Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 78
________________ . બુદ્ધ જીવન ન ચલાખ, ખુદી કો કર બુલંદ ઈતના કિ હર તકદીર સે પહલે । ખુદા બન્ને સે ખુદ પૂછે, બતા તેરી રજા કયા હૈ ! ‘તું તારી જાતને એટલી ઊંચાઈ ઉપર લઈ જા કે નસીબ લખતાં પહેલાં ખુદા પાતે તને પૂછે કે તારી શી ઈચ્છા છે ?' કેટલી બધી ખુમારીની વાત આ નાનકડા શેરમાં ભરી દીધી છે! પણ એ ખુમારી પ્રાપ્ત કરવા માટે મહેનત કરવાની વાત પણ ‘ખુદી કો કર બુલંદ ઈતના કહીને સાફ સાફ શબ્દોમાં કહી જ છે. અને ખુમારી તો કેવી કે ખુદ ખુદા પોતે ખૂછે, બીજા કોઈની મારફતે ખુછાવે એવું નહીં અને કહે છે ‘બન્ને સે’ વળી નમ્રતા પણ એટલી જ હોવી જોઈએ. ભકત બનવું પણ એટલું જ જરૂરી છે. દરેક માનવી જો આ શેરને યાદ રાખીને પોતાનું કાર્ય કરે તો આખી દુનિયાના નકશે. પળવારમાં બદલાઈ ગયા વગર રહે જ નહીં. આ ગાગરમાં સાગર ભરીને આપનાર આપણા મહાન શાયરને આપણે આજે લગભગ ભૂલી જ ગયા છીએ. આજથી લગભગ સા થી વધુ વર્ષ પૂર્વે એટલે કે ઈ.સ. ૧૮૭૫માં સિયાલકોટમાં જન્મેલા ઈકબાલના કેટલાક અશ આર જોઈએ. ‘મખજન’ પત્રિકાના સંપાદક શ્રી શેખ અબ્દુલ કાદિર બેરિસ્ટર - એટ - લા, એક જગ્યાઓ કહે છે કે જો હું પૂર્વ જન્મમાં માનતો હોત તો જરૂર એમ કહેત કે, ગાલિબને ઉર્દુ અને ફારસી માટે એટલા બધા પ્રેમ હતો કે મર્યા પછી પણ એમને શાંતિ ન મળી ને એટલે સિયાલકોટમાં ફરી માણસનું શરીર પહેરીને એમને જન્મવું પડયું. જ્યાં એમને ઈકબાલ નામ આપવામાં આવ્યું. ઈકબાલ, પયામે મશરિક' માં એક જગ્યાએ કહે છે, ખુદાને કયામતને દિવસે બ્રાહ્મણ કહેશે “જીવન ઝરમર તા માત્ર ચિનગારીની ચમક પૂરતી જ હતી; પર ંતુ તેને માઠું ન લાગે તો કહું, કે મારી મૂર્તિ તારા આદમી કરતાં પવતર નીકળી! !” માનવી એ પ્રભુએ બનાવેલી મૂર્તિ છે. માનવી અહીં અમરપટા લઈને નથી આવ્યો. થોડા સમયમાં એ માતને શરણ થઈ જાય છે. જ્યારે કવિ અહીં ગર્વથી ઈશ્વરને સંબોધીને નમ્રતાથી કહે છે: કે, જે મૂર્તિ મેં બનાવી છે તે તારી મૂતિ કરતાં વધારે સમય સુધી અહીં રહે છે. તારી બનાવેલી મૂર્તિ મારી રચાયેલી મૂર્તિ કરતાં કાચી છે. નબળી છે. એટલે કે તારા કરતાં મારામાં વધારે શકિત છે. પ્રભુની શકિતને ઓળંગી જવાની વાત દરેક શકિતશાળી માનવી હંમેશાં કોઈ ને કોઈ રીતે વિચારતા હોય છે. શકિતશાળી માનવી હહંમેશાં એવું સર્જન કરવા ચાહે છે જે એની હયાતીને ક્યાંય અતિક્રમી જાય. ઈકબાલે માનવીની આ ભાવનાને અનેક રીતે એમના કાવ્યોમાં રજૂ કરી છે. રસ ઈકબાલને ક્લિસૂફીમાં ઘણા જ હતો અને એનો એમણે ઘણા જ ઊંડો અભ્યાસ કર્યા હતા, અને એને પરિણામે એમની કવિતામાં એના પ્રભાવ જયાં ને ત્યાં દેખાયા વગર રહેતા નથી. નાનક, કબીર કે આપણા અખા જેવા પણ કાવ્યા. એમની પાસેથી મળે છે. ઈકાલ કહે છે: જીવનની પરિપૂર્ણતા ચાહે છે? આંખ ખાલવી અને ખુદ વિણ કોઈ પર તેને નહીં મીંરાવી શીખી લે. દુનિયાને પાણીના પરપોટા સમ ફોડતાં અને ઊરાનીચની ઈંદ્રજાળ તોડતાં શીખી લે,' એમણે દરેક સ્થળે પોતાની જાત ઉપર ભાર મૂકવાનું કહ્યું છે. કોઈ આપણને શું મદદ કરતું હતું? આપણે જ આપણી જાતને તૈયાર કરવાની છે. જે કઈ કરવાનું છે તે માનવીએ પોતે જ કરવાનું છે. અને વધારે મર્મની વાતને સમજાવતાં એ કહે છે. ‘હું શું કહ્યું કે, નેકી બદીના મર્મ શું છે? કહેતાં જીભ ક૨ે છે; કારણ કે, એના અર્થ ખૂબ ગૂંચવણભર્યા છે. ગુલાબ અને કટક તને માત્ર ડાળ બહાર જ દેખાય છે. ડાળની અંદર તે ન ગુલાબ છે, ન કંટક! દીધા છે. એટલે એમણે પાપ પુણ્યના છેદ જ ઊડાડી બન્નેનું કઈ નથી. દરેક માનવી સરખા જ છે. ભીતરથી એટલે ખરી શોધ ભીતરની શોધ છે. કારણકે, સરવાળે આખીયે સૃષ્ટિ પ્રભુની સરજત છે. જે બધા તફાવત દેખાય છે. તે ઉપર ઉપરના જ છે, અંદર તો એ જ સનાતન તત્ત્વ છે. તે પછી કાર્યો જોઈને કોઈના તરફ ઘૃણા કરવી કે એના તરફ આકર્ષાનું એ બધું અર્થહીન એનાથી પર થઈ જવું હીતાવહ છે. વળી એમણે આપેલા દાખલામાં જોઈએ તે એક જ છેડ ઉપર ગુલાબનું ફૂલ અને છે. તા. ૧૬-૮૭૯ ન કટક કટક હોય છે. એ ની પ્રકૃતિ છે. એટલે જે રીતે એ છે એ જ રીતે એને સ્વીકારી લેવું યોગ્ય છે. એકને સ્વીકારવું અને એકને અવગણવું શકય નથી. આ જ ભાવ બીજી રીતે આપણી જાણીતી પંકિતમાં જોવા મળે છે. સુખદુ:ખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડી; ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડીયાં અને એટલે જ આવી પંકિતઓ આપણને સ્થિતપ્રશ થવાનું કહે છે. હવે આ જ વાતને સમય જોડે ઘટાવી જોઈએ તે સમયમાં આવા વિકારો થતાં જેવાં મળે છે, પણ સમગ્ર રીતે દર્શન કરતાં આ વિકારોનું કાંઈ જ મહત્ત્વ નથી અને એટલે ઈકબાલ એમના કાવ્ય ‘મીન અને ગર્ ડ’ માં ગરુડ દ્વારા માછલીને કહે છે: ‘હું ગરુડ - બચ્ચા છ'; ધરતી સાથે મારે શા સંબંધ ? સહરા હોય કે સિધુ, સર્વ કોઈ અમારાં પીંછાં અને પાંખની નીચે છે.' ‘જળના છેડા છેાડ અને વાતાવરણની વિશાળતા ગ્રહણ કર; એ મર્મની મહા તે જ દષ્ટિ જોઈ શકે છે; જે જોવાની શકિત ધરાવે છે.’ વળી ‘અનંત જીવન’ માં પણ એ જ ભાવનાને જુદી રીતે વ્યકત કરે છે. ‘જીવવું હાય, તે પર્વતા પેઠે દઢ અને આત્મરક્ષિત જીવ; તણખલાં અને રજકણની જયમ નહીં, કારણ કે ઉગ્ર પવન વાઈ રહ્યો છે અને અગ્નિ નીર બની લપકી રહ્યો છે.’ આવી અનેક અર્થગર્ભ કાવ્યપંકિતઓ આપણને ઈકબાલની કવિતામાંથી મળે છે. જેની ચર્ચા કરવા કે અર્થઘટનો કરવા બેસીએ તે સમય ક્યાંય વીતી જાય. કલ્પનાર્થે કલ્પનાથી સભર - પારા જેવી પંકિતઓથી સાફ્સ ભરેલાં અનેક કાવ્યો એમણે આપણને આપ્યાં છે. ઈકબાલ કોઈને ચૂસ્ત ગુરિલમ લાગે છે તે કોઈને હિંદુ લાગે છે તો કોઈને માનવતાવાદી ને બીનમજહબી માનવી લાગે છે, અને એ જ એમની સિદ્ધિ છે. એમને કોઈ સામે તાત્વિક વિરોધ નથી. ઈકબાલ પોતે જ પાતાની કવિતા માટે એક કાવ્યમાં કહે છે, ઇકબાલની 'મનહર કવિતા તમને પંથે પાડી શકે છે; કારણ કે તે ફિલસૂફીના પાઠો શીખવે છે અને પ્રેમનો વ્યવહાર કરે છે. -સુધીર દેસાઈ શું ઢાકુ ? પાપ કે દેહ! દિલ્હીમાં એક વૃક્ષ નીચે સરમદની સમાધિ અત્યારે પણ મેાજુદ છે. એ જગા પર દસેક વરસ મસ્ત આલિયા સરમ દિગંબરાવસ્થામાં સ્વસ્થ ચિત્તે બેઠા હતા. કહે છે કે, એક વેળાએ સહેનશાહ અરીંગઝેબની સવારી ત્યાં થઈને નીકળી, ઔરંગઝેબે આ દિગંબર ફકીર વિષે ઘણ વાત સાંભળી હતી ઔરંગઝેબ પેાતાના સ્વભાવ મુજબ આ બધી બાબતાના વિરોધી હતા સરમદ પ્રત્યે તેને સખત નફરત હતી, આથી એણે કહ્યું : “સરમદ ! આ શું માંડયું છે? બગલમાં કામળા રાખ્યો છે, તે શરીર પર ઓઢી લેતાં તને શું જોર આવે છે? આમ પડયા રહેવું તને શોભે છે?' મુખ પર સ્મિત ફરકાવતા સરમદ બાલ્યા: “અરે બાદશાહ, મારા આ દેદાર તમને ન રૂચતા હોય તે મારા શરીર પર તમે જ કામળા કેમ ઓઢાડી દેતા નથી? મારામાં એટલું જોર કર્યાં છેકે હું કામળા શરીર પર મારી મેળે ઓઢી શકું?” સરમદની આવી અટપટી વાતથી ઔરંગઝેબને ખૂબ લાગી આવ્યું. તે પેાતાની સવારી પરથી નીચે ઊતર્યો. સરમદનો કામળે અણે ખે’ચવા માંડયા પણકામળા એક તસુ પણ ખેંચી શકાયા નહિ. ઔરંગઝેબથી સરમદને એ કામળા ખેં ચાયા જ નહિ! ઔરંગઝેબ એ સાત્ત્વિક ફકીરનો કામળા ખેંચતાં પરસે રેબઝેબ થઈ ગયા. કરણ કે કહે છે કેકામળાની પાછળ એને ભયાનક દશ્ય દેખાયું એનાથી તે ધૂ જી ઊઠયા. હતા. પેાતે જે નિર્દેશિની હત્યા કરી હતી તેમના માથાં એને ત્યાં દેખાયાં હતાં. ત્યારે સરમદે, કહ્યું હતું: “હવે બાદશાહ, તમે જ કહેા. શું વધુ જરૂરી છે - તમારાં પાપોને ઢાંકવાનું કે મારા દેહને ઢાંકવાનું ?”

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158