Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 94
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૯-૦૮. સર્જનને આવિર્ભાવ , વાત કરી છે, સમાનતાની વાત કરી છે, પણ એ વાતમાં દંભનું તત્ત્વ વધારે હોવાથી (જવાહરલાલની વાત જવા દઈએ તો પણ) સાચા સમાજવાદની સ્થાપનાની દિશામાં આપણે ઝાઝી પ્રગતિ કરી શકયા નથી. શ્રી. ક્રોસલેન્ડે પોતાના નિબંધમાં, જાહેર ક્ષેત્રની અને ખાનગી ક્ષેત્રની બન્નેની સહિયારી જરૂરત ઉપર ભાર મૂકયો છે અને પશ્ચિમ યુરોપના દેશોએ આ મિશ્ર અર્થતંત્રમાંથી કેટલું બધું મેળવે છે તેને દાખલો આપ્યો છે. શ્રી. ફોસલેન્ડ પોતે ઈજારાવાદને વધારે પડતો બળવાન બનતે અટકાવવા માટે, ઉત્પાદનનાં સાધનો ઉપર જાહેર અંકુશે અમુક પ્રમાણમાં હોવો જ જોઈએ એમ માને માને છે કારણ કે જાહેર માલિકી એ સમાજવાદી સરકારના શસ્ત્રગારમાંનું એક અગત્યનું શસ્ત્ર છે. એ દઢ વિશ્વાસ તેઓ ધરાવે છે આમ છતાં, બ્રિટનને લાગે વળગે છે ત્યાં સુધી તે મોટા પાયા પરના રાષ્ટીકરણ માટે તો ત્યાં કોઈ જરૂર નથી એમ પણ તેઓ માને છે. બ્રિટનમાં કેલસાની ખાણના ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ થયા પછી ત્યાં જે દુર્દશા ઉભી થઈ હતી તેની યાદ શ્રી. કોસલેન્ડે દેવરાવી નથી પણ આ લખાય છે ત્યારે જ, ભારતની રેલવેઓ પાસે માત્ર ચાર જ દિવસ ચાલે એટલે કોલસે હોવાથી ઘણી બધી બ્રાંચ લાઈને પરની ટ્રેને રદ કરવી પડી છે એવા જે સમાચાર આવ્યા છે તેણે, આપણા રાષ્ટ્રીયકૃત કોલસા ઉદ્યોગની દુર્દશાની વાત તો મારા મનમાં તાજી કરી જ છે. આવા અંધાધુંધીના વાતાવરણમાં ચૂંટણી સ્વસ્થ રીતે થશે કેમ એ જ પ્રશ્ન મને થાય છે. પણ આપણે ફરી પાછા શ્રી. ક્રોસલેન્ડના નિબંધ તરફ વળીએ. આજે આપણા દેશના ઘણા બુદ્ધિજીવીના મનમાં જે ચિન્તા છે તેવી જ ચિન્તા પાશ્ચાત્ય બુદ્ધિજીવીઓમાં પણ છે. નિરાશાનું એક મોજું જ જાણે એ વર્ગમાં ફેલાઈ ગયું છે. અમેરિકાનું જાણીતા અર્થશાસ્ત્રી રોબર્ટ હાઈલ બ્રેનર તો જણાવે છે કે “આપણાં સમાજે જાણે ઐતિહાસિક ગ્લાનિની પછેડી માથે ઓઢી હોય એવું દેખાય છે.” રોબર્ટ નિરર્બટ જણાવે છે કે આપણી જાણે શાસન પ્રણાલી પર સંધ્યાકાળના ઓળાજ ઉતરી રહ્યા હોય એવું લાગે છે. એક બાજુ આપણી રાજદ્વારી સંસ્થાઓમાં આપણે વિશ્વાસ ઊઠી ગયો છે. તો બીજી બાજુ કૌટુંબિક સંબંધ, સ્થાનિય સંબંધો, સાંસ્કૃતિક સંબંધ, ભાષાકીય રૉબંધ, અરે શાસકીય સંબંધોના પણ, બંધને–પ્રણાલિકાગત બંધને–સદંતર ઘસાઈ ગયાં છે અને પરિણામે જે ઘટ્ટ તાણાવાણાથી સમાજ વણાયેલ હતા તે છિન્નભિન્ન વિછિન્ન થઈ રહ્યો છે.” - હાઈલ બ્રેનર અને નિમ્બેટ એ બન્ને વિચારકોએ લખ્યું છે તે પાશ્ચાત્ય સમાજ માટે પણ એ આપણે ત્યાંની આજની પરિસ્થિતિ માટે પણ કેટલું બધું લાગુ પડે છે! અને એથી જ આ બન્ને કથન અંગેની શ્રી. ક્રોસલેન્ડની ટીકા પણ જાણવી રસપ્રદ થઈ પડે છે. શ્રી. ક્રોસલેન્ડ જણાવે છે, કે: કામદારોની દાદાગીરી પ્રત્યે સર્વત્ર અસંતોષ વ્યકત થઈ રહ્યો છે એ સાચી વાત છે. આ અસંતોષ અમુક અંશે આવકાર્ય છે. પણ પોતાની બધી જ માગણીઓ સરકાર સંતે એવી જે વૃત્તિ લોકોમાં દેખાય છે અને એ માગણી ન સંતોષાય ત્યારે લોકો જાણે રીસાઈને બેસી જાય છે. એ વસ્તુ વધારે ભયજનક છે, આવું ન થવું જોઈએ. અલબત્ત, આ ચિત્રની બીજી બાજુ પણ છે. ઘણા લોકો સરકાર સામે ટીકાસ્ત્રો છાડે છે છતાં ઘણા માને છે કે તેમના બાળકો તેમના પિતાના કરતાં વધારે સારી રીતે જીવી શકશે. ઘણા લોકોની લોકશાહીમાંની શ્રદ્ધા ડગી નથી. હકીકતમાં તે યુરોપના ઘણા ખરા દેશમાં, રાજદ્વારી અંતિમવાદ તરફ જવાને બદલે, મધ્યમ માર્ગને અનુસરવાની વૃત્તિ વધારે ને વધારે દઢ થતી જાય છે. ૧૦૦ વર્ષ પહેલાં માકર્સે મુડીવાદમાં રહેલી જે વિષમતાએનું વિશ્લેષણ કર્યું હતું, તે વિષમતાઓ આજે રહી નથી. આજે તો દઢ ઔદ્યોગિક લોકશાહીના વિકાસની જરૂર છે, ખાનગી અને જાહેર ક્ષેત્રના સુમારબાજો પર વધારે લેકશાહી અંકુશની જરૂર રહે છે. ભાઈચારા અને સહકારની ભાવના વધારે દઢ બનાવવાની જરૂર છે. આ બધાંની સાથોસાથ સ્વાતંત્ર્યની રક્ષા માટે આપણે સતત જાગૃત રહીએ તો નિરાશ થવાની જરૂર છે જ નહિ. શ્રી. કોસલેન્ડના નિબંધને આ છે ભાગ (અને આગળની દલીલે પણ) આપણે ત્યાં જયારે લોકસભાની મધ્યસત્ર ચૂંટણી આવી રહી છે ત્યારે મતદારો માટે સારું માર્ગદર્શન પૂરું પાડે છે. . - મનુભાઈ મહેતા કવરે માનવીય-સંસાર ઉપવનમાં માનવ સજર્યા પછી, માનવીએ પણ ઈશ્વરપ્રેરિત સર્જન પ્રક્રિયાનો આદર્શ મૂર્તિમંત કર્યો છે. “માનવ” એ ઈશ્વર-પ્રેરિત સર્જક છે, એ સનાતન સત્યને માનવીએ પણ જીવનના આદર્શને સ્વીકારીને, એણે પણ એની શાશ્વત શકિત-ભાવે સર્જનભાવને ચિરંજીવ કર્યો છે! -બેશક, માનવીય સર્જન બહુકાળ પર્યત અમર નથી-એનું સર્જન કાળગાહી છે છતાં એનું મૂલ્ય અદકેરું છે ! એક અભણ કુંભારની વાત છે. એ કુંભારે એક માટીની મૂર્તિનું . સર્જન કર્યું! એ મૂર્તિ ભગવાનની હતી. એ મૂતિ અત્યંત સ્વરૂપવાન, સુંદર ઘાટ ને સુંદર આકૃતિવાળી હતી. માનવ પણ ઈશ્વરનું સર્જન ભકિત અને શ્રદ્ધાથી કરે છે તેને આ સુંદર નમૂને હતો! પેલે કુંભાર એ મૂર્તિ લઈને જંગલમાં સાધના કરી રહેલા એક સાધુ પાસે ગયો ને એને ભેટ ધરી. સાધુ ભગવાનની સુંદર મૂર્તિ જોઈને આનંદ પામ્યો. એ મૂતિ સ્વીકારતા પેલા કુંભારને કહ્યું: ભાઈ! આજ સુધી મારી સમક્ષ ભગવાન નહોત! તે મને જે ભાવથી ભગવાન સર્જી ને દીધો છે, એનું મૂલ્ય ઓછું નથી ! મને આજે ભગવાન મળી ગયો છે!” ઘણાં દિવસો વીતી ગયા. સાધુ ભકિતમાં લીન હતા. થોડાં દિવસ પછી, એ જાગ્રત અવસ્થામાં આવ્યો ત્યારે ભગવાનની મૂર્તિ માટીના ઢગલો થઈને ઢળી પડી હતી. કારણ કે એની કુટિર ઉપરથી બરાબર ભગવાનની મૂર્તિ પર જ પાણી પડતું હતું ! -પરંતુ એ ફરી માટી થઈ ગયેલી મૂર્તિનું એને મને હવે કોઈ મહત્ત્વ રહ્યું નહોતું!. કારણ કે, અના હૃદયમાં પેલી શાશ્વત મૂર્તિ જડાઈ ગઈ હતી ! સાધુના હૃદયમાં કુંભારે સજેલી શ્રદ્ધારૂપી મૂર્તિ જડાઈ ગઈ હતી એને કોઈ વરસાદ પીગળાવી શકે તેમ નહોતો! એક સાધુ હતા. એણે આઠ વર્ષની વયે પરિજયા ગ્રહણ કરી હતી. ૩૩ વર્ષની વયે પિતાના સંપ્રદાયના લોકોને ઉપદેશ આપવાનું શરૂ કર્યું! - સાધુ ૯૦ વર્ષની વયે સાવ વૃદ્ધ થઈ ગયા હતા. ને એક દિવસ એ ખૂબ રડી પડયા. ખૂબ જ રડતા સાધુને રડવા પાછળનું કારણ એના સંપ્રદાયના ભકતોએ પૂછયું -સાધુએ રડતાં રડતાં કહ્યું : “ભાઈઓ! સત્તાવન વર્ષથી હું શાસ્ત્રો વાર છું, ઉદાહરણો - આપું છું, મંદિર-દેવાલયમાં બેસી ભકિત કરું છું, સૌ ભકતોને ભકિત કરતા જોઉં છું- પણ હજુ મારામાં કે કોઈ ભકતમાં હું ઈશ્વરને સાચો આવિર્ભાવ ન લાવી શક્યો. ૯૦ વર્ષના આ સાધુના પશ્ચાત્તાપ પછી, એમનામાં સાચા ભાવ-સત્યને આવિર્ભાવ આવ્યો!... એ એની નિશ્ચિત જગ્યાથી બહાર નીકળી વિચારવા લાગ્યો !... એનામાં હવે સત્યને સૂરજ લાગી નીકળ્યો હતે. જરૂર માત્ર હતી, પેલા માટીની મૂતિ સર્જનારા કુંભાર જેવા નિમિત્તાની. -અને દૂરના એક જંગલમાં, એક મંદિરના ખંડિયેરમાં એણે સુંદર દશ્ય જોયું- એક અપંગ વૃદ્ધ એ તાજી વિયાયેલી કૂતરીને ખવરાવતો હતો . મેં મારા સંપ્રદાયના મંદિરમાં, આવું પુણ્યનું કામ કદી ન કર્યું. એટલે જ મને સત્ય ન લાધ્યું, ઈશ્વર ન મળે .” –ને પેલે અપંગ વૃદ્ધ, ઘોડીના ટેકે એની પાસે આવ્યો ને બેલ્યો : “કહે પ્રભુ! હું આપની શું સેવા કરું?” પેલા અપંગ પર એણે નજર કરી. બંને પગ નહોતા. એણે પેલા અપંગ સામે હાથ જોડી કહ્યું: “પ્રભુ, બેલે, હું તમારી શું સેવા કરી શકું? તમે તે અપંગ છે કૃપા કરી મારી સેવા સ્વીકારો.” પેલા સાધુની આંખમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. અપંગ હસતો હસતે ચાલ્યા ગયા. જતાં જતાં, ૯૦ વર્ષના સાધુના અંતરના મંદિરમાં ઈશ્વરનો સાચો આવિર્ભાવ સર્જતો ગયો - ગુણવંત ભટ્ટ

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158