Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 86
________________ પ્રબુદ્ધ જીવન ✩ ધર્મક્ષેત્રે ઈતિ દેશ અને દુનિયામાં ક્રાન્તિના વાયરાઓ ફુંફૂંકાઈ રહ્યા છે. જીવનનાં અને સમાજનાં વિવિધ ક્ષેત્રા - રાજકીય, ધાર્મિક આર્થિક, સામાજિક શૈક્ષણિક કે સાંસ્કૃતિક ક્ષેત્રામાં ભારે પરિવર્તન ઠેરઠેર આવી રહ્યું છે. જમાનાની માંગ અને હાસની નિયતિ બન્નેય ભેગાં મળીને નૂતન ક્રાન્તિ માટે સૌને એલાન કરી રહ્યાં છે. ત્યાંરે ડાહ્યા સમજદાર અને શાણા મનુષ્યાનું એ કર્તવ્ય છે કે, બદલાતી પરિસ્થિતિના નવા સંદર્ભને સમજવા અને નવા યુગની આકાંક્ષાને સમજીને તદનુકૂલ પરિવર્તન માટે પોતે અને પોતાની સાથે સંકળાયેલા સમાજને - સમુદાયને યાજમાતને યોગ્ય દિશા આપીને અગ્રસર થવું. પ્રવાહમાં પરિસ્થિતિનાં દબાણને કારણે ઘસડાવામાં વિવશતા, દીનતા અને લાચારી પ્રગટે છે. જ્યારે પરિસ્થિતિના પ્રવાહોને સમજીને એ દિશામાં અગ્રસર થવાથી તાકાત પ્રગટે છે. એટલું જ નહિ પણ સમાજને ચા જે તે સમુદાયને બળ મળે છે, પ્રેરણા મળે છે અને નવજીવન પણ મળે છે. ક્રાન્તિકારી પરિસ્થિતિની પ્રવાહિતા વચ્ચેય કેટલાક મનુષ્યો ‘વહી માર્ગ ઔર વહી રફતાર એ જ માર્ગ અને એ જ ગતિએ ચાલ્યા કરે છે એના એક નમૂનો જોવા જેવા છે પુષ્ટિ માર્ગીય વલ્લભ સંપ્રદાયના નાથદદ્વારાના મુખ્ય મહારાજશ્રીના પુત્ર રાજીવ બડેબાબા અને કાંકરોલીના દ્રારકાધીશ પીઠ ગોસ્વામીશ્રીનાં પૌત્રી રાજેશ્વરીનું લગ્ન રાજાશાહી ઠાઠથી ભપકાબંધ રીતે કરવામાં આવ્યું, જેમાં બે કરોડ રૂપિયાને ધૂમાડો કરી નાખવામાં આવ્યા. ખોટી રૂઢિઓ, ખાટી રસમો અને ખાટી માન્યતાઓના ચીલે ચાલ્યા કરે - ગબડયા કરે. આ આ દેશના ધર્મગુરુઓ, મઠાધીશો અને ધર્માધિકારીઓ સમજે કે વાયરો બદલાઈ ગયો છે. જૂની રૂઢિઓ, જૂની પરંપરાએ અને જૂની રસમોને પકડી રાખવા નથી શાન, શૌકત કે ઈજ્જત, પરિસ્થિતિની માંગને તેઓ નહિ પિછાને તે જે દશા રાજા-મહારાજાઓ રાજાઓ, ઠાકોરો અને ઠકરાતોની થઈ તે જ દશા દેશમાં હવેલીઓ, ચર્ચા, દેવળા, મઠો અને મંદિરોમાં બેઠેલા તખ્તનશીન મહારાજા અને મહારાણીઓની થશે. દોઢસો વર્ષની ગુલામીની બેડીઓને આ દેશની પ્રજાએ ગાંધીજીની રાહબરીમાં ફેંકી દીધી છે. જમીનદારી - જાગીરદારી અને રાજાશાહી - ઠકરાતશાહીના મૃત્યુઘંટ આ દેશની પ્રજાએ વગાડી દીધા છે. અર્થ અને સત્તાનું કેન્દ્રીકરણ કરીને દેશ ઉપર બબ્બે વર્ષ સુધી ચઢી બેઠેલી તાનાશાહીને આ દેશની પ્રજાએ ફગાવી દીધી છે. છેલ્લાં પચાસેક વર્ષમાં આ દેશમાં આર્થિક, સામાજિક, રાજકીય અને શૈક્ષણિક ક્ષેત્રે જે ભારે ઉથલપાથલો મચી રહી છે તેને દેશના કોઈ પણ કામ - જાતિ કે, સંપ્રદાયના ધર્મગુરૂઓ, ધર્મધૂર ધરા કે મઠાધીશો નજર અંદાજ ન કરે. ધર્મનું ક્ષેત્ર પણ ક્રાન્તિ નાઆ ધસમસતા વાય દરાએથી મુકત યા અલિપ્ત રહી શકશે પહિ રહી શકે પણ નહિ, પરિસ્થિતિના બદલાતા જતા પ્રવાહોને કોઈ નજર અન્દાજ ફરી જશે તો માર ખાશે અને હાર પણ ખાશે. પરિસ્થિતિને પામીને જે યોગ્ય પરિવર્તન કરવા માટે આગળ આવશે તે યશસ્વી અને ઓજસ્વી બનશે. આ જ્યારે આ દેશમાં વીસ કરોડથી મે વધુ લોકો ગરીબીની રેખાથી દૈનિક સરાસરી ૫૦ પૈસાથી) નીચે જીવતા હાય, કરોડો લોકો ગરીબી, બેકારી, નિરક્ષરતા, વિષમતા અને અભાવની આગમાં શેકાતા હોય ત્યારે આ દેશમાં ધર્મગુરુ એ અને મહારાજો એ દાન-દક્ષિણા - ભેટમાં મળેલા માને મુસચિત ઉપયોગ કરવા જોઈએ અને ઠાઠ - ભપકામાં એને વેડફી નાખવી નહિં જોઈએ ભગિની શ્રી વિમલાબહેન ઠાકરના શબ્દો યાદ રાખવા જેવા છે. “જે ધર્મ, ભકિતને નામે આપણને સમાજથી વિમુખ કરે છે. માનવતાથી વિમુખ કરે છે. તે ધર્મ નથી પણ અધર્મ છે. . જે અધ્યાત્મયોગને ઈશ્વર સાક્ષાકારને નામે મનુષ્યને, મનુષ્યથી અલગ કરે છે. મનુષ્યને સમાજથી અને સદાચારથી વિમુખ કરે છે એ અધ્યાત્મ નથી. પણ અધ્યાત્મનાઅભાવ છે. એવા ધર્મમાં આ અધ્યાત્મમાં મને કોઈ વિશ્વાસ નથી ભરોસો નથી, કે શ્રદ્ધા નથી.” એક જમાનામાં આ વાતને સ્વામી વિવેકાનન્દે બુલંદ રીતે દેશમાં તા. ૧-૯-’૭૯ નૂતન દષ્ટિ છીએ અને દુનિયામાં ગાજતી કરી હતી. “We are neither Vedanlist, nor puranics, nor tantrics, we are don't touchists... Our religion is in our cooking pot... Please don't truch me, I am noly...” અર્થાત્ આપણે નથી રહ્યા વેદાન્તીઓ, પૌરાણિકે કે તાંત્રિકો, આપણે તો થઈ ગયા અસ્પૃશ્યતાવાદીઓ આપણો ધર્મ રસોડામાં અને વાસણામાં જ ભરાઈ ગયા છે ... બસ ! મને અડશે નહિ, હું પવિત્ર છું” ... આવા બધા ખ્યાલામાં આપણે રાચીએ છીએ. નવાણધાવણ, છૂતાછૂત અને વાડાબંધીએ તથા મરજાદાઓથી આગળ જઈને આપણે વિચારવા માટે તૈયાર છીએ ખરા ? કે પછી બસ, કૂવાના દેડકાની જેમ સંકુચિત વાડાબંધીઓ કરીને, મરજાદા બાંધીને ‘ફ્રૂપમંડૂક’થઈને રાયાં કરવું છે? અથવા વિશ્વમાનવતાની ક્ષિતિજો સુધી વિસ્તરવું છે? એ જ વિવેકાનન્દે જમાનાની નવી માંગની બુલંદીને ગજાવી છે.” It is man-making religion that we want. It is man-making education that we want, and it is man-making. Society that we want.' (Thus spake Swami Vivekanand page : 5-15). અર્થાત્ આપણ એ ધર્મ જૉઈએ છીએ. જે મનુષ્યને સાચા માનવ બનાવે. આપણને એનું શિક્ષણ જોઈએ છીએ. જે મનુષ્યોને સાચો માનવ બનાવે અને આપણે એવા સમાજ જૉઈએ છીએ જે મનુષ્યને સાચા માનવ બનાવે. અણુવિજ્ઞાનના યુગમાં માનવિમુખ સમાજ વિમુખ કે જીવનવિમુખ એવાં અધ્યાત્મ કે વિજ્ઞાન કે ધર્મ ચાલી શકવાનાં જ નથી. ધર્મ અધ્યાત્મ અને વિજ્ઞાને જીવનાભિવિમુખ સમાજાભિમુખ અને માનવતાભિમુખ થવું જ પડશે. કાળ પુરૂષને એ તકાદો છે, જમાનાની બુલંદ માંગ છે. અને દેશની પરિસ્થિતિની ઉત્કૃટ આકાંક્ષા છે. એટલા માટે આ દેશના ધર્મગુરુઓ, મહારાજોને આપણે કહીએ કે દેશની પરિસ્થિતિને સમજા, નવી માગાને સમજો અને રીબાતી, સબડતી માનવતાને સમજો. પૈસાને બેફસા વેડફી દેવાને બદલે એના પ્રજાના હિતમાં સદુપયોગ કરો ૉ પ્રજા તમને માથે ચડાવશે, ઈજ્જત કરશે અને શાનશૌકત વધશે. નાણાની ઉપયોગ આંતરરાષ્ટ્રીય બાલ વર્ષમાં બાલ મંદિરો, બાલવાડીઓ માટે વાપરો, બેકારો માટે ઉઘોગ મંદિરો ઊભાં કરવા માટે વાપરા, શાળાઓ, દવાખાનાં કે વાચનાલયો પુસ્તકાલયો માટે વાપરો. તો પ્રજા પ્રસન્ન થશે. અને સાચા ધર્માચરણ તરફ વળથી ડૉ. હરીશ વ્યાસ વડીલ પ્રત્યેની વર્તણુંક ઘરડાં ને બાળકની સ્થિતિમાં ઘણું સામ્ય હાય છે. અણસમજુ બાળકની બાબતમાં આપણે જેમ કશું જ મનમાં નથી લેતા અને એની બધી જ બાલચેષ્ટાઓને જેમ ગંભીર ગણતા નથી તેમ, તન - મન – ધુન - જીવનથી નિર્બળ બની ચૂકેલાં ઘરડાં માવતરનાં વિવેકહીન વાણી - વિચાર - વર્તન અંગે પણ ઉંરની ઉદારતાની આપ ઓળખ આપજો. તમારા નાનપણમાં તેમણે ઘણુ બધું જતું કરેલું છે. માટે હવે તેમના ઘડપણમાં કહો કે તેમના બીજા બાળપણમાં – તમેય નેહભરી નજરે નિહાળી થોડુક જતું કરતાં રહેજો. વૃદ્ધોને તમે માત્ર ભૌતિક સગવડો પૂરી પાડે એટલું જ પૂવું નથી. તે ઉપરાંત તેમને હૈયાની હૂંફ આપે, તેમની વાતે શાંતિથી સાંભળા અને શકય હોય તો સહાનુભૂતિથી ઉકેલ, આખરી અવસ્થામાં તે કોઈ જ વસ્તુની અપેક્ષા નથી રાખતા, માત્ર નિરપેક્ષ કુટુંબ – વાત્સલ્ય ઝંખે છે. અનુભવની ઊંચી ટેકરીઓ ઊભનારને દૂર દૂરનું દેખાય છે. માટે સંસારના ટાઢા મીઠા વાયરા ખાનાર અનુભવીએની અવગણના દાપિ ના રા. અમૃતબિંદુ.

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158