Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 42
________________ ૪૨ પ્રબુદ્ધ જીવન , તા. ૧-૭-'૩૯ - - અટકાવી શકાશે એવા ચિન્હા જણાતાં નથી પણ વિપરીત ચિન્હ દેખાય છે. સામ્યવાદીઓને આ અરાજકતા જોઈએ છીએ. આ પરિસ્થિતિ સર્જવામાં કોઈ રાજકીય પક્ષને હાથ છે તે આક્ષેપ પાયા વિના નથી. ઈન્દિરા ગાંધી અને તેમની ટોળી આ તકને પૂરો લાભ લેવા કરે તે સ્વાભાવિક છે. દેશની એકતા અને સલામતી જોખમાય એ અશકય નથી. - જનતા પક્ષની ગાથા નિષ્ફળતાની પરંપરા જ છે એમ નથી. ઘણું સારું કર્યું છે, કરવા પ્રયત્નશીલ છે. પણ એક મહાન દુષણ -તેમના આંતરિક વિખવાદો અને કેટલાકની સત્તાલાલસા-બધું ધોઈ નાખે છે. * fકવનય વસુfસ્ત્ર મત એક છિદ્ર પડે એટલે અનર્થો વધે. નહીં તો આભ ફાટયું છે. આવી બધી ઘેરી સમસ્યાઓને પહોંચી વળવા જનતા પક્ષ સમર્થ છે? પ્રજાને હવે એવો વિશ્વાસ રહ્યો નથી. ચીમનલાલ ચકુભાઈ એકાદ કિસ્સા ઉપરથી જ સંસ્થાઓના વહીવટ ઉપર પ્રકાશ પડે છે. અને તેને સુધારવાની તક મળે છે. મીનાક્ષીબહેનનો હેતુ શુદ્ધ સેવાભાવ છે. સંચાલકોને કદાચ એમ થતું હશે કે મીનાક્ષીબહેન નેકામાં પાછળ પડયા છે. - બીજો મુદ્દો માયાના લગ્નને છે. વિકાસગૃહમાં જતી કેટલીક બહેનોને, સ્થિર જીવન પ્રાપ્ત થાય, તે માટે, લગ્ન કરાવી આપે છે. અહીં પણ હું માનું છું સંચાલકો પૂરી તપાસ કરીને જ લગ્ન કરાવતા હશે. મીનાક્ષીબહેને લખ્યું છે કે માયાના કિસ્સામાં, તે વ્યકિત સંચાલકોને છેતરી ગઈ અને માયા દુ:ખી થઈ. કેટલીક બહેને સુખી પણ થતી હશે. લગ્ન કરાવી આપ્યા પછી વિકાસગૃહના સંચાલકોએ, તે બહેનનું શું થાય છે તેની કાળજી કરવી, અઘરું છતાં, ઈશ્વા જેવું છે. કેટલાક અનાથાશ્રમ અને વિકાસગૃહને મને થોડો અનુભવ છે. કાર્યની વિક્રેતા સમજું છું. મને એવું લાગ્યું છે કે આવી સંસ્થાઓ તેમના ગજા ઉપરાંત કામ માથે લે છે અથવા તેમને માથે આવી પડે છે. પછી, સંખ્યા ઓછી કરવાનું સ્વાભાવિક રીતે મન થાય. હું માનું છું પિતાનાથી પહોંચી શકાય તેટલું જ કામ માથે લેવું એ વધારે યોગ્ય થશે. આવા કિસ્સાઓ સમાજમાં વધતા જાય છે. દુ:ખીને, દ્વારેથી પાછા વાળવાની ઈચ્છા કોઈને ન થાય. પણ જેટલું કામ માથે લઈએ તે બરાબર થાય તે જોવું વધારે જરૂર છે. આવી સંસ્થાઓ માટે માત્ર વિસ્તાર ધ્યેય ન હોય. આવી સંસ્થાઓને કુશળતાપૂર્વક વહીવટ ી શકે, એવા સહૃદયી, સેવાભાવી કાર્યકર્તાઓ મળવા પણ મુશ્કેલ છે. સમાજ લાખો રૂપિયા આપે છે. તેને સદુપયોગ કરવાની જવાબદારી દાન લેનારને માથે છે. કોઈની ટીકા કરવાના ઉદ્દેશથી આ લખ્યું નથી. માયાના કિસ્સા ઉપરથી જે વિચારો સૂયા તે વિચારણાર્થે ટપકાવ્યા છે. ૨૫-૬-૭૯ ચીમનલાલ ચકુભાઈ માયાની ફરિયાદ “પ્રબુદ્ધ જીવનના તા. ૧-૬-૭૯ના અંકમાં શ્રી મીનાક્ષીબહેન મહેતાને આ બાબત લેખ છે તેમાંથી કેટલાક અગત્યના મુદ્દાઓ ઉપસ્થિત થાય છે. આ અંકમાં ભાઈ પનાલાલ શાહને તે વિષે લેખ છે, જેમાં તેમણે મુખ્યત્વે લગ્નપ્રથા બાબત લખ્યું છે. હું,. અનાથાશ્રમ અને વિકાસગૃહના વહીવટ સંબંધે ધ્યાન દોરવા ઈચ્છે છે. આવી સંસ્થાઓને વહીવટ બહુ અઘરો છે. નાની વયના, અનાથ, તાજાં જન્મેલા બાળકોને ઉછેર, શિક્ષણ વગેરે વિકટ કાર્ય છે. તે જ પ્રમાણે, ત્યજાયેલ અને દુ:ખી સ્ત્રીઓ, નાની મોટી ઉંમરનને સાચવવી અને તેમનું જીવન સુધારવા પ્રયત્ન કર ભગીરથ કાર્ય છે. સાંચાલક નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકપણે સંચાલન કરે તે પણ અનેક નાજુક પ્રશ્ન ઉભા થાય છે. અનાથાશ્રમોમાંથી બાળકને દત્તક આપવામાં આવે છે. નિ:સંતાન દંપતીઓ, સ્નેહભાવથી બાળકોને લે છે અને સંચાલક આપે છે. આમાંના કેટલાક બાળકો સુખી થાય છે, કેટલાક દુ:ખી થતા હશે. હું માની લઉં છું કે સંચાલકો પૂરી તપાસ કરી, બાળકને આપે છે. ત્યાર પછી, તેનું શું થયું તેની કેટલી કાળજી થાય છે તે અગત્યનું છે. આપણા દેશમાં જ બાળક આવ્યું હોય તો તેની ચાલુ તપાસ રાખી શકાય. વિદેશમાં આપે ત્યારે તેના નસીબ ઉપર છોડી દેવાનું રહે છે. કેટલાક કિસ્સાઓમાં, અમુક વ્યકિતઓ, બાળકપ્રેમ કરતાં, અન્ય હતુઓથી બાળકને લઈ જાય છે, સંચાલકોને છેતરે છે. માયાના કિસ્સામાં સહુથી વાંધાજનક તત્ત્વ એ છે કે માયાના સખત વિરોધ છતાં બાળક વિદેશી દંપતીને આપવામાં આવ્યું. બાળક જયાં તદ્દન અનાથ હોય ત્યાં કોઈ ફરિયાદ કરવાવાળું નથી. પણ બાળકની માતાના આક્રંદ છતાં, બાળકને આપી દેવામાં આવે તે સર્વથા ગેરવ્યાજબી છે. ત્યાર પછી, આ વિદેશી દંપતી બે વખત ભારત આવ્યા. માયાના બધા પ્રયત્ન છતાં, તેના બાળકને મળવાની તેને તક ન મળી અથવા આપવામાં ન આવી. આ ઈરાદાપૂર્વક હતું કે આમિક તે કહેવું મુશ્કેલ છે. પ્રેમળ જ્યોતિ પ્રેમળજ્યોત તરફથી આજ દિન સુધીમાં ૧૪ વિદ્યાર્થીઓને પુસતકો, એકસરસાઈઝ બુકો, યુનિફોર્મ્સ તથા સ્કૂલ-ફીની મદદ આપવામાં આવી છે! તેની પૂરી વિગત ફોટૅગ્રાફસ સાથે આગામી અંકમાં આપવામાં આવશે. જે કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની પ્રજ્ઞાચક્ષુ હોય અને તેને વાંચવા માટે રીડરની જરૂર હોય તે તેમની કઈ રીતની જરૂરિયાત છે, કયા સમયે, તે પોતાના સરનામા સાથે જણાવે. કોઈ ભાઈ અથવા બહેનને રીડર તરીકે સમય આપવાની અનુકૂળતા હોય તો તેઓ પણ કયો સમય કયારે અનુકુળ છે તે પણ પિતાના સરનામા સાથે જણાવે. આજ સુધીમાં આપણને મળેલા ૧૬૦ સાડલા જરૂરિયાતવાળાને અપાઈ ગયા છે. હજુ ઘણી માગ રહે છે, તે જેમની ઈરછા હોય તે સાડલા પણ મોક્લતા રહે. હમણા આપણે નીચલા મધ્યમવર્ગના કુટુંબોને રેશનીંગ અંગે મદદ માપવાનું પણ શરૂ કર્યું છે. એક કુટુંબને સે રૂપિયા સુધીની મદદ આપવામાં આવે છે, તે ખાસ એના માટે પણ જે કોઈ દાન આપવા ઈચ્છતા હોય તેમને યોગ્ય રક્સ મેક્લી આપવા વિનંતી. એ જ રીતે નીચલા મધ્યમ વર્ગની કોલેજના વિદ્યાર્થીઓને પણ મદદ આપવાની વિચારણા ચાલે છે, તે તેને માટે પણ ખાસ દાન મેલવા વિનંતી. શાંતિલાલ ટી. શેઠ કાર્યાલયમંત્રી. શ્રી મીનાક્ષીબહેન મહેતા ત્યાર પછી મને મળી ગયા. તેમના લેખમાં તેમણે અનાથાશ્રમ કે વિકાસગૃહના નામો વ્યાજબી રીતે આપ્યા નથી. મને બધી માહિતી આપી. તેમણે કરેલ બધે પત્રવ્યવહાર મને બતાવ્યું. આ સંસ્થાઓમાં જાણીતા સામાજીક કાર્યકર્તાઓ છે. માયાને મીનાક્ષીબહેન ઉપરને પત્ર પણ મને બતાવ્યું. તેમના બધા પ્રયત્નો છતાં, જે સ્વિડીશ દંપતીને આ બાળક સેંપવામાં આવ્યું, તેમનું સરનામું મીનાક્ષીબહેનને મળતું નથી. અનાથાશ્રમના સંચાલકોએ તેવી માહિતી બાળકને સુપ્રત કરતાં પહેલાં, રાખી જ હશે. મીનાક્ષીબહેનની ઈચછા બની શકે છે, આ ડીશ દંપતીને લખી, એક વખન માયાને તેના પુત્રને મેળાપ કરાવવાની છે. આ પુત્ર માયાને મળે તે તેના શું પ્રત્યાઘાત હશે તે કહેવું મુશ્કેલ છે. આ બધું હવે ભૂલી જવાનું માયાને કહેવું તે પણ અઘર છે. માયાના કિસ્સાને મીનાક્ષીબહેને હાથ ધર્યો ન હતો તે માયા રડીને બેસી રહેત. આવા

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158