Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 76
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૮-૭૯ પંગુલંઘયતે ગિરિ -- એકે નહિ, બે નહિ ત્રણ ચાર નહિ, આઠ આઠ વર્ષથી ૨૦ વર્ષના યુવાન જીની સાનભાન વિનાને હોસ્પિટલના બિછાનામાં પડયો છે, ભયંકર અકસ્માત નડયો છે, ત્રીસ ત્રીસ દાડા તો કોમામાં પડી રહ્યો હતો, અને એમાંથી નીકળ્યા પછી પણ એ ભાનમાં આવ્યું જ નથી. આઠ આઠ વર્ણ, એક યુવાન પુત્રને આ સ્થિતિમાં જોઈને મા-બાપ હિમ્મત રાખી શકે ખરા! ધીરજ ધરી શકે ખરાં! છતાં જીનીના માતાપિતા ઉપચાર કર્યો જ જાય છે, ફળ શું મળશે તે તો ઈશ્વર જાણે જીની જીવતા મુડદા સામે પડ છે, નથી કંઈ જાણત, જોતો, કે નથી કોઈને ઓળખતે, નથી ખાવાનું siાન,કે નથી સુવાનું શાન, બધી જ ક્રિયા મંત્રવત ચાલે છે. ડોક્ટરની અને દવાથી મદદથી અનેક નિષણાત તપાસે છે, નાસર્જન વગેરેએ એના માટે આશા મૂકી જ દીધી છે, અને ઘડી ઘડી સૌના મનમાં પ્રશ્ન જાગે છે કે આ જીવે તે કરતા ટથેનેસીયાથી, મર્સી કીલીંગથી છુટકારો કરાવ શું છે તે કરતા એને ઉડી સૌના મનમાં એના માટે આશા જયાં કશી જ આશા નથી દેખાતી ત્યાં એ પીડાય, ને માતાની શારીરિક, અને આર્થિક વિટંવણાને પાર ન રહે ત્યાં મરજીયાત મૃત્યું શું બેટું? ડોક્ટરએ માતા પિતાને એ સુચન કર્યું પરંતુ પિતાને એ મંજૂર નથી, કારણકે એ જીની એમને એકને એક જ દીકરે છે. ડકટરોએ સાફ સાફ કહી દીધું છે, કે એના બ્રેઈનને ઈજા પહોંચી છે તેથી એ જીવશે તે પણ આ જ રીતે, મડદા સમાન જ, અને સાથે જ ભલામણ કરતા કે આ કરતા મને. એ શબ્દ જ માબાપને અળખામણ લાગતે ડોકટરે કહી દીધું કે એના માટે હવે કંઈ પણ કરવું અશકય છે, માટે તમે હવે એને ઘેર જ લઈ જાઓ, અને ઘેર લઈ આવ્યા. જીનીના પિતા સુતારી કામ કરે, રોજ સાંજે પુત્ર માટે વહેલા ઘેર આવે, જીનીને માટે ઘડી બનાવી, એની મદદે ચાલી શકે તે ચલાવવા પ્રયત્ન કરે પરનું ફળ કશું મળતું નહોતું. એને કારમાં ફરવા લઈ જતાં, માનીને કે કદાચ બહારનું કોઈ દશ્ય જોતા એનામાં ચેતના જાગે, પરંતુ જેની તે ઊંઘતે જ રહેતે, આખો દિવસ ટી. વી. એના માટે ચાલુ રાખતા, માનીને કે કોઈ દ્રશ્ય, કોઈ વાત એનામાં સૂતેલી ચેતના જગાડે, પરંતુ ત્યાંય ફળ કંઈ જ મળતું નહોતું. આંખો ફાડીને ટી. વી. જે પરતુ માં પર કોઈ જ ભાવ જાગતા નહોતા. - કસરત કરવાના અનેક સાધનો વસાવ્યા પરનું જીની કસરત કરતો જ નહોતે, સૌ સગાંવહાલા, શુભેરછક, મિત્રો વગેરે માતપિતાને કહેતા કે આની પાછળ ખુવાર થવાને હવે કશો જ અર્થ નથી, કાં ડોકટરો કહે છે તે કરો, કો આને કોઈ હોસ્પિટલમાં જ રાખે, પરનું મા બાપને એમની કોઈ વાત ગળે ઊતરતી નહોતી. માતપિતાની સ્થિતિ એકદમ સાધારણ છતાં જયાં જયાં જે કોઈએ કહ્યું કે ફલાણી જગ્યાએ આને ઉપાય થશે, ત્યાં ત્યાં એ લઈ જતા, અનેક સાઈક્રીયાટ્રીસ્ટને બતાવ્યો, ન્યુરોસર્જનને બતાવ્યો, ન્યુરોલોજીસ્ટને બતાવ્યો, જવાબ એક જ આના માટે કંઈ જ થઈ શકે એમ નથી. કોઈ એ કહ્યું ટેકસાસમાં આવા માટેની સંસ્થા ચાલે છે, ત્યાં મૂકો. ત્યાં મુક, થોડા સમયમાં જ ત્યાંથી પણ પત્ર આવ્ય, આના માટે કંઈ જ થઈ શકે એમ નથી, માટે આને લઈ જાઓ. ૧૯૭૫ની સાલ, એપ્રિલ મહિને અને આવું તો હતું જ એમાં જીનીને ગોલબ્લેડરની તક્લીફ ઉભી થઈ, ઓપરેશન કરવું જ પડે તેમ હતું, અને એ માટે એને સ્પેસીયા આપવું પડે જ, અને એના પ્રત્યાઘાત કે પડશે તે કોઈ જાણતું નહોતું. ડોકટરોએ સ્પષ્ટ કહ્યું કે કદાચ એનાથી મૃત્યુ પણ પામે, કદાચ અત્યારે છે તેથી પણ વધુ કોમામાં સરી પડે. શું કરવું તે સૂઝતું નહોતું, મા-બાપ નક્કી કરી શકતા નહોતા, સમય જતે હો, ગોલબ્લેડરમાં બગાડો ઝડપી થઈ રહ્યો હતો તેથી અંતે ઈશ્વર પર ભરોસે મૂકીને ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું. ઓપરેશન થઈ ગયા પછી જીની લગ મગ ૩૦ કલાક તો ઊંઘતો જ રહ્યો અને જયારે એ ઘોર નિદ્રામાંથી જાગ્યો ત્યારે...ત્યારે પણ એપરે શન પહેલા હતા તે જ હતો; ન જ્ઞાન ભાન, ન ઓળખાણપાળખાણ, અને ઓપરેશન કર્યાને ૬૫ કલાક થયાં અને... અને ન મનાય, ને કલ્પી શકાય એવું થયું. આઠ આઠ વર્ષથી બેભાન, જીવતાં મડદા સમે જીવી જાણે. ખૂબ ઘેરી મંદિરમાંથી જાગ્યા, એકદમ ઘોર અંધકાર ભરી ગુફામાંથી જાણે બહાર આવ્યો, એ સાલ હતી ૧૯૭૫ અને મે મહિનાની ૧૬મી તારીખ હતી, સમય હતો દોઢ વાગ્યાન. જીનીએ આંખો ખોલી સામે બેઠેલીમાં તરફ જોયું, શબ્દ તે હજી નીકળતું નથી, મનમાં થાય છે કે માં આટલી ઘરડી કેમ લાગે છે. ન સમજાય, શબ્દો નીકળ્યા, મા હું કયારથી હોસ્પિટલમાં છું. આઠ વર્ષ પછી આ પહેલી જ ઓળખાણ, પહેલા જ શબ્દ માતાથી મનાતું નથી, આવું મીરેકલ બને ખરું! સ્વપ્નામાં તે નથીને! ફરી પુત્રને પ્રશ્ન અને માતા જવાબ આપતા થોથવાણી, હૃદય હચમચી ગયું, માએ માં ફેરવી લીધુ, આંસુ લુછી લીધા, અને કહ્યું બેટા, ત્રણચાર દાડાથી. આઠ વર્ષ કહે અને જાગેલા દીકરાને આઘાત લાગે ને ફરી પાછો એ અંધકારમાં ગરકી પડે છે. ત્રણ દા'ડાથી હું અહીં છું, મારી કોલેજ પડી, મા જાણે છે ને પાંચ દા'ડાથી વધુ ગેરહાજર રહું તો સસપેન્ડ કરી નાખે, મા, કેટલા દાડાથી હું કોલેજ ગયે નથી? મા મૂંઝાણી એની આંખો બારણા તરફ ઢળી, કોઈ નર્સ ડોકટર આવી ચડે તે સારું, નહિ તો આ ઘડી ગઈ, તે અને માએ ચેતના જાગ્રત રહે તે ખાતર જ પૂછયુ બેટા જીની તું જાગે તે છે ને? ‘હા, માં, હું બરાબર જાણું છું, તે એમ કેમ પૂછયું કરતા એ | બિછાનામાં બેઠા થવા લાગ્યો, અશકિત લાગી, ત્યાં જ ડાકટર આવી પહોંરયા. એમણે જીનીને સંભાળી લીધા, માની ન શકાય તે આ બનાવ તેવી આ ઘટના, ધીરે ધીરે જીનીને બધી જ વાત કહી, આઠ આઠ વર્ષની બધી જ વાત, અકસ્માતની માંડીને બધી જ, થોડી ક્ષણે તો જીની કશું ન બોલ્યો, પછી ઘણા મિત્રો વિષે પૂછયું, કયાં છે ફલાણા ફલાણા, જવાબ મળ્યા કે ઘણા પરણી ગયા છે, અમુકને વાં બાળકો પણ છે, વિએટનામનું યુદ્ધ પૂરું થયું છે, લીન્ડજોન્સન હવે પ્રમુખ નથી. ડોકટરો મળ્યા છે અને જીની સંપૂર્ણપણે જાગ્રત છેતે કહ્યું, હવે કશો ડર નથી તે પણ કહ્યું. એક ડોકટરે તે બોલી ન ઉઠયા કે ખરેખર થઈ, We treat and Heeuresજયાં માનવીના બધા જ હથિયાર હેઠા પડે છે ત્યાં ઉપરવાળે ઊગારી લે છે. એ જ તે પંગુને ગિરી પર ચડાવવા સમર્થ છે કોણ જાણી શકે છે એની શકિતને. જીની ઘેર ગયો. ઘર, બાર, જર, જમીન વિષે પિતાને પૂછયું, પિતાએ કહ્યું: બેટા એ બધું જ તારી સારવાર પાછળ વેચાઈ ગયું છે, - જીનીની આંખમાંથી આંસુ ખય. માની આંખો પણ વરસી રહી. પિતાએ માં ફેરવી લીધું, આઠ આઠ વર્ષે મા-બાપ ને પુત્ર સુખદુ:ખની વાત કરી રહ્યાં હતા ને જેની મુદલ આશા નહોતી તે માતાપિતાની ટેકણલાકડી બનવાને સંકલ્પ જાહેર કરી રહ્યો હતે. જીની હવે તદ ન નોર્મલ થઈ ગયો છે, જરા આંખની જ શોડી તકલીફ છે, ભણવાને સમય તે હવે ગયો, એ પિતા સાથે કામે લાગી ગયો છે અને કામ કરતા હરતા ફરતા એક જ વિચાર અને આવે છે કે, આવા મા-બાપ બીજાના નસીબમાં હશે ખરો જેને આપ્યાનું, ઉછેરવાનું ણ તો ખરું જ પરંતુ આ નવજીવન આપવાનું ષ્ણ જીની કદી ચૂકવી શકવાને નથી એમ કહે છે ત્યારે માં એટલું જ કહે છે બેટા, તું હતો એ જ પાછા અમને મળી ગયે ને અમારું રૂણ ચુકવાઈ ગયું. આ વાત અહીં પૂરી થાય છે. આ વાત વિચાર જગાડે છે કે મસ કીલીંગ, કયાં સુધી યોગ્ય છે? જુથનેસીયાને નિર્ણય કોણ કરી શકે ? કોણ જાણતું હતું કે આઠ વર્ષે પણ જીની જાગશે. માટે જ આવા નિર્ણયો લેતા પહેલા ખૂબ ખૂબ વિચાર કરવો આવશ્યક નથી? મૂળલેખક: જોસેફ બ્લેન્ક અનુ: રંભાબેન ગાંધી

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158