________________
તા. ૧-૧૦-૭૯
ખરી? કરે છે કોઈ કામ? એક માણસની જરૂર હોય ત્યાં ચાર છે ને બધા જ બેસે છે. સીંગરેટ ફુંકતા.
આગળ લખતાં લખે છે કે લાંચ રૂશ્વતનું જોર ખૂબજ વધ્યું છે. એમને ધરવા તો જ કામ થાય અને છાશવારે હડતાળ એ તો નિત્યક્રમ થઈ ગયું છે.
પ્રબુધ્ધ જીવન
આ વાત થઈ રામની તો હેામની વાતમાં કંઈ ફેર છે ખરો? છેવટે લેખક લખે છે, કે એ જૂની સંસ્કૃતિવાળું રોમ એક વખતનું આબાદ રોમ જાણે કે આજે એક ટાઈટ દોરડા પર ચડયું છે., ડરે છે, ધૂ જે. છે, કયારે પડશે, કયારે એવા સતત ભય રહ્યા જ કરે છે. છતાં વાંસના ટેકે ગમે તેમ કરીને ત્યાં ટકી રહેવા અથાગ પ્રયત્ન કરી રહ્યું છે ટકશે કે એકદમ પડશે તે તે ભગવાન જાણે.
એ વાત રોમની થઈ, તો હામ આપણા દેશની દશા છે? ચીમનભાઈ મુખ્ય લેખમાં એમની વેદના ઠાલવે છે. છાપામાં એ જ વાત આવે છે. વાંચીને દિલ વલાવાઈ જાય છે, થાય છે કે એક વખતનું ભારત સંસ્કૃતિસભર ભારત, જયાં વચનની કિંમત હતી, જયાં પરધન પથ્થર સમું હતું. જ્યાં પરપીડાંએ દુ:ખી થનાર હતા, તે જ ભારત આજે પેલા સત્તાધારીઓના નટના ટાઈટ દોરડા પર થતા નાચ જોઈ રહ્યું છે. લાચારીથી કોણ જાણે પડશે કે બચી જશે?
મેલ્ટન ડેવિસ : અનુઃ ૨ ભાષહેન ગાંધી વાણી : સત્યના પ્રાદુર્ભાવ
“પશુઓના મૌન પ્રેમ અને સંવેદન અને અના આદાનપ્રદાનની પવિત્રતાને માણસ, વાચા દ્વારા અભડાવતા હોય છે, ત્યારે જ ઈશ્વરે અપેલી વાણીનું મહત્ત્વ માણસને કઈ રીતે આંકવું, એ માણસની બુદ્ધિપ્રતિભા પર આધારિત છે!
‘બાલવું’ એ સામાન્ય છે, પ્રત્યેક વ્યકિત બાલતી હાય છે, પણ ‘વાચા’ના વ્યભિચાર થાય છે, ત્યારે કોઈને કોઈના સંવેદનાને ઠેસ વાગતી હાય છે !
આવી જ રીતે, માણસની ‘લાગણી’ના પ્રતિભાવ મળતા હોય છે! જયાં સુધી લાગણી દુભાતી નથી, ત્યાં સુધી અંતરના સંવેદન જાગતા નથી હોતા, પણ અહીં જ માણસને સત્ય લાધતું હાય છે. લાગણી દુભાય ને સંવેદના જાગે છે, ત્યારે જ માણસને દુ:ખના સાચા સંવેદનનો અનુભવ થાય છે!
મને એક ભાઈ યાદ આવી જાય છે! સમજુ, શાણા અને સમજણવાળા, સમાજમાં સારું સ્થાન; પરંતુ એમની વાણીથી એટલા અપ્રિય કે, કોઈને એમના પ્રત્યે જરા શી સહાનુભૂતિ ન મળે !
જ એ
એક વખત એક સજજનના યુવાન પુત્રનું અવસાન થયું. આ ભાઈ પણ ત્યાં આવેલા! પરંતુ આવ્યા એવા, સામી વ્યકિતને સહાનુભૂતિ આપતાં આપતાં એવા વેણ ઉચ્ચાર્યા, કે જેમના યુવાન પુત્રનું અવસાન થયું હતું એમને અત્યંત દુ:ખ થયું. વાત તો ત્યાં જ પતી ગયેલી. પરંતુ મે એકવાર એમને પૂછેલું, ‘તમારા પુત્રના દુ:ખદ અવસાન સમયે, પેલા ભાઈએ જે શબ્દો ઉચ્ચાર્યા હતા એનાથી તમને દુ:ખ થયું હશે, ખરું ને?”
એ ભાઈએ થોડો વિચાર કર્યો ને પછી બોલ્યા :
“મને એ સમયે ઘણું દુ:ખ થયેલું! મારા યુવાન પુત્રના અવસાન સમયે, એ ભાઈની કિલષ્ટ ભાષાથી મારામાં કાંઈક એવા સંવેદના જાગેલા કે, એક તો પુત્રના અવસાનનું દુ:ખ હતું ને તેમાં વધારો થયેલા— પરંતુ મને આમાંથી એક સત્ય લાધેલું—ને મેં તે જ સમયે એ સત્ય સ્વીકારી લીધેલું કે:
“કદી વાચા દ્વારા અન્યને દુ:ખ થાય એવું બાલવું જ નહીં ! એવું લાગે તેા મૌન રહેવું, પણ કોઈની લાગણી દુભાય એવું તો કદાપિ ન જ બોલાવું !”
જીવનમાં સત્ય મેળવવા કદી પ્રયત્ન કરવા પડતા નથી હોતા, પ્રસંગેાપાત મળી જતું હોય છે– પણ સત્ય લાધે ખરું, પણ અંતરથી એના સ્વીકાર ન કરીએ તો, એ સત્ય લાધે તો ય શું ને ન લાધે તો ય શું?
ઘણી વખત વાણી દ્વારા સત્યના પ્રાદુર્ભાવ થતા હોય છે. ને જયારે આવા પ્રાદુર્ભાવ થાય છે, તે જ સાચા પ્રાદુર્ભાવ હાય છે.
એક કાળે, મુંબઈ શહેરના એક જાહેર માર્ગ ઉપર એક શોભ
46)
૧૦૯
નીય દશ્ય સર્જાયું હતું. કલ્પી ન શકાય તેવા, પણ દેખાવે સજજન જેવી વ્યકિતઓએ ઊભા ઊભા આ દશ્યને જે દૃષ્ટિ અને વાચા દ્વારા વિકારી બનાવી દીધેલું કે, એની અડખે - પડખે ઊભેલા ‘માણસાને પણ એમાં કશું અજુગતું લાગતું નહોતું.
—આવા પ્રસંગેાએ જ, ‘માનવીય વાચા અને દષ્ટિ’ની પવિત્રતાનું મૂલ્ય અંકાનું હોય છે, ને? એટલે જ મે, આ લેખના પ્રારંભે એક વાકય ઉચ્ચાર્યું છે, કે પશુઓના મૌન, પ્રેમ, સંવેદન અને એના આદાનપ્રદાનની પવિત્રતાને માણસ વાચા અને દષ્ટિથી અભડાવતા હોય છે.'
કયારેક ‘સત્યોચ્ચાર’ પણ એવા થતો હોય છે, એનાથી પણ સામા માણસની લાગણી દુભાતી હોય છે!– તો શું સત્ય જ ન ઉચ્ચારવું? આના બે મર્ગો માણસા સ્વીકારતા આવ્યા છે : કોઈક વ્યવહારું બની, કોઈને દુ:ખ થાય એવું સત્ય ઉચ્ચારતા નથી હોતા; પરંતુ માણસની આ નબળાઈને વ્યવહાર' ગણી લઈને, એ સત્ય ઉચ્ચારતા કોઈને દુ:ખ થાય તો સત્ય પણ ન ઉચ્ચારવું એવું બને છે!
પરંતુ ઘણાં ‘કોઈને દુ:ખ થતું હોય તે છે થાય, પરંતુ એ સત્ય ઉચ્ચારતા ડરતા નથી!” ઘણી વખત સત્ય ઉચ્ચારવાના આગ્રહ ઓછા હોય છે, પણ સ્વભાવગત સત્ય ઉચ્ચારી નાખે છે! છતાંય સત્ય જ ઉચ્ચારે છે, એ જ ‘સત્ય’નું મહત્ત્વ છે. અને જો, સત્ય ઉચ્ચારવાની પળ માણસમાં આવતી હોય અને એ ચૂકી જવાય તે, એ સત્યનું અપમાન છે! ઘણી વખત અંતરના સાચા સંવેદનેામાંથી સત્ય પ્રાપ્ત થતું હોય છે.
-ઘણી વખત માણસ ઉતાવળા સ્વભાવગત લક્ષણથી ઉચ્ચારેલ વાણીને ‘સત્ય’ સમજી લેવાનું હોય છે, પણ તે ‘સત્ય’ નથી ય હતું પરંતુ જયારે માણસમાંના આવિર્ભાવ ઓછા થઈ જાય છે, પછી ગંભીરતાપૂર્વક વિચાર્યા પછી જ ખ્યાલ આવે છે, કે “મેં ઉચ્ચારેલું એ સત્ય નહોતું પણ અર્ધસત્ય હતું!... અથવા તો સત્ય જ નહોતું”
—પણ આ સત્ય લાધ્યા પછી પણ માણસ અભિવ્યકિતમાં સત્યનું અવમૂલ્યન કરીને, એના સ્વભાવગત લક્ષણને સત્ય માનવાનો આગ્રહ સેવે છે, ત્યારે એ માણસ ‘ભ્રમ’માં જીવતો હોય છે!
‘વાચા’ દ્વારા જ માણસમાંના ‘સત્ય’ને તાળી શકાતું હોય છે ! એટલે ‘માણસે’ વાચાને પોતાના જીવનની સાર્થકતા સમજવી જોઈએ !
‘લાગણીના આવિર્ભાવમાં ઉચ્ચારાતી વાણી' એ સત્ય હોય છતાં, એ વ્યવહારું નથી હોતી તો પણ, એ ‘સત્ય’ હોવા છતાં ‘અસત્ય’ બની જતું હોય છે— પરંતુ આ વ્યવહારુ દષ્ટિ થઈ! પરંતુ ‘સત્ય’ને ‘સત્ય’ સ્વરૂપે ઉચ્ચારવું કે અન્યને એ સત્ય છે, એ ગળે ઉતરાવવું એ પણ એક આવડતનો પ્રશ્ન છે!
માણસ ‘વાણી’લઈને જન્મે છે, એ જન્મતાં જ જન્મ જાત સંસ્કાર જન્મે છે! માણસના વિકાસ સાથે વાણીમાં વિવિધતા સર્જાય છે- વાણીમાં આડંબર છે છતાંએ વાણી છે, વાણીને વ્યભિચાર થાય છે, તે ય એ વાણી છે, વાણી વિલાસી હોય તેય વાણી છે— પરંતુ જે વાણીમાં વીતરાગતા હોય છે, એ જ સાચી વાણી છે.
--ગુણવ ંત ભટ્ટ
પર્યુષણ વ્યાખ્યાનમાળા વ્યાખ્યાનાની કેસેટ
પર્યુષણ વ્યાખ્યાનમાળાના બધા જ વ્યાખ્યાનોની કેસેટો સંઘ દ્વારા તૈયાર કરાવવામાં આવી છે.
તે નીચેની શરતે દરેક સભ્યને ઘેર લઈ જવા માટે આપવી એવા ઠરાવ સંઘની કાર્યવાહક સમિતિએ કર્યો છે.
“દરેક કેસેટ દીઠ રૂા. ૫૦ ડીપોઝીટના લેવા અને ત્રણ દિવસનું રૂા. ૨, ભાડું લેવું, ત્રણ દિવસથી વધારે સમય કેસેટ રાખવામાં આવે તો વધારાના રૂ. ૨, ભાડાના લેવા. દર ત્રણ દિવસે આ ક્રમે વધારાનું ભાડું લેવું.”
જે સભ્યોને ઉપરના નિયમ પ્રમાણે કેસેટ જોઈતી હોય તેમણે કાર્યાલયના સંપર્ક સાધવો. જે કેસેટ હાજર હશે તે મળશે.
-શાન્તિલાલ ટી. શેઠ કાર્યાલય મંત્રી