Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 44
________________ ૪૪ લાગે છે અને માયાની ફરિયાદમાં આ બાબત જ કારણભૂત હોય એમ મને લાગે છે. માયાને કોઈના સહકાર મળતા નથી, એમાં આ બાબત પાયામાં હોય એવું આથી ફલિત થાય છે, અને એના આનુષંગિક પરિણામ રૂપે લગ્ન એ વ્યક્તિની અંગત બાબત છે, એટલી જ એ સામાજિક બાબત પણ છે એમ કહી શકાય. એટલે જ લગ્નની બાબતમાં પણ, પ્રવર્તમાન સામાજિક વ્યવસ્થામાં, વ્યકિત સંપૂર્ણપણે સ્વતંત્ર નથી. પ્રભુ વન માયાની ફરિયાદમાં એક પ્રશ્ન ઉદભવે છે અને તે એ કે બન્ને પિતરાઈ વચ્ચે ‘પવિત્ર પ્રેમ' હતો કે કેમ? અલબત્ત, શ્રી મિનાક્ષીબેન કે મારી જેવા કોઈ પણ વાચક એમ કહી શકે કે પવિત્ર પ્રેમ હતા એટલે તો માયાએ ગર્ભને, કેટલીય મુશ્કેલીઓ વચ્ચે, પાંગરવા દીધા. અહીં પણ અર્ધસત્ય છે. અઢાર વર્ષની વયે બન્ને વચ્ચે ‘પવિત્ર પ્રેમ’ હતો કે વિજાતીય આકર્ષણ હતું એ વિચારવા જેવું છે. લગ્ન પહેલાં બન્નેએ સંયમ જાળવ્યો નથી એટલું જ નહિ પરંતુ માયાના પીતરાઈ ભાઈએ પ્રતિકૂળ સંજોગેા વચ્ચે એ પ્રેમ નિભાવવાનું પણ વિચાર્યું નથી. એટલે કદાચ માયાના પ્રેમ એકપક્ષીય પણ હાય, અને એ પ્રેમમાં વડીલા-સમાજે રૂકાવટ કરી તો એની સામે વિદ્રોહરૂપે આ ગર્ભને બાળકને પાપવા એ તૈયાર થઈ હોય એમ માનસશાસ્ત્રની દષ્ટિએ કહી શકાય. આપણી દૃઢ થયેલી સમાજવ્યવસ્થા અંગે સામાન્ય માનવી સંવેદનશીલ નથી. એ સ્વીકૃત વ્યવસ્થા અનુસાર બધા ય માટે એક જ માપદંડ વાપરે છે. આવા સાંજાંગામાં આ વાત બરાબર સ્ટ થાય છે. પણ આ વ્યવસ્થામાં માયાને થયેલાં અન્યાયને વ્યાજબી (Justfiy) ઠરાવી શકાય ખરો ? સ્વીકૃત સમાજવ્યવસ્થાથી વિરુદ્ધ વર્તનાર સાથે સમાજ આ રીતે દેશી રીતે’ વર્તી શકે ખરો? આ પ્રશ્નનું યોગ્ય સમાધાન થતું નથી. વર્તમાન સમાજવ્યવસ્થાથી પર થવું હોય તો અને શ્રી મિનાક્ષીબેન મહેતા લગનને અંગત પ્રશ્ન ગણ છે તેમ સ્વતંત્ર રીતે વર્તનું હાય તે તે યુવક કે યુવતીએ આત્મનિર્ભર થવું જોઈએ. વર્તમાન સમાજવ્યવસ્થાના લાભાલાભ જતા કરીને સ્વતંત્ર રીતે તો આવા અન્યાયનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય. અન્ય દેશોમાં સ્વતંત્ર રીતે જીવનાર યુવાન, વડીલા કે સમાજ પર, અવલંબિત નથી. અહીં પણ માયા પગભર હત–વર્તમાન સમાજવ્યવસ્થાનાં એક ભાગઆકામના સહારાને બદલે સ્વતંત્રપણે રહી શકે એવી પરિસ્થિતિ હોત તો અન્યાયના પ્રશ્ન ઉપસ્થિત ન થાત. આ બધી બાબતો અંગે પૂરતી વિચારણા કરવાને હજુ ઘણા અવકાશ છે. -પન્નાલાલ રસિકલાલ શાહ ભલાઈ બંધુત્વની અથવા ભાઈચારાની ભાવના વિકસાવવા માટે ભલાઈ જેટલું બીજું કોઈ તત્ત્વ અસરકારક નથી. ભલાઈ અથવા ભલમનસાઈ એ એક એવું માઘ શસ્ત્ર છે કે, જેનાથી પરાસ્ત થયેલા ત્રુઓ મિત્રા બની જાય છે. આમ, અન્યનું પરિવર્તન કરવાનું સામર્થ્ય ભલાઈમાં છે. ( વસુધૈય ટવયમ્ ) નો આદર્શ મૂર્તિમંત કરવા હાય તા ભલાઈનો વિનિયોગ કર્યા વગર ચાલે જ નહીં. જે ભલાઈનું શસ્ત્ર વાપરતા નથી તે પેાતાના મિત્રની સંખ્યા ઘટાડતા જાય છે અને જે એ શસ્ત્ર વાપરી જાણે છે તે શત્રુની સંખ્યા ઘટાડતા જાય છે. ભલાઈ બતાવનાર માનવે પોતાના અહધકારને ગાળી નાખવા પડે છે. જો વ્યકિત અભિમાની હોય તે તેને ભલાઈ બતાવતી વખતે પેાતાનું અભિમાન નડવાનું. અભિમાનને કારણે જો વ્યકિત પેાતાનાં ગુણાનું કીર્તન કાર્ય કરે તે ભલાઈ વ્યક્ત કરવાની તેની શકિત કુંઠિત થઈ જાય છે. આ બાબતમાં વિવેકાનંદે પણ જણાવ્યું છે કે, આપણ ધ્યેય સંસાર પ્રત્યે ભલાઈ બતાવવાનું છે. છે, પોતાનાં ગુણાનું ગાન કરવાનું નહિ. તા. ૧-૭-’૭૯ ભલાઈ બતાવનારને કયારેક એવા અનુભવ પણ થાય કે, પેાતાને ભલાઈના યોગ્ય બદલા ન મળ્યો! પરંતુ, ભલાઈ જેવા ચમત્કારિક શાસ્ત્રની કિંમત તમે રૂપિયા પૈસામાં કશો? ભલાઈ કર્યાના આનંદ એ જ તમારો બદલા નથી? વિલિયમ પેન નામના એક ચિંતકે જણાવ્યું છે કે, જે વ્યકિત ભલાઈથી પ્રેરિત થઈ કામ કરે છે તેને નથી પ્રશંસાની આશા કે નથી પુરસ્કારની આશા, જો કે પ્રશંસા અને પુરસ્કાર તેને કોઈને કોઈ રીતે ઈશ્વરી ન્યાય મુજબ મળી જ જાય છે. સંસારના બધા માણસો ભલાઈ બતાવી શકતા નથી. ભલાઈથી વિરૂદ્ધ ગણાય એવી બુરાઈનું પ્રદર્શન બહુધા થતું જેવા મળે છે. બુરાઈ કરનારાઓ પ્રત્યે જોસેફ પાર્કરે જણાવ્યું છે કે, ‘કદી કાદવ ઉછાળા નહિ, તેમ કરવાથી તમારા પોતાના જ હાથ મલિન થશે.' ભલાઈ બનાવતી વખતે, તન, મન, વચન અને કર્મની ત્રિપુટી સહાય રૂપ બને છે. મનનથી બીજાનું સારું ઈચ્છનારે પણ ભલાઈ બતાવી એમ ગણાય છે. આપણે ત્યાં ઘણા પ્રાચીન કાળથી સહુનું ભલું ઈચ્છવાની ભાવના વ્યકત થાય છે. (સર્વે સુલિન: સન્તુ) એમ કહેવા પાછળ આ જ હેતુ રહેલા છે. કોઈના દુ:ખના પ્રસંગે આશ્વાસનના બે શબ્દ કહીને પગ ભલાઈ બતાવી શકાય છે. કોઈ હતેાત્સાહને પ્રેરણાના બે શબ્દો સંજીવનીની ગરજ સારે છે. તે કોઈના ઉત્સાહમાં અનેરો વધારો કરનારા પણૢ બે સારા શબ્દોનું ભાથું જ હોય છે. શારીરિક રીતે પણ ભલમનસાઈ બનાવી શકાય છે. બતાવેલી ભલાઈને પ્રાણીઓ પણ ભૂલતાં નથી. હકીકતનો ખ્યાલ આપતી એક વાર્તામાં કહેવાયુ છે કે, એન્ડ્રુકલીસ નામના એક માણસે સિંહના પંજાના કાંટા કાઢી આપેલા જેથી તે સિંહ તેના દિલેાજાન દોસ્ત બન્યો. તે। પછી માનવી પ્રત્યે બતાવવામાં આવેલી ભલાઈ વ્યર્થ કેમ જાય? સેમ્યુઅલ સીલ્વર નામના એક લેખકે જણાવ્યું છે કે, ‘જગતના સહુથી મોટો. વણવપરાયેલા સંપત્તિ ભંડાર ભાઈના છે. આપણે એ સંપત્તિ - ભંડારને ઉપયોગમાં લેતાં શીખીશું. તે ઉપર જણાવ્યું તેમ ભાઈચારાની ભાવના વિકસશે અને ધીમે ધીમે વેરઝેર નાબુદ થતાં આ જગત વધારે સુંદર બનશે. આપણે સહુ, આ વણવપરાયેલ ભંડારનો ઉપયોગ કરી જીવન જીવતાં થઈએ એ જ અભ્યર્થના! – અરુણુ શાં. જોષી મૂકી રાત્રે ચાપડી બાજુ ઉપર રાત્રે ચાપડી બાજુ ઉપર મૂકી લાઈટ બંધ કરી આંખો મીંચું છે. કે તરત ઊંડવા માંડે છે એક પંખી મારી ભીતર. અનંત ઊંડાણ સુધી ચક્કર લગાવી પાછું આવે છે. કેટલીક વાર. તો કેટલીક વાર એક જ સ્થળે માર્યા કરે છે ચક્કર. દરેક વખતે નથી જતો હું એની સાથે. રહે છે તે ક્યાંક મારા શરીરમાં જ. એ જયારે ઊડતું ઊડતું દૂર નીકળી જાય છે. ત્યારે મારામાં અનંત ઊંડાણ જોતાં જોતાં ગબડી પડું છું કયાંક હું કયારેક. અલાપ થઈ જાય છે સર્ચલાઈટ જેવા પ્રકાશતા શબ્દોનાં કિરણામાંથી છટકી જઈને એ. ત્યારે મને શંકા થાય છે મેં જાયેલા પંખીની હયાતી વિષે. સુધીર દેસાઈ

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158