Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 82
________________ દર પ્રબુદ્ધ જીવન રચવા આમંત્રણ આપવું અને લેાકસભાના વિશ્વાસ મેળવવા આદેશ આપવા. જગજીવનરામને ૨૦૨ સભ્યોનો ટેકો તો હતો જ. કદાચ ઘેાડા વધારે આવત. તકવાદીઓ, કાલી, ડી, એમ. કે, સામ્યવાદીઓ જનતા (એસ. ) ના, કોંગ્રેસ (એસ. )ના, કેટલાક આવત. આ સાંદાબાજી સર્વથા અનિચ્છનીય થાત. છતાં જે સંજોગામાં મૂકાયા હતા તેમાં ચરણસિંહ વડા પ્રધાનપદે ચાલુ રહે તેનાં કરતાં, જગજીવનરામ આવી રીતે રહે તે ઓછું અનિષ્ટ હતું. ઈન્દિરા ગાંધી જગજીવનરામને ટકવા ન દેત. તેમાં ચરણસિંહનો પક્ષ અને કૉંગ્રેસ (એસ.) જોડાણ થતાં ૧૫-૨૦ દિવસમાં જગજીવનરામને રાજીનામું આપી, લાકસભા વિસર્જનની સલાહ આપવી પડત અથવા રાષ્ટ્રપતિએ તે નિર્ણય કરવા પડત, તેથી જગજીવનરામની રખેવાળ સરકાર રહેત. આ લોકસભાએ પ્રજાનો વિશ્વાસ, સંપૂર્ણપણે ગુમાવ્યો છે તે નિર્વિવાદ હકીકત છે, તેને ચાલુ રખાય નહિ, ચાલુ રહી શકે નહિ, મારારજીભાઈની પેઠે જગજીવનરામને પણ રાષ્ટ્રપતિએ ભ્રમમાં રાખ્યા કે નહિ તે બીજો વિવાદના વિષય થયા છે. જગજીવનરામ અને ચન્દ્રશેખર કહે છે, તેઓ રાષ્ટ્રપતિને ૧૧ વાગે મળ્યા ત્યારે રાષ્ટ્રપતિએ કહ્યું, તેમને કાંઈ ઉતાવળ નથી અને જગજીવનરામના ટેકેદારોની નામાવલિ રજૂ કરવા કહ્યું. આ કહેતી વખતે, રાષ્ટ્રપતિએ લોકસભા વિસર્જન કરી, ચરણસિંહ સરકારને રખેવાળ તરીકે ચાલુ રાખવાનો નિર્ણય કરી લીધા હતા એમ કહેવાય છે. જગજીવનરામને મળ્યા પછી તુરત ચરણસિંહ અને તેમના સાથીઓને રાષ્ટ્રપતિ મળ્યા અને જગજીવનરામ નામાવલિ તૈયાર કરે, ત્યાં તે ૧૨ વાગે લોકસભાના વિસર્જનની જાહેરાત થઈ. આમાં પૂર્વ યોજનાની ગંધ આવે તો આશ્ચર્ય નથી. પૂર્વ યોજના હોય કે નહી, રાષ્ટ્રપતિએ ચરણસિંહ પ્રત્યે પક્ષપાત કર્યો છે અને મારારજીમાઇ અને જગજીવનરામને અન્યાય કર્યો છે તે વિષે શંકાને કોઇ સ્થાન નથી. દેશના વડા વિષે આવું કહેવું પડે તે અતિ ખેદની વાત છે. આનું સાચું કારણ શું તે તે બહાર આવે ત્યારે ખરું, અનેક અફવાએ સંભળાય છે. આ આખી ઘટનાથી જાહેર જીવનનું નૈતિક સ્તર નિમ્નતમ કોટિએ પહોંચ્યું છે. કોઇને વિષે માન કે આદર રહે તેવું નથી. ચરણસિંહ પણ આવા કાવાદાવા કરી, ૪-૬ મહિના વડા પ્રધાનપદે રહે તેમાં શું પ્રાપ્ત કરે છે? પ્રજાના તિરસ્કાર સિવાય શું મેળવે છે? આટલા બધા વ્યામાહ અને બુદ્ધિભ્રમ કેમ થતો હશે? આમ તો ચરણસિંહ હાય કે જગજીવનરામ રખેવાળ સરકાર હોય તેમાં પ્રજાને બહુ ફેર પડતો નથી. એક મોટી અનૈતિક અને કદાચ બિનબંધારણીય વસ્તુ બની છે તેનો ખેદ છે. આ બધામાં ઇન્દિરા ગાંધીની શઠતા વધારે જોવા મળે છે. છતાં, પતંગિયા પેઠે, રાજદ્રારી વ્યકિતએ તેના પક્ષમાં જોડાય છે. સ્વાર્થ માણસને કયાં નથી લઈ જતા? નવી ચૂંટણીમાં કોઈ પક્ષ સ્પષ્ટ બહુમતિમાં આવે એવી શકયતા અત્યારે જણાતી નથી. કોઈ પા તેને માટે લાયક નથી. એજ ચહેરામહેારા ફરીથી આવે તો પ્રજાનું દુર્ભાગ્ય લેખાશે. i આ કટોકટીએ ઘણી સમસ્યાઓ પેદા કરી છે. આવા પ્રકારની સંસદીય લેાકશાહી આ દેશને અનુકૂળ ગણાય કે નહિ તે પાયાના પ્રશ્ન વિચારણા માગે છે. આ અસ્થિરતાથી દેશની એકતા અને સલામતી જોખમાય એવી પરિસ્થિતિ સર્જાવાને ભય અસ્થાને નથી. પોતાના સ્વાર્થમાં રચ્યાપચ્યા રહેતા રાજદ્વારી પુરૂષો દૂર ભાવિ જોઈ શકશે નહિ. દેશના બુદ્ધિશાળી, ચારિત્રશીલ વર્ષે આ કામ ઉપાડી લેવું પડશે. આ યાતના અને કસેાટીમાંથી પસાર થવું પ્રજાના નસીબમાં લખ્યું છે. તા. ૨૭-૮-’૭૯ -ચીમનલાલ ચકુભાઇ તા. ૧-૯-'૩૯ છ પર્યુષણ વ્યાખ્યાનમાળા મુંબઈ જૈન યુવક સંઘ તરફ્થી પ્રતિ વર્ષ યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળા આ વર્ષે રવિવાર, તા. ૧૯ મી ઓગસ્ટ ’૭૯ થી સામવાર તા. ૨૭ મી ઓગસ્ટ ’૭૯ સુધી, બિરલા ક્રીડા કેન્દ્ર, ચેાપાટી ખાતે યોજવામાં આવી હતી. પર્યુષણ પર્વ તા. ૨૦મી ઓગસ્ટથી શરૂ થતાં હતાં, પરંતુ તા. ૧૯ મીએ રવિવાર હતા એટલે વ્યાખ્યાનમાળા એક દિવસ વહેલી શરૂ કરવામાં આવી હતી. આ વર્ષની વ્યાખ્યાનમાળામાં નવ વ્યાખ્યાતા બહારગામથી પધાર્યા હતા. ત્રણ વ્યાખ્યાતાઓ પ્રતિકૂળ સંજોગોને કારણે બહારગામથી આવી શકયા નહોતા. છ વ્યાખ્યાતાઓ આપણી આ વ્યાખ્યાનમાળામાં પ્રથમ વાર પધાર્યાં હતા. પહેલે દિવસે, રવિવાર, તા. ૧૯મીએ પહેલું વ્યાખ્યાન શ્રી શશિકાન્ત મહેતાનું હતું, પરંતુ મેારબીના ૨ેલ – રાહતના કાર્યમાં તેઓ રોકાયેલા હતા એટલે આવી શકયા નહોતા. આથી ‘નવકાર મંત્ર' વિશેના એમના વિષય ઉપર મે વ્યાખ્યાન અપ્યું હતું. મારા વ્યાખ્યાનમાં મે અન્ય મંત્રા અને નવકાર મંત્ર વચ્ચેના તફાવત સમજાવી, નવકાર મંત્રની વિશિષ્ટતા અને મહત્તા દર્શાવી, નમા પદની સાર્થકતા બતાવી, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પંચ પરમેષ્ઠિનું સ્વરૂપ સમજાવ્યું હતું. એ દિવસે બીજી વ્યાખ્યાન પ્રો. ચન્દ્રકાન્ત બક્ષીનું હતું. એમના વિષય હતા, ‘ઇતિહાસ: મનોવૈજ્ઞાનિક અને વૈશાનિક દષ્ટિ કોણ,' પ્રા. બક્ષીએ એમના વ્યાખ્યાનમાં પ્રાગ - ઐતિહાસિક અને ઐતિહાસિક સમયને! ખ્યાલ આપી ઇતિહાસનાં અર્થઘટનો કેવાં કેવાં બદલાયા કરે છે, ઇતિહાસના ભૂંગાળ ઉપર કેટલા બધા આધાર રહે છે, યુરોપના ઇતિહાસમાં અને ભારતના ઇતિહાસમાં બહારથી થયેલાં આક્રમણેા અને ત્યારે ત્યારે થયેલા રાજ્યપાલટા પાછળ કેવાં કેવાં વૈજ્ઞાનિક અને મનેવૈજ્ઞાનિક કારણા રહેલાં છે તે કેટલાંક સચોટ ઉદાહરણો સાથે સમજાવ્યું હતું. બીજે દિવસે તા. ૨૦મી ઓગસ્ટે પ્રથમ વ્યાખ્યાને હતું. ૐા. નેમિચંદ્ર જૈનનું. એમને વિષય હતો ‘જૈન ધર્મ-તિના વૈજ્ઞાનિ, તિના વ્યવહારિક', એમણે કહ્યું હતું કે જૈન ધર્મ ગતિશીલ ધર્મ છે. ધર્મ અને વિજ્ઞાન વચ્ચે અસંગતિ નથી. ધર્મ થેાડા વૈજ્ઞાનિક થવાની જરૂર છે અને વિજ્ઞાનને થાડા ધાર્મિક થવાની જરૂર છે. જૈન ધર્મ શ્રેષ્ઠતમ અસ્તિત્ત્વાવાદી ધર્મ છે. એમાં વ્યકિતને પૂરી સ્વતંત્રતા છે. ભગવાન મહાવીરે ઉપદેશેલા ધર્મમાં જીવંત સમાજશાસ્ત્ર રહેલું છે. એ દિવસે બીજું વ્યાખ્યાન હતું ડૉ. કુમારપાળ દેસાઈનું. એમના વિષય હતા.‘માતની મીઠાશ.’ એમણે પોતાના વ્યાખ્યાનમાં કહ્યું કે મનુષ્યત્વ દુર્લભ છે, પરંતુ માણસ ધન, કીતિ, સત્તા પાછળ આંધળા બનીને દાડે છે. જે જીવનના કર્તા બને છે, સત્કર્મનો બીજ વાવે છે તે મૃત્યુથી ડરતા નથી. જે મૃત્યુને ઓળખે છે તે જીવનને ઓળખી શકે છે. મૃત્યુ એ શાપ નથી, પણ વરદાન છે. મંગળવાર, તા. ૨૧મી ઓગસ્ટે પ્રથમ વ્યાખ્યાન હતું, પ્ર. રજનીબહેન ધ્રૂવનું. એમના વિષય હતા ‘સમાજ અને ધર્મ.’ એમણે પોતાના વ્યાખ્યાનમાં કહ્યું કે પૂર્વના દેશે. આધ્યાત્મિકતાથી દારવાયેલા છે, જ્યારે પશ્ચિમના લોકો ઐહિક સુખસગવડમાં વિશેષ રાચનારા છે. ધર્મ વિતંડાવાદને કારણે વગાવાયો છે. ધર્મના અર્થ વિશાળ કરવા જોઈએ અને એ ધર્મનું આચરણ સમાજના સંદર્ભમાં થવું જોઈએ. એ દિવસે બીજું વ્યાખ્યાન આચાર્ય શ્રી જયેન્દ્ર ત્રિવેદીનું હતું. એમના વિષય હતો; ‘ક્રોધ અને કરુણા,' એમણે પોતાના વ્યાખ્યાનમાં કહ્યું કે ક્રોધ એ માણસની મજોરી છે. અને અપેક્ષામાંથી આ કમજોરી જન્મે છે. ક્રોધમાં વેર વાળવાની અને નુકસાન કરવાની વૃત્તિ રહેલી હોય છે. કરુણામાં સહાય કરવાની ભાવના રહેલી છે. કરુણાના પ્રસાર કરવાથી સમાજ ચેતનવંતા બને છે. બુધવાર, તા. ૨૨મી ઓગસ્ટે પ્રથમ વ્યાખ્યાન હતું. ડૉ. મૃદુલા મારફતિયાનું. એમના વિષય હતા, ‘ગીતા અને આપણું જીવન.' એમણે કહ્યું કે ‘ગીતા ગૂઢ નથી, પણ આપણું જીવન ગૂઢ છે. જીવનમાં ઊભા થતા દ્રો, સંઘર્ષોમાં ગીતા આપણને માર્ગદર્શન આપે છે. સંસારમાં ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયની પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે, પરંતુ શાનીઓ અનાસકતભાવે એને જુએ

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158