Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 46
________________ 7+2+++++ ૪૬ પ્રબુદ્ધ જીવન મિલન ઉપાસના-ખંડમાં બેસીને મેાટાભાઈ સાથે વિદાય પછીનું આ થયું. ગૃહત્યાગ કર્યો હતો પણ માતાના ત્યાગ કર્યો ન હતા. એમનાં અને ભગવાનનાં પ્રેમના લાભ મળ્યા જ કરતા. દેશત્યાગ સન્યાસ સંઘમાં જોડાયા પછી મારા જીવનમાં ભગવાનની જ વાત હતી. ભગવાનને માટે શું કરીએ એ જ વાતે અને અભ્યાસ. ભાવિ તાલીમાર્થીઓના પ્રાધ્યાપક અને માર્ગદર્શક તરીકે માટે તૈયાર થવું હતું, થવાનું હતું. જે કામ સોંપે તે કરવાનું. સંઘનું કામ દેશવિદેશમાં થાય છે. આવા કામમાં અભિમાન રડે તે સાંધના બગડે. વિદેશમાં કોઈ ન ઓળખે, કોઈ બહુમાન ન કરે. નવી ભાષા, નવી સંસ્કૃતિ, આધ્યાત્મિક પ્રગતિ માટે ઉત્તમ. માટે મારે દેશત્યાગ કરવા એમ વિચારાયું; મારી શકિતરા અને આવડતને ઓછાવકાશ મળશે, અને ઓછી સફળતા થશે અને આમ સેવા થશે, સાધના થશે રઅને નમ્રતા રહેશે. ગુજરાત પ્રાન્તમાં અમદાવાદ શહેરમાં એક નવી ઝેવીયર્સ કોલેજ ખાલવાની હતી. ત્યાં પ્રાધ્યાપક તરીકે મારી નિમણૂંક કરવામાં આવી. માબાપની પસંદ કરેલી યોગ્ય કન્યા સાથે આશાકિત દીકરો પરણે, અને સુખી થાય તેમ હું અમદાવાદ અને ગુજરાતનાં પ્રેમમાં પડયો. શાપાલનથી હું સુખી થયા અને ભારતમાં મારું રહેવાનું ભગવાનનું એક મોટું વરદાન માનું છું. સેતુ ગાંધીજી વિશે વાંચ્યું હતું પણ ગુજરાતી શીખીને મેં એમની આત્મકથા વાંચી ત્યારે એમને સંત તરીકે ઓળખ્યા, મેં એક અનોખું વ્યક્તિત્વ જોયું અને યુરોપમાં શ્રોતાઓમાં તેમની વાતો કરતાં દિલની લાગણીથી બેલી શકતો. ખાનગીમાં અને જાહેરમાં બોલતા કે ચર્ચા કરવાથી વધતી ગેરસમજ, સાથે જીવવાથી, દૂર થાય. જે પ્રત્યક્ષ અનુભવ મને થયો એની પરોક્ષ પ્રતીતિ કરાવવા મેં યુરોપમાં પ્રયત્ન કર્યો. કલ્પનામાં જાણે તેમને અમદાવાદ જ લઈ આવું છું ખમ થતું. પ્રવચના થાય અને શ્રોતાઓ વિખેરાય. એક યુવાને એક દિવસ બાજુએ શાન્તિથી ઊભા અને રાહ જોતો એ એકલો રહ્યો, ત્યારે મારી પાસે આવ્યો અને કહ્યું કે એ ત્રણ વર્ષથી નેવલ એન્જિનિયરિંગના અભ્યાસ કરે છે, તેને સ્પેનિશ ભાષા આવડે છે અને માર પ્રવચન સાંભળીને તેને ભારતીય હોવાનો ગર્વ થયો. એ ત્યાંથી ગયા અને મને થયું ગીત આંખી વિદેશયાત્રા ત્યાં જ કૃતાર્થ થઈ ગઈ હતી. નાનાજી મારા નાનાજી સ્પેનની સર્વોચ્ચ અદાલતનાં વડા ન્યાયાધીશ હતા, પાકી ઉમ્મરે તટસ્થ નિરીક્ષણ કરતાં. આપવીતીને સાર કાઢતા અને તેમને સમજાયું કે સાચું સુખ કાં છે અને સાચા આનંદ શેમાં મળે છે. મારા સંન્યાસ લેવાથી તેમને ખૂબ દુ:ખ થયું હતું. છેવટે એમણે મને એક પત્ર લખ્યો અને જણાવ્યું કે પૌત્ર-પૌત્રીઓમાં જિંદગીમાં સારામાં સારો રસ્તો પસંદ કરનાર હું જ હતો અને મારા માટે એ ગૌરવ અનુભવતા અને માનતા કે કુટુંબને ઉજાળનાર હું છું અને એમને મારે માટે ખુબ સંતોષ હતા. એક કિસ્સા ભાઈ-બહેન વચ્ચે મિલકતની વહેંચણી માટે અબોલા હતા. મને, જોઇને ગ્લાનિ થઈ કે બિનજરૂરી વધારાનાં પૈસા મેળવવાનાં લાભને લીધે સગા ભાઈબહેન વચ્ચે અબાલાનું વેર થઈ ગયું હું કોને સમજાવું? એક પૈસા આપવા તૈયાર નથી અને બહેન લાભ છેાડવા તૈયાર નથી, મને ગ્લાનિ થઈ. આથી બોધપાઠ મળ્યો. સગાઓમાં દુ:ખ અને કસોટી જોઈને મને સંકોચ થતો કે હું પોતે આનંદમાં છું. મારા સગાઓ કહેતાં કે મારો રસ્તા સાચા છે. હું કહેતો દરેકના રસ્તો સાચા છે.સુખ દુ:ખ દરેકને છે, પણ આપણે સરખામણી ન કરીએ. ઈર્ષ્યા ન કરીએ, વસવસા ન કરીએ અને માનીએ કે જેવા છીએ તેવા સારાં છીએ, તે તેમાં સૌના આનંદ છે. દરેકનાં રસ્તાની કદર કરીને મારે રસ્તે આગળ વધું છું. તા. ૧-૭-’૭૯ સંગીત સંગીતના શોખને લીધે સારી રેકર્ડ મોટી સંખ્યામાં વસાવી હતી. મોટા સંગીતકારોની કૃતિઓ મને મેઢે હતી. અને કોઈ વાર અમ કહું કે બીથેાવનની સાતમી સિમ્ફોનીના ત્રીજા ભાગના પહેલા રાગ, પાછા કોઈ ગાય તે કહ્યું “મેાઝાર્ટની ‘સ’ઉપરની સોનાટાનાં વચલા ભાગનો અંતિમ રાગ” આમ અમારા વચ્ચે સંગીતને વાર્તાલાપ થતો. પત્ર ભારતથી પત્ર આવ્યો. બાને ખુબ પ્રેમથી તેડાવવાના. સૌથી પ્રથમ તેમને ત્યાં રહેવાના આગ્રહ ખૂબ સેવા કરવાના ભાવ: બા કહે હું અહીં દૂર છું. ભાષા જુદી છે અને કહે, કે એ લાકો સારાછેતે સારું. આ એક લાંબી તપશ્ચર્યાનાં ફળ છે. લોકો ફકત ફળ જુએ છે, નીચેનાં મૂળ શ્વેતા નથી. ભગવાન લોકોને સુખ દુ:ખ આપે અમને ભગવાને પહેલાં દુ:ખ આપ્યું, પણ પછી સુખ આપ્યું. ખેડૂત પાક જુએ અને તે હરખાય. પણ તેની પાછળ કેટલી મહેનત, ચિંતા અને સાધના પડયાં છે એ જોતાં સાત્ત્વિક આનંદ થાય. એવા પાથી. મળતા પૈસા વેડફી ન નખાય. હવે જીવન જીવવાની કિંમત સમજાય છે. મહામુલાં પાક છે એની પાછળ બાની સાધના છે. હું વ્યાખ્યાન પુરુ કર્યું અને એક બહેન બાલ્યા કે “પ્રશ્ન નથી પૂછતી પણ આપને જન્મ યો અને મેટા કર્યા તે માતાને મારાં નંદન” એ જેણે મેટા ખંડનાં એક ખૂણામાં શાન્તિથી બેઠેલા બાની પાસે એ સંદેશ પહોંચી ચુકયો હતો છતાં મેં કહ્યું કે તેની લાગણી અને અભિનંદન હું જણાવીશ.” વિદાય ઈસુનાં જીવનમાં એક હૃદયસ્પર્શી પ્રસંગ છે કે તે ફાંસીએ લટકીને પ્રાણ છાડવાની તૈયારીમાં હતાં ત્યારે સામે પેાતાની માતાને જોઈએ, પોતાનું દ:ખ ભુલી જઈને, જતાં જતાં માતાને માટે વ્યવસ્થા કરવાનું વિચાર્યું. એક પ્રિય શિષ્યને કહ્યું “લા, હવેથી આ તારી માતા છે. વિદાય વેળાએ, મેં આ પ્રસંગ યાદ કર્યો અને ઈશ્વરને કહ્યું કેહું પાછે જાઉં છું અને બાની જવાબદારી ભગવાનને સોંપીને જાઉં છું. યાત્રાની વિધિઓ થઈ. એક ઘર છેડયું અને બીજું ઘર મળશે. એવી કલ્પના કરી. તારા હાથની બનાવટ શરૂ કર્યું તે ખુરુ' કરનાર ભગવાન જ છે. ભગવાન કોઈને છેતરતો નથી. કોઈને ખોટું લગાડતા નથી. ભગવાનની યોજનામાં મને શ્રદ્ધા છે. અર્ધ રસ્તેથી બોલવાની હિંમત છે. અધુરુ જીવન છે, અધુરી સાધના છે. ધામ હજી ઘણાં દૂર છે. ઘણા જોખમે છે, ત્યારે ફ્રીના આનંદ સંભળાવી શકું છું. ચાલવાની સ્ક્રૂતિમાં શું ઓછી મુસામજા હોય? આગળ ઉપર શું થશે તેની ખબર નથી. પણ એની ચિંતા પણ નથી. નાની મુસાફરી તે લાંબી મુસાફરીના સંકેત છે, એક વૃદ્ધ શાની ફાધરે કહ્યું હતું એક ગુરૂવાય “હવે યાદ રાખજે, કે ભગવાન, તારા હાથની બનાવટ, તું અધુરી મુકીને વચ્ચેથી છેડીશ નહિ" સકલન: ડૉ. કે. એન. કામદાર ફાધર વાલેસ પ્રયત્ન કરો અને મળશે સાચી રીતે પ્રયત્ન કરો અને તમને મનવાંચ્છિત મળી રહેશે; વિશ્વાસ રાખી અને અંતે તમારો વિશ્વાસ સાચા પડશે, – શ્રી અરવિંદ તમને જ્યારે એમ ખાતરી થાય કે, તમે જે જાણે છે તે હજી જે જાણવાનું બાકી છે તેની સરખામણીમાં કાંઈ જ નથી; તમને લાગે કે તમે જે કંઈ કર્યું છે તે, હજી કરવાનું બાકી છે. તેનું માત્ર આર બિંદુ છે; તમને જ્યારે ભવિષ્યકાળ હજી સિદ્ધ કરવાની શક્યતાઓ વડે એક ચળકતા સૂર્ય જેવા લાગે છે; ત્યારે તમે પૃથ્વી ઉપર ભલે ગમે તેટલાં વર્ષ વિતાવ્યાં હોય તે પણ તમે યુવાન છે. -શ્રી માતાજી શાળાની ચાર દીવાલા વચ્ચેનું ફરજિયાત શિક્ષણ એ બાળકની સર્વ કુદરતી શક્તિને કુંઠિત કરનારું, તેની અવ્યક્ત સર્જનશકિતનું દમન કરનારું અને સામાજિક ચિંતાઓ વધારનારું બળ છે. – પાઉગ ગુડમેન

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158