Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 72
________________ ૭૨ મુક્ત જીવન Dai for gaining and centralising economic power and using the economic power so gained to further coerce any dessenting member of the community into surrender and submission. It is the deadly combination of religious and economic power which creates a huge problem. ‘અમે મેળવેલી હકીકતો અને આગળના પ્રકરણા એ બાબત દર્શાવે છે, કે દાઈના ધાર્મિક વડા તરીકેના દરજજા, અને થતી મબલખ આવક, મિસાક મુજબ વહારાઓની ફરજો, દાઈને એમને પોતાને પૂરતાં લાગે તે કારણેસર કોઈ પણ વ્યકિતને કોમબહાર કરવાના અધિકાર, ભિન્નમતવાદીને માટે ગંભીર પરિણામદાયક બરાતની પદ્ધતિ, કામની મિલકત અને આવક પર કોમના કોઈ પણ જાતનાં નિયંત્રણનો અભાવ, દુનિયાભરમાં પથરાયેલા ટ્રસ્ટોના પૂરતા કાયદેસરનાં નિયમનના પણ અભાવ - આ બધાને લીધે એક વ્યકિતના હાથમાં વિપુલ સત્તા એકત્રિત થઈ છે. એટલે એ વ્યકિત દાઉદી વહેારાઓની ગર્ભાધાનથી માંડીને મૃત્યુ સુધી અને એ પછી પણ સમગ્ર જિંદગી પર અંકુશ ધરાવે છે. સૌયદના પાસે જે ધર્મવિષયક સત્તા હતી. એને સામાજિક - સંસારી હેતુસર ઉપયોગ કરવાના નથી હોતા પણ ૫૧ મા દાઈના શાસનથી એને આર્થિક સ"તા. સંપાદન અને કેન્દ્રિત કરવામાં આવ્યો છે તેમ જ રીતે મેળવેલી આર્થિક સત્તાના ઉપયોગ કોમના કોઈ પણ સ્વતંત્ર મત ધરાવતી વ્યકિતને શરણાગતિ અને તાબેદારી સ્વીકારવાની ફરજ પાડવામાં થઈ રહ્યો છે. સુધારાવાદીઓની ફરિયાદનું આ મૂળકારણ છે. ધાર્મિક અને આર્થિક સત્તાનું આ ભયંકર જોડાણ એક મહાન સમસ્યા સર્જે છે.' આ અહેવાલમાં બે ત્રણ વસ્તુ ખાસ ધ્યાન ખેંચે છે. (૧) મુલ્લાંજી સાહેબની આટલી વિશાળ સત્તા પહેલા ન હતી, છેલ્લાં પચાસ વર્ષમાં વધી છે. ઉપરના ફકરામાં કહ્યું છે તેમ ૫૧ માં દાઈથી વધી છે. તે વર્તમાન ૫૨ માં દાઈના પિતાશ્રી - આજના જમાનામાં આવી સા ઘટવાને બદલે વધતી રહે તે આશ્ચર્યજનક છે. (૨) આ સત્તાનું મૂળ કોઈ રાજ્યદંડમાં નથી, મુલ્લાજી સાહેબ કહી શકે કે, કોમે સ્વેચ્છાએ આ સત્તા સ્વીકારી છે. કોઈ કહે ભયથી. (૩) સુધારાવાદી વહેારાઓના ૩૦ વર્ષના સતત પ્રયત્નનું બહુ ફળ નથી આવ્યું . (૪) ૫ ખેંચના વહેારા કોમે વિરોધ કરેલા અને મેાટા ભાગે બહિષ્કાર કર્યો. આ અહેવાલ વિશે આટલું કહ્યા પછી, તેના ઉપરથી ઉપસ્થિત થતાં મુખ્ય મુદાઓ ઉપર આવ્યું. ગમે તે જમાના હોય, ધર્મ અને ધર્મગુરુ પ્રત્યે લોકોની અપાર શ્રદ્ધા ભકિત છે. તેને અંધશ્રદ્ધા કહીએ કે અજ્ઞાન કહીએ, તે છે તે હકીકત છે. તેથી જ ધર્મગુરુનું આટલું વર્ચસ જામે છે. જન્મ ધર્મગુરુ નું જીવન આધ્યાત્મિક હોવું જોઈએ. તેમનું કર્તવ્ય સમાજને આધ્યાત્મિક અને નૈતિક માર્ગદર્શન આપવાનું છે. ધર્મગુરુ ને કુટુંબ - કબીલા અને પરિગ્રહ હોય ત્યારે આ ધ્યેય મોટે ભાગે નિષ્ફળ જવાનું. એટલું જ નહિ પણ અનેક અનિષ્ટોને આપનાર થાય. ધર્મગુરુ માટે બે મહાવ્રો અનિવાર્ય છે. બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, બ્રહ્મચર્ય એટલે સર્વ પ્રકારના સંયમ, અપરિગ્રહ માત્ર મિલકતોનો જ નહિ, કીતિ અને સત્તાના પણ. આ બે વ્રતાનો અભાવ હાય. ત્યાં ધર્મગુરુ પોતાનું શુદ્ધ સ્વરૂપ જાળવી ન જ શકે. લોકોની ધાર્મિક શ્રાદ્ધા - ભકિત, ધર્મગુરુ ને મેાટ સ્થાન આપે છે. સૂક્ષ્મ પણ ઘણી અસરકારક સત્તા અથવા પ્રભાવ આપે છે. આ ધાર્મિક સત્તામાં, આર્થિક સત્તા ભળે અને કુટુમ્બ કબીલાના સ્વાર્થ હૈાય ત્યારે અનિષ્ટ પરિણામ ન આવે તા આશ્ચર્ય લેખાય. પરિગ્રહ પાપનું મૂળ છે. ધર્મગુરુ અને પરિગ્રહ વિરોધી વસ્તુ છે. વ્યવહારિક અને સામાજિક પરસ્પર જીવનને શુદ્ધ, પવિત્ર અને નૈતિક રાખવું, ધર્મગુરુનું કર્તવ્ય છે. પોતે જ ખરડાયેલ હોય ત્યાં આ કાંથી બની શકે? પાપ હાય, આગાખાન હોય, વૈષ્ણવના મહારાજ હાય, મુલ્લાંજી સાહેબ હાય કે, “ બીજા કોઈ પણ ધર્મગુરુ હોય, તા. ૧૬-૮-૭૯ તેમને આંધળી વિચાર કુટુમ્બ અને પરિગ્રહ બે વસ્તુ હોય ત્યાં ધર્મ ગુરુ પણ સાચા અર્થમાં ટકે નહિ. પછી ભલે. જનસમાજ રીતે અનુસરે. તેમાં સમાજનું કે ધર્મગુરૂનું કોઈનું કલ્યાણ નથી. પ્લેટો એ તેના રીપબ્લિકમાં,આદર્શ રાજ્યકર્તા માટે પણ કુટુંબ અને પરિગ્રહનો નિષેધ કર્યો છે. ધર્મગુરુ આ બન્ને વ્રતો તેથી પણ વિશેષ અનિવાર્ય છે. આ દષ્ટિએ જૈનધર્મના સાધુ – સાધ્વીઓના કરુ છું ત્યારે ઘણા સંતોષ થાય છે. આ સાધુ - સાધ્વી રૂઢીચુસ્ત હશે, પણ કૌટુમ્બિક સ્વાર્થ કે પરિગ્રહમાંથી જે અનિષ્ટો ઊભા થાય છે તેથી મુકત છે. જૈન સાધુ - સાધ્વી પ્રત્યે જૈન સમાજના અનહદ આદર છે તેનું એક કારણ તેમનું ચારિત્ર - બ્રહ્મચર્ય અને અપરિગ્રહ છે. આ બે વ્રતા આદર્યા હોય તે અહિંસા અને સત્ય વધારે ફલિત થાય છે. એ બેના ભાવ હાય ત્યાં અહિંસા અને સત્ય દૂર રહે છે. જૈન મન્દિરાના અને સમાજના કરોડો રૂપિયાના ટ્રસ્ટો છે. તેના વહીવટ સાથે સાધુ સાધ્વીને કાંઈ સંબંધ નથી. સંઘ હસ્તક વહીવટ રહે છે. મુલ્લાંજી સાહેબ પાતાના પરિગ્રહ ઉપરાંત પોતાની કોમના બધા ટ્રસ્ટ ઉપર સત્ત્તા મેળવવા પ્રયત્ન કરે છે. ધર્મગુરુને સમાજજીવન સાથે બહારના સંબંધ હોવા જોઈએ, એટલે કે માર્ગદર્શન આપવાના, ધર્મગુરુ તેમાં ઓતપ્રોત ન થાય. વૈભવશાળી, સુખશીલ, સત્તાલક્ષી જીવન ધર્મગુરુ માટે નથી જ. વર્ગ માટે સાચા ધર્મની પ્રતિષ્ઠા કરવી હોય તો જાગ્રત સમાજે ધર્મગુરુ ને ... આવા પ્રાભનમાંથી મુકત રાખવા જોઈએ. નહિ તે ધર્મ પણ નહિ રહે અને ગુરુ પણ નહિ રહે. -ચીમનલાલ ચકુભાઈ દિલ્હીનું રાજકારણ આ વિશે શું લખવું? ઉકળતો ચરુ છે. નીત નવા રંગ જોવા મળે છે. ન કલ્પી હાય તેવી અધોગિતના ઊંડાણના અનુભવ થાય છે. ચરણસિંહ અને બહુગુણાએ એપ્રિલ૧૯૭૮ માં મેરારજીભાઈ ઉપર લખેલ પત્રા આજે (૧૨-૮-૭૯) વર્તમાનપત્રમાં વાંચવા મળ્યા. ભ્રષ્ટાચારના, કાવતરાનાં પરસ્પર જે આક્ષેપો કર્યા છે તે વાંચી એમ થાય કે આવી વ્યકિતઓ સાથે મળી કામ કેવી રીતે કરી શકે? હવે બન્ને નિવેદન બહાર પાડે છે કે અમારા મતભેદો મટી ગયા છે! ‘પ્રબુદ્ધ જીવન’ ના આ અંકમાં ‘ગાર્ડિયન’ના એક લેખના અનુવાદ પ્રગટ થાય છે. ગયા અંકમાં ઈકોનોમિસ્ટના બે લેખોનો મે ઉલ્લેખ કર્યા હતા. વિદેશમાં આપણી છાપ કેટલી નીશી ઊતરી છે તેના આ ઉપરથી કાંઈક ખ્યાલ આવે છે. એમ થાય છે કે આવા લોકો આપણા ઉપર શાસન કરે? શું આ એજ લોકો છે જે આટલા વર્ષોથી શાસન કરતાં આવ્યા છે? અરે, મેરારજીભાઈએ કહ્યું અને જગજીવનરામે સમર્થન કર્યું કે, ઈન્દિરા ગાંધીના પણ, વણવાગ્યો ટૂંકો મળતા હોય તો તે લેવામાં વાંધા નથી! વણ માગ્યો મળે? વણમાગ્યો કહે તો પણ તેની પાછળના હેતુ અને રમતના ભાગ બનવું પડે. શું એક વ્યકિત પણ એવી નહિ નીકળે કે જે કહે કે એક વખત હારી જઈએ અથવા સત્તા છોડવી પડે તે ભલે, પણ અનિષ્ટ તત્ત્વાના સહારો તો નહિ જ લઈએ. આટલી બધી સત્તાલાલસા ! એએ જ લોકો છે જેમણે ગાંધીજીનું પાસું સેવ્યું છે. અને સાધનશુદ્ધિની વાતેા કરી છે. આટલું બધું અધ:પતન કેમ થયું? ૨૦ મી ઓગસ્ટે લોકસભાની બેઠક મળશે અને ચરણસિંહ વિશ્વાસની દરખાસ્ત રજુ કરશે. જગજીવનરામે પડકાર ફેંક્યા છે કે, ચરણસિંહને હરાવીશું જ. ઈન્દિરા ગાંધી બધાને નચાવે છે, કાલી, એ.ડી.એમ.કે. સામ્યવાદી ને, કહેવાતા નિષ્પક્ષ, સૌ કીંમત માગે છે, કીંમત ચૂકવાશે છતાં પરિણામ અનિશ્ચિત રહેશે. એકથી વિશેષ મિત લેશે અને અપાશે. બન્ને પક્ષ પાસેથી કીંમત લેવાશે. ચરણસિંહ ચાલુ રહે કે જગજીવનરામ આવે કે બીજા કોઈ આવે, કોઈ ટકવાના નથી, ટકવા દેવા ન જોઈએ. આ સ્થિતિ લાંબા વખત ચાલુ રહે તે દેશ માટે મેટી આફત છે. પરિસ્થિતિ સર્વ પ્રકારે વધારે વણસતી રહેશે. લાસભાનું વિસર્જન કરવું એ એક જ પ્રમાણિક માર્ગ છે. લોકોને નિર્ણય કરવા દો, ભલે ગમે તે પરિણામ આવે. લાક

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158