Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 75
________________ તા. ૧૬-૮-૭૯ પ્રભુ વન જીવનનું આ પૃથ્વી પર મનુષ્ય જન્મ લે છે ત્યારથી તે મૃત્યુ પર્યંત એને સતત રીતે જીવવાનું જ હોય છે એ હકીકત છે. એ પોતે જીવનને કેવી રીતે સમજે છે, બદલાવે છે, તેનું સમર્થન કરે છે, તેના પર જ તેનું સારૂં ય જીવન અવલંબિત રહે છે. હરેક મનુષ્યની અંદર અનેકવિધ શક્તિ પડેલી હોય છે. આ શકિતઓને એ જેટલે દરજજે ખીલવે છે તેના પર એના જીવનનું ધ્યેય નક્કી થાય છે. જીવનમાં બહુ જ અગઊંચામાં ઊંચું ધ્યેય પણ દિનપ્રતિદિન ઊંચા તેમજ તેમની ચેતનાનો વિશાળતામાં પરિણમે છે. ધ્યેયને ત્રણ જુદા જુદા જે “જીવનનું ધ્યેય' એ મનુષ્યનાં ત્યની વાત છે. જે મનુષ્ય જીવનમાં નક્કી કરતા રહે છે. તેમનું જીવન ઊંચા શિખરો સર કરતું રહે છે, પણ અનેકગણા વિસ્તાર થતા રહે છે સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે, સામાન્યત: અનેક પ્રકારનાં વિભાગમાં વહેંચી શકાય છે. (૧) સાંસારિક (૨) નૈતિક (૩) આધ્યાત્મિક જેઓ શરીર ચેતના સાથે ખૂબ જ જોડાયેલા હોય છે. તેઓને મન સ્વાભાવિક રીતે જ સંસાર એ બહુ જ અગત્યનું ક્ષેત્ર હોય છે. ખાવું, પીળું, ફરવું, પરણવું, પ્રજોત્પતિ કરવી, સાંસારિક વ્યવહાર કરવા, પોતાને અનુરૂપ પ્રવૃત્તિ કરવી, ઊંચી નોકરી કરવી અથવા વ્યાપાર કે કોઈ સારો દરજજો ભાગવા અને સમયનાં વહેણ સાથે આગળ વધતાં રહી શેષ જીવન ખૂર કરવું તથા તેનો સંતેષ અનુભવવા. પોતાના કે બીજાનાં મૃત્યુની વાત થતાં જ આકુળતા અનુભવવી અને ચિંતા કરવી. આ એમના એક સ્વાભાવિક સ્વભાવ હોય છે. સાંસારિક ધ્યેયવાળી વ્યકિતઓ જેમ મહાસાગરમાં બે લાકડાં મળે તેમ મળે છે. થૅડે સમય સાથે ગાળે છે. એક બીજાના સુખ દુ:ખમાં ભાગ લે છે અને પછી વિખૂટા પડે છે. તે કયારેય વિચારતા નથી કે જે મહાસાગરમાં હું તરૂં છું તે શું છે? શેના બનેલા છે? વ્યકિતઓ મળે છે અથવા હું જેને મળું છું તે શું કામ? શું કારણ? શેને માટે? તેઓને મન બધા જ જીવનવ્યવહાર બરાબર છે, સ્વાભાવિક છે. તેનાથી પર બીજુ કાંઈ હાઈ શકે વિચાર સુદ્ધાં કદી તેમને આવતા નથી; અને કદાચ આવે કે સાંભળે તેમ તે બિલકુલ જરૂરી નથી એમ કટી હસતાં, હસતાં વાત કાઢી નાંખે છે. આ બધા મનુષ્યા મહિમુખ Extrovert હોય છે અને જે ઈન્દ્રિયો વડે દેખાય કે સંભળાય તેટલું જ સાચું એમ માની લે છે. મને એવા બીજા વિભાગમાં જીવન જીવતાં મનુષ્યો સાંસારિક જીવન એટલે પહેલાં પ્રકારનું જીવન જીવતાં જીવતાં સાથે સાથે નૈતિકતાને પણ ઘણું મહત્વ આપતાં હોય છે. તેઓને મન • નૈતિક જીવન એ એમનું ધ્યેય હોય છે. પવિત્રતા, નિ:સ્વાર્થીપણું પ્રમાણિકતા અને પ્રેમને તેઓ એમનાં પૂર્ણ ભાવમાં જોવા તેમ જ જીવવા મથતા હોય છે. Absolute parity, Absolute unselfishness, Absolute Homesty અને Absolute એમના આદર્શ હાય છે. જીવનની હરક્ષણ Love. 2-11 તેઓ એ બાજુ આગળ વધતાં રહે છે. નાની નાની ભૂલ થઈ જાય તે પણ તે પોતાના અંતરઆત્માની માફી માગી લે છે. જીવનમાં રસ્તા બતાવવા માટે પણ તેઓ હંમેશા એના અંતરઆત્માનું માર્ગદર્શન માગતાં રહે છે. આ લોકો વિચાર, વાણી અને વર્તનની પવિત્રતામાંથી એકની પણ ઉણપ હોય તે પણ ચલાવી લેતા નથી. ભૂલ્યા ત્યાંથી ફરીથી સુધારીએ એ રીતે તેઓ પોતાને બરાબર જોતાં હોય છે. પાતાનું કડક રીતે નિરીક્ષણ કરતાં હોય છે. સામાન્ય સાંસારિક લાકો કરતાં આ લોકો એક પગથીયું આગળ હાય છે. સંસારમાં રહેવા છતાં તેઓ સંસારના કાવાદાવા, બીજાની નિંદા, ચાત વગેરેમાં સમયના દુર્વ્યય કરતાં નથી. તે આવી બાબતમાં ઘણાં જ સભાન હોય છે. પરંતુ ઘણીવાર નૈતિક ખ્યાલાની અતિશયતાને કારણે ધ્યેય નૈતિક જીવન જ બધું છે અને એ જ આધ્યાત્મિક જીવન છે. એવા ભ્રમમાં તેઓ રહે છે. “અમે બીજાનું ભલું કરીએ છીએ,સેવા કરીએ છીએ, દુ:ખીઓને મદદ કરીએ છીએ, ખોટું બેાલતાં નથી,ચારી કરતાં નથી, અમારી જીવન જરૂરિયાત બહુ જ ઓછી છે. બૅટી રીતે લક્ષ્મી કમાતા નથી” - આવા અનેક કારણે। મનને આપી તેઓ ખુશ રહે છે અને કોઈ જો ધર્મ કે આધ્યાત્મની વાત કરે તો તે જાણે તેમના વિષય જ ન હાય કે તેઓને એ વિષય સાથે કાંઈ લાગતુંવળગતું ન હોય એમ, સાંભળતા નથી. વાચન તેમજ બુદ્ધિ વિચારને લીધે તેમના બૌદ્ધિક વિકાસ પણ ઘણા જ હોય અને તેથી જ તેઓ તેમાં સંતોષ માની લે છે. મનુષ્યમાં જ્યાં સંતોષ આવી ગયો અથવા તો પોતે બધું જ જાણે છે, સમજેછે, અને એ પોતે જે કહે તે જ બરાબર છે એવી ભાવના કેળવાઈ ગઈ ત્યાં પ્રગતિ અટકી જાય છે. બાહ્યમાં દેખાતી પ્રવૃતિ સાચા અર્થમાં પ્રગતિ નથી પ્રગતિ એ આંતરચેતનામાં થતી મનુષ્યની ઉન્નતિ છે. આમ જુદા જુદા મનુષ્યનું જીવનનું ધ્યેય જુદું જ દુ હાય છે. આમાં સૌથી ઊઁગમાં ઊંચું ધ્યેય એ ત્રીજા વિભાગનું આધ્યાત્મિક ધ્યેય છે. આધ્યાત્મિક ધ્યેયમાં મનુષ્ય પોતાના આત્માને એટલે કે પોતે જે તત્વના સાચા અર્થમાં બનેલા છે તેને જાણવા, સમજવા તથા પામવા ખરા ખંતથી કોશિશ કરે છે. એ ફકત કોશિશ કરે છે, એટલું જ નહીં પણ પુરી સમાનતા સાથે તેને મેળવવા પ્રયત્ન કરે છે અને તે માટે તેને જીવનમાં જે કંઈ પણ કરી છૂટવું જરૂરી લાગે તે તે કરવા તૈયાર થાય છે. એ પાતાના આત્માને પામી, બીજામાં પણ એ જ તત્વ છે એમ એળખી, સૌમાં પરમાત્મા છે એમ જાણી, એમને વંદન કરી, સર્વેના જીવનનાં કલ્યાણ અર્થે ધ્યાન, પ્રાર્થના દ્વારા શુભ આંદોલનો વહેતાં કરે છે તેમજ શકય હાય તે। સમાજમાં રહીને દેહથી પણ લોકોપયોગી કાર્યો કરે છે. આધ્યાત્મિક જીવનમાં પ્રવેશનાર મનુષ્ય બરાબર સમજે છે કે નીતિ એ સામાન્ય જીવનના એક ભાગ છે. એ બાહ્યવર્તનનું અમુક માનસિક નિયમોથી નિયમન કરવા માટેના અથવા તે એક અમુક માનસિક આદર્શ મુજબ આ નિયમોથી અરિત્ર્યને ઘડવા માટેના પ્રયત્ન હોય છે. અધ્યાત્મ જીવન મનથી આગળ જાય છે; તે આત્માની અધિક ગહન ચેતનામાં પ્રવેશ કરે છે અને આત્માના સત્યમાંથી કાર્ય કરે છે. આ ધ્યેયને આદર્શ માનનાર મનુષ્ય માટે પ્રભુ જ સર્વસ્વ હોય છે, તેમનાં દિવ્ય ગુણાનું જ પોતાના ચારિત્રમાં વર્ધન થાય તે માટે તે સતત પ્રયત્નશીલ રહે છે. એ પ્રભુને પોતાનામાં તેમ જ સંસારની દરેક વ્યકિત, પદાર્થ પ્રાણીમાં જુએ છે. એને મન પરમાત્મા જ આ જગતના સ્વામી છે. અને એમના - દિવ્ય પ્રકાશમાં જ જીવન સતત ધારણ કરી રાખવું એ એના મનસુબા હાય છે. કરે છે. આધ્યાત્મિક જીવન જીવનાર મનુષ્યને માટે પોતાનું કશું જ આગવું, પ્રભુથી જુદું એવું વ્યકિતત્વ હોતું નથી. એ તો પ્રભુની ઈચ્છા મુજબ, પ્રભુમાં રહીને ફકત પ્રભુની આજ્ઞાનું પાલન સદા નમ્રભાવે, પ્રેમપૂર્વક, શાંતિ અને સંવાદિતાથી સૌ સાથે સંસારમાં, આશ્રમમાં કે ગુફામાં જ્યાં પ્રભુની આજ્ઞા થાય ત્યાં તેમનું કામ કરવા તત્પર રહે છે. પ્રભુ એને મન સર્વશ્રેષ્ઠ છે, અને એમના તરફથી જે પણ સંદેશા આવે તે પ્રમાણે એ સમર્પણભાવે કરવા વીર યોદ્ધાની જેમ હંમેશા તૈયાર રહે છે. આમ સંસારમાં અનેક પ્રકારનાં ધ્યેયને વરેલી વ્યકિતને આ ત્રણ વિભાગમાં વહેંચી શકાય છે. તદુપરાંત જીવન જીવતાં જીવતાં ઘણીવાર એક વિભાગમાંથી બીજા વિભાગમાં અને બીજામાંથી ત્રીજા વિભાગમાં ઉતરોત્તર પ્રગતિ કરતી વ્યકિતઓ જોવામાં આવે છે. આ જ પણ ઘણી સેાપાન છે, અને એને કારણે જ ઉત્ક્રાન્તિ શક્ય બને છે. પ્રગતિનાં આશા રાખીએ કે આપણે સૌ આ પ્રગતિનાં સેાપાન ચઢતાં ચઢતાં, પ્રભુની ઈચ્છા મુજબ એની ઉત્ક્રાંતિમાં સહભાગી બનીએ અને દિવ્યતાને પામીએ. – દામિની જરીવાલા

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158