Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 106
________________ ૧૦૬ પ્રેમ જીવન નવી નેતાગીરી અને આપણે [‘શ્રી મુંબઈ જૈન યુવક સંધ ” સંચાલિત અભ્યાસ વર્તુળના ઉપક્રમે સામવાર તા. ૨૪-૯-૭૯ ના દિને પરમાણંદ કાપડિયા સભાગૃહમાં, પ્રાધ્યાપક બકુલ રાવળે નવી નેતાગીરી અને આપણે એ વિષય પર વ્યાખ્યાન આપેલું. તેને શબ્દબદ્ધ કરી આપવા માટે તેમને જ વિનંતિ કરેલી, જે નીચે આપવામાં આવેલ છે.] માણસમાત્રને કોઈને કોઈ માર્ગદર્શકની હંમેશા આવશ્યકતા જણાઈ છે. ઘર, કુટુંબ, સમાજ, રાજ્ય અને રાષ્ટ્ર – સહુને કોઈ દોરનારની, નેતૃત્વ કરનારની ખપ જણાઈ છે. જ્યારે જ્યારે ઉદાર ચરિત પુરુષના હાથમાં કોઈ પણ ક્ષેત્ર કે પ્રવૃત્તિનું સુકાન આવ્યું હાય છે ત્યારે લોકકલ્યાણ સધાયું હોય છે, પણ સર્વદા આવું બનતું નથી. ઇતિહાસનાં પૃષ્ઠો એ વાતની સાક્ષી પૂરે છે, કે બધા સત્તાધીશોની વૃત્તિ અને પ્રવૃત્તિ સ્વાર્થી કે આપખુદી રહી છે અને છતાં અંતે સીતમગરનાં શાસને ધૂળમાં રોળાયાં છે એ હકીકત પણ દીવા જેવી સ્પષ્ટ છે, નેતાગીરીના ઉદય અને અસ્ત થતા જ હોય છે. સત્તાનાં સૂત્રા નવા શાસકો યા નેતાઓનાં હાથમાં જતાં હોય છે કે પછી ઝૂંટવી લેવાતાં હોય છે. ભારતીય રાજકારણની ક્ષિતિજોએ રાષ્ટ્રીય નેતાગીરીના ઝળહળાટ પણ જોયો છે, તે અંધકાર પણ જોયો છે. આ બધા જ સંજોગામાં આપણે - પ્રજાએ – મહત્ત્વનો ભાગ ભજવ્યો હાય છે. કયારેક તખ્તા ઉપર રહીને તો ક્યારેક પરદા પાછળ ! મહાત્મા ગાંધીથી આરંભાયેલી નેતાગીરીની તવારીખ ઈન્દિરા ગાંધી સુધી આવે છે, ત્યાં સુધીમાં તે આપણા દેશના અને રાજ કારણના નકશા એટલા બધા બદલાઈ જાય છે કે, એક શાયરના શેરમાં કહ્યું તા : ‘નકશા ઊઠા કે નયા શહર ઢૂંઢિયે ઈસ શહરમે તે સબસે મુલાકાતે હો ગઈ.’ ઘણી વખત એક વિચાર આવે છે કે ગાંધીજીના ‘Quit India અને ‘Do or Die' ના બે નાનકડાં સૂત્રામાં એવા તે શે! ચમત્કાર હતા કે આ સૂત્રેા પ્રજા માટે મંત્ર બની ગયાં! સુભાષચંદ્ર બાઝનું ‘જયહિંદ' આખા દેશને ગજાવી ગયું. સાચા અને નિ:સ્વાર્થ નેતાને વીસ, એકવીસ કે એકત્રીસ સૂત્રોની જરૂર નથી, એવું એક જ સૂત્ર રાષ્ટ્રની કાયાપલટ કરી નાખે છે. આ તબક્કે એક તસ્વીરની સ્મૃતિ થાય છે, જેમાં પૂજ્ય ગાધીજીની તર્જની છે અને સ્ટીમરમાં ભાગતા અંગ્રેજો છે. ‘ભારત છોડો શકિતનું આ ચિત્ર કેવળ ચિત્રકારની કલ્પના જ નથી પણ હકીકત છે. ગાંધીજી અને તેમના યુગની નેતાગીરીએ માત્ર પરોપદેશે પાંડિત્ય નહાતું ગાયું, પણ સાચા અર્થમાં નેતૃત્વ સ્વીકાર્યું હતું અને ત્યારે જ પ્રજાએ પ્રાણોની આહુતિ ધરી દીધી હતી —There is not reason why, there is but to do and die. એ આ યુગના ધર્મ બની ગયો હતો. આ તસ્વીર જોઉં છું ત્યારે ભાગવતના એક પ્રસંગ પણ નજર આગળ તરવરે છે. ભગવાન શ્રીકૃષ્ણ તેમના ગાપબાળાં સાથે મથુરા નગરીમાં પ્રવેશ કરતા હતા ત્યારે એક ધાબી તેના ગાડામાં જરિયાન વસ્ત્રો લઈને જઈ રહ્યો હતા. કૃષ્ણે પૂછ્યું : ‘આ વો કોનાં છે?” ‘મહારાજ કંસના. ’ધોબીએ જવાબ આપ્યા. ‘એકલાના ?’ ‘હા'. ‘તારા રાજાના આટલાં બધાં વસ્ત્રો અને તેની પ્રજા નગ્ન? આ નહીં ચાલે. કૃષ્ણના પુણ્યપ્રકોપપ્રજ્વળી વળ્યા અને તેમણે હાથમાં રહેલી બંસીને તર્જની બનાવીને ગેાપબાળાને કહ્યું: ‘આ અન્યાય નહીં ચાલે. વસ્ત્રો હાથ કરો અને નગ્ન પ્રજાની લાજ ઢાંકો. આ કૃષ્ણની બંસરી અને ગાંધીની તર્જની, બંનેમાં ચમત્કાર હતા ! કર્મયોગી મહામાનવાની આ સિદ્ધિ હાય છે, પ્રજા એમના આદેશ માથે ચડાવે છે કારણ, લડતમાં તે મેાખરે રહેતા! કોઇ પણ નેતાગીરીનું સર્વ પ્રથમ કર્તવ્ય એ છે કે પોતે અસ્ત થાય તેની પૂર્વે નવી હરોળ ઊભી કરવી જોઈએ. ગાંધીજી આ કરી શકયા હતા. પણ ‘નહેર પછી કોણ ? એ પ્રશ્ન નહેરુ સરકાર વખતે ઊઠયો હતો એને આપણી નેતાગીરીની નિર્બળતા ગણવી કે પ્રજાની કાયરતા એ પણ વિચારવા જેવું છે. જ્યાં સુધી નૈતિક મૂલ્યોના આરંભ નેતાઓ નહીં કરે ત્યાં સુધી પ્રજા પાસેથી અપેક્ષા રાખી શકાય જ નહીં, એ સત્ય નેતૃત્વ લેનારે આચરવું જ રહ્યું. આજે એ સત્ય લોપાર્યું છે. પરિણામે નૈતિક મૂલ્યોનો તા. ૧-૧૦-'૭૯ ... ઝડપભેર હ્રાસ થઈ રહ્યો છે. ઈ. સ. ૧૯૭૧ – ૧૯૭૭ અને ૧૯૭૯ની ઐતિહાસિક સાલા આની ગવાહી પૂરે છે. ત્રણે સાલની તવારીખ અલગ અલગ છે. કટોકટા આવી ગઈ, નવું શાસન અમલમાં આવ્યું છે અને અત્યારે મધ્યસત્ર ચૂંટણીનું પર્વ આવ્યું છે – આ બધા ઐતિહાસિક વષૅએ લાકશાહીની ઈમારતના પાયા હચમચાવી નાંખ્યા છે. ભારતની પ્રજા એક મહાન વિષાદ અનુભવી રહી છે. તેની સામે, આજ પૂર્વે કોઈ પણ વખત અનુભવી ન હતી તેવી મુંઝવણ આવીને ઊભી છે. પ્રશ્નો, અને પ્રશ્નાની હારમાળા જન્મી છે. ... આપણે શું કરવું? મત આપવા કે નહીં? આપવા તે। કોને, વ્યકતિને કે પક્ષને ? મૂક પ્રેક્ષક થઈને બેઠા રહેવું? ચર્ચા અને દલીલે કરવી ? એક પક્ષની તરફદારી કરવી અને બીજાનો વિરોધ ? નિષ્ક્રિયતામાં સરીપડવું ? પ્રતીક્ષા કરવી ? દ્રોહીઓને ટેકો આપવા ઉઘાડા પાડવા ? વગેરે વગેરે આજે સમગ્ર દેશ ટુ બી આર નોટ ટુ બી નું મંથન અનુભવે છે; અર્જુનનો વિષાદ અનુભવે છે. આ વિષાદમાંથી હતાશા; હતાશામાંથી અસંતોષ; અસંતોષમાંથી તારાજી; તારાજીમાંથી આપખુદી બળાના જન્મ, જે અસ્થિરતા ઊભી કરે અને આ અસ્થિરતા જ પછીથી અંધાધૂંધી સરજાવે, જેમાંથી શૂન્યાવકાશ ઉદ્ભવે છે! આપખુદી શાસકો આ પરિસ્થિતિનો પૂરો લાભ ઊઠાવી પોતાના મૂળિયાં ઊંડાં ઘાલે છે અને એક વખત આપખુદી શાસન આવ્યું એટલે લશ્કરી રાજ માટે માર્ગ મોકળા બને છે. લોકશાહીના મૃત્યુઘંટ આ રીતે જ વાગતા હોય છે. શ્રીમતી ઈન્દિરા ગાંધીના ઈરાદા લોકશાહીને મૃત:પ્રાય કરવાના જ હતા એ વિશે કોઈ પણ શંકા નથી. ભારતનું સદ્ભાગ્ય અને આ ધર્મભીરુ દેશની શ્રાદ્ધા કે લાકનાયક જયપ્રકાશ નારાયણે એક નૂતન ક્રાંતિ સરજી અને લેાકશાહીની જર્જરિત કાયામાં પ્રાણવાયુ પૂર્યો; એના આત્માની બુઝાતી જ્યોતિમાં તેલ પૂર્યું અને જનતા પક્ષના ઉદય થયો. અનેક આશા, આકાંક્ષા અને અરમાનો હૈયે ભરીને પ્રજાને એ નવી સરકારના હાથમાં દેશનું સુકાન સોંપ્યું ત્યારે કોને ખબર હતી કે બગીચાના માળીઓ જ બગીચાને ઉજ્જડ કરવા આપસી તકરારો ઊભી કરશે? શ્રી મારારજી દેસાઈની સરકાર લાકશાહીની પુનર્જીવિત પામેલી જ્યોતિને જાળવી શકવામાં સંપૂર્ણ નિષ્ફળ નથી ગઈ તે સફળ તે! નથી જ થઈ એમ બેધડક કહી શકાય. શ્રીમતી ઈન્દિરા ગાંધીની સરકાર એક છેડે તે શ્રી મેારારજી દેસાઈની સરકાર બીજે છેડે – બંને ભીંત ભૂલ્યા; બંને સ્વાધ‚ બંને હઠાગ્રહી, બંને નિષ્ફળ ! શ્રીમતી ગાંધી લેાકશાહીને મારવા અગર સફળ ન થયા તે। શ્રી મેરારજી જીવાડવા! બંનેએ દેશને વધુ દયનીય દશામાં મૂકી દીધા ! આમ છતાં આપણને ક્રોધ વધારે તો જનતા સરકાર ઉપર ચડે છે. કારણ, રાવણ પાસેથી તા સીતાના અપહરણની જ અપેક્ષા રખાય; દુ:શાસન પાસેથી દ્રૌપદીના વસ્ત્રહરણની જ, પણ રામ કે કૃષ્ણ પાસેથી તે સંસ્કૃતિના રક્ષણની જ અપેક્ષા હોય . . આજે મેારારજીભાઈ જ્યારે ‘ધર્મયુદ્ધ’ની વાતો કરે છે ત્યારે મારા જેવાને વધારે ગુસ્સો ચઢે છે. ધર્મયુદ્ધ જેવા શબ્દનો પ્રયોગ કરતા પૂર્વે અધિકાર કેળવવાની જરૂર છે. ત્યાગી પુરુષ જ ધર્મયુદ્ધને સમજી શકે. પક્ષનું નેતાપદ છોડવાનો મેાહ પણ જતા ન હોય અને ન છૂટકે જેણે બધું છોડવું પડયું હોય તેવી વ્યકિત માટે તે એટલું જ કહી શકાય કે આ બધું તો અશકેતમાન મવેત સાધુ જેવું થયું. ચૂંટણી લડવી, સત્તા મેળવવી, અને ધર્મની વાતો કરવી એ ત્રણના મેળ કદી જામે જ નહીં. ધર્મયુદ્ધ ની વાત તો કોઈ મોહનદાસ ગાંધી કરી શકે કે કોઈ ભગવાન કૃષ્ણ મારારજીભાઈને કહી દેવાનું મન થાય છે કે આ પવિત્ર શબ્દના દુર્વ્યય બંધ કરે! આજે જ્યારે ચૂંટણીનાં નગારાં ગડગડી રહ્યાં છે; આક્ષેપ અને પ્રતિ - આક્ષેપોની ઝડી વરસી રહી છે; પ્રત્યેક પ્રભાત અંધકાર સાથે ઉદય પામે છે. નેતાઓ શંકુની બની રહ્યા છે; કાદવઉછાળ પ્રવૃત્તિમાં નેતાગીરી ગળાડૂબ છે અને ગીતાની ભાષામાં કહું તો સહુ કોઈ – શેંલાન માં પૃથયા જૂથની રમત રમી રહ્યા છે ત્યારે ધર્મયુદ્ધ' શબ્દને શબ્દકોશમાં જ રહેવા દઈએ. તેમાં આપણું સૌજન્ય છે. ' _* *_ _ +

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158