે બધીનો મને અનુભવ થયો છે. હું તને આ માર્ગે લઈ જવા ઈચ્છું છું, ભલે તને એ વિષે જ્ઞાન ન હોય, પણ મારી પાછળ ચાલવામાં બાધા નથી. આ માર્ગ લઈ માણસ પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે, પણ એ માર્ગે જવું કે નહીં તેની પસંદગી માસે પાતે કરવાની છે. આગળ ચાલતાં તેઓ પોતાની ત્રીજી ઘેલછા વિષે લખે છે. (૩) “જ્યારે બીજા લોકો દેશને એક નિર્જીવ પદાર્થ તરીકે ગણે છે, દેશ એટલે અમુક મેદાને, ખેતરો, જંગલા, પર્વત અને નદીઓ એમ સમજે છે, ત્યારે હું એને ‘માતા’ ગ’ છું, એની ભકિતપૂજા કરું છું. કોઈ રાક્ષસ, માની છાતી પર બેસી, તેનું રકતપાન કરતા હોય ત્યારે શું એનો પુત્ર નિરાંતે બેસી ભજન કરશે અને પેાતાની પત્ની - બાળકો સાથે આનંદપ્રમાદ કરશે? કે માને બચાવવા દોડી જશે? આ પતિત જાતિના ઉદ્ધાર કરવાનું બળ મારામાં છે. શારીરિક બળથી નહીં, પરંતુ જ્ઞાનની શકિતથી લડીશ. ક્ષત્રિય. શકિત એક જ એકમાત્ર બળ નથી. જ્ઞાન ઉપર પ્રતિષ્ઠિત બ્રહ્મતેજ પણ એક શક્તિ છે. આ ભાવ સાથે જ હું જન્મ્યો છું આ મહાન કાર્ય સાધવા માટે ભગવાને મને પૃથ્વી પર મેદકલ્યા છે.” (૧) મારામાં જે કાંઈ સદ્દગુણ, બુદ્ધિ, ઉચ્ચ કેળવણી અને શાન - તથા પૈસા મને ભગવાને આપ્યા છે,તે બધાં એના છે. એમાંથી કુટુંબના નિર્વાહ માટે તદ્દન આવશ્યક હોય તેટલા જ ખર્ચ કરવાના મને અધિકાર છે; બાકી રહે તે બધું ભગવાનને પાછું આપવાનું છે. મૃણાલિનીદેવીને, શ્રી રામકૃષ્ણ પરમહંસના પત્ની, શ્રી શારદામણીદેવીના હસ્તે દીક્ષા મળેલી. ૧૯૧૮માં કલકત્તામાં તેઓનું અવસાન થયેલું. જેલમાં પણ શ્રી અરવિંદને અનેક આધ્યાત્મિક અનુભવા અંતરમાંથી થયા કરતા અને એના સમર્થનરૂપે ગીતા તેમ જ ઉપનિષદોમાંથી વાંચવા મળતું. સ્વામી વિવેકાનંદ તરફથી પણ એમને પંદર દિવસે સુધી ધ્યાનમાં વિશિષ્ટ આધ્યાત્મિક સૂચનો મળ્યાં કે જે ઘણાં ઉપયોગી હતાં. એકવાર તેઓ ધ્યાનમાં જ અદ્ધર ઊંચકાઈ આવેલા અને જેલવાસીઓને આશ્ચર્ય પમાડી ગયેલા. જ્યારે તેઓ પકડાયા ત્યારે ખૂબ હતાશ થઈ ગયેલા. તેમને તે દેશને સ્વતંત્ર કરવા હતા અને આવી રહ્યા એક નાની બંધ ખાલીમાં. એક મહિના સુધી પ્રભુના અવાજ સાંભળવા પ્રતીક્ષા કરી. પ્રભુના સાક્ષાત્કાર થયા: “મારે તારી પાસે, એક બીજું કાર્ય કરાવવાનું છે” પ્રભુએ કહ્યું: મારા હાથમાં તેણે ગીતા મૂકી. તેની શકિતઓ મારામાં પ્રવેશ કર્યો અને હું ગીતાની સાધના કરવા શકિતમાન બન્યા.” પ્રભુએ ગહન દષ્ટિ બક્ષી, અને સર્વેમાં વાસુદેવનાં દર્શન થયા તે એટલે સુધી કેંદિવાલે, વૃક્ષા જેલના ચારો, ખુનીઓ ઉપરાંત કોર્ટમાં મૅજિસ્ટ્રેટ, સરકારી વકીલ સર્વેમાં શ્રીકૃષ્ણ દેખાયા. મંદ મંદ સ્મિત કરતા શ્રીકૃષ્ણને તેઓ જોઈ રહ્યા, પ્રભુએ કહ્યું: “હું સર્વે મનુષ્યોમાં છું, અને તેમનાં વચન અને કર્મની ગતિ ઉપર મારી આણ પ્રવર્તે છે. આ કેસ તો મારા કાર્યમાં એક સાધનરૂપે જ છે. તું ચિંતા કરીશ નહીં." અને ૧૯૦૯માં તેઓ નિર્દોષ છૂટયા. ફરીથી જયારે ‘કર્મયોગીન’ની ઓફિસમાં કામ કરતા હતા ત્યારે પોલીસ પકડવા આવે છે એવા સમાચાર મળ્યા. ઉપરથી પ્રભુના સ્પષ્ટ આદેશ આવ્યા: ‘ચંદ્રનગર જા;’ અને દસ જ મિનિટમાં તેઓ ગંગા ઘાટ પર પહોંચી ગયા. પ્રભુના આદેશ મુજબ તેઓ ચંદ્રનગરથી ૧૯૧૦માં પોંડિચેરી આવીને રહ્યા તે છેક ૧૯૫૦ સુધી ૪૦ વર્ષ ત્યાં જ રહ્યા. આમ ૧૯૦૪થી ૧૯૫૦ સુધી એમને સતત આધ્યાત્મિક અનુભવા થતાં રહ્યાં તે માટે તેમણે પ્રખર યોગ સાધના કરી. હિંદુ ધર્મના ગૃહેન સત્યનો સાક્ષાત્કાર દરરોજ એમના ચીત્તમાં હ્રદયમાં અને દેહમાં થતો રહ્યો. એમના ધ્યાનમાં આ સમયે ઋગ્વેદમાં દર્શાવ્યા પ્રમાણેની દેવીઓ ઈલા, ભારતી, મહી, સરસ્વતી આવતાં. એક વખત ત્રણ મહિના સુધી સ્વયંલેખનનો પ્રયોગ કરેલા. કોઈ અરિરી સત્વ

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158