Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 65
________________ તા. ૧-૮-૭૯ હતાં. કાં મધ્યસુત્ર ચૂંટણીઓ જાહેર કરવી, અથવા તા સ્થિર સરકાર રચી શકાય એવી શકયતા છે કે નહીં, તે જોવું, રાષ્ટ્રપતિને પોતાને કોઈ મહત્વાકાંક્ષા નથી એ વાત તેમણે સ્પષ્ટ કરી. રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય સરકારના નેતા બનેં તો કોઈ રાષ્ટ્રપતિ સરકારને સ્થિર રહેવા દે જ નહીં. દરેકને રાજા બનવાનું મન થાય. પ્રમુખ્ય વન ચરણસિંહને પોતાનો ટૂંકો છે એવું સ્વરણ કોંગ્રેસે જાહેર કર્યું. પછી ઇન્દિરા કોંગ્રેસે પણ પોતાના ટૂંકા જાહેર કર્યો. રાજનારાયણે ઇન્દિરાને મળી આવ્યા પછી કહ્યું કે, શ્રીમતી ગાંધી અમને બિનશરતે ટેકો આપશે. પરંતુ શ્રીમતી ગાંધી એટલા ઉદાર કયારથી થઈ ગયાં કે, એ ચરણસિંહને કહે કે તમે રાજા થાઓ તો અમે રાજી. એમની શરતે હશે જ. એમાં પહેલી શરત તે એ કે મારી તથા મારા દીકરા સામેના ખાસ અદાલતોમાંના બધા ખટલા પાછા ખેંચી લેવા અથવા મંદ પાડવા. ચરણસિંહ આમાં સંમત થયા હશે. ઇન્દિરા સામે પગલાં ન લેવા માટે પેાતાના સાથીઓને ‘પેક ઓફ ઇમ્પોટન્ટ, (નપુંસકનું ટોળું) કહેનારા ચરણસિંહ આ માટે સંમત થયા હોય તો નવાઈ નહીં લાગે. શ્રીમતી ગાંધી ભારે ગણતરીબાજ છે. તેમણે રાજનારાયણને સ્પષ્ટ કહ્યું કે, પ્રથમ ચરણ સિંહ અમને સત્તાવાર પત્ર આપે પછી જ મારો પક્ષ કોઈક નિર્ણય લેશે. ચરણસિંહના પક્ષે ત્રણ મેટા જૂથ છે. મેારારજીના પક્ષે સૌથી મોટો ૨૧૯ ની સભ્ય સંખ્યાવાળા પણ છે. બંનેને આ ઉપરાંત, થોડાક નાનાં જૂથે!ના ટેકાની જરૂર છે. વધુ ને વધુ જૂથા તટસ્થ રહેવા લાગ્યા છે. એને કારણે પરિસ્થિતિ વધુ ને વધુ ગુંચવાઇ છે. મારી અંગત પસંદગી પૂછે તે આજના સંજોગેામાં મધ્યસત્ર ચૂંટણી યોગ્ય માર્ગ છે. પણ ચરણસિંહ અને મેારારજીભાઇ વચ્ચે જો કોઈ એકની વડા પ્રધાન તરીકે પસંદગી થવાની હોય તે મારારજીભાઈ ચરણ સિંહ કરતા અનેકગણા યોગ્ય છે. કોઈ પણ સરકાર રચાય, લાંબા વખત ટકે તેવા સંભવ નથી. સમૃદ્ધિવાળા દેશમાં જાહેોજલાલીને અખા : સાદાઈ માટે તડપતા ૫૦ લાખ અમેરિકન અમેરિકામાં હવે લોકો ઓછી ખરીદી કરીને અને ઓછા સાધનાથી ચલાવીને સાદાઈથી જીવવા માટે આગ્રહ રાખી રહ્યા છે તે માટે એક ટેલિફોન સેવા શરૂ થઈ છે. દાખલા તરીકે કોઈ ગૃહિણી સ્ટોરમાં ખરીદી કરવા જાય અને તેને ફળનો રસ કાઢવાનું મશીન લેવાનું મન થાય તે તેણે સૌ પ્રથમ તો પોતાના મનને પૂછવાનું રહે છે - આ મંત્ર વગર ચાલશે ખર? એ પછી તેણે એક ફોન કરી જોવાના હોય " છે. ન્યુ યૉર્કમાં આ ફોન નંબર ` છે (૪૧૫) ૯૫૬ - ૫૭૪૪ આ નંબરનો ફોન ફેરવવાથી તમને સલાહ મળશે કે તમે એ યંત્ર ખરીદો નહિ તેમજ હેર ડ્રાયર, રેટ્રીજરેટર કે કે બીજા મંત્રા ખરીદવા ઈચ્છતા હ। તે ઈચ્છાને રોકો. જો તમને યંત્ર વગર ન ચાલતું હોય તે! ફલાણી જગ્યાએથી મંત્ર ઉછીનું વાપરવા લઈ આવે. એમ કહીને તે જગ્યાનું સરનામું અપાય છે. આમ અમેરિકામાં પણ હવે લોકો નાહકની ખોટી ખરીદી ન કરે એ માટે અને ઓછી આવકથી સાદાઈભર્યું જીવન હિલચાલ શરૂ થઈ છે. જીવવાની અમેરિકાની અઢળક સમૃદ્ધિ અને દરેક નાગરિકની માસિક સરેરાશ આવક રૂા. ૮,૦૦૦ હોવા છતાં અમેરિકનોને સમૃદ્ધિ અબખે પડી ગઈ છે. અને હવે ત્યાં ૫૦ લાખ અમેરિકનો સાદાઈથી રહેવા માટે સંકલ્પબદ્ધ થયા છે. કેલિફોર્નિયા રાજ્યની સ્ટેનફોર્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની તપાસ પ્રમાણે આટલા અમેરિકના સ્વેચ્છાથી ઘણી ચીજો ખરીદી શકતા હાવા છતાં તે ખરીદતા નથી અને કરકસરથી રહેવા કોશિષ કરે છે. નવાઈની વાત એ છે કે, વૃદ્ધ લોકો કે નિરાશ થયેલા લોકોને સ્મશાન વૈરાગ્ય આવે અને સાદાઈની વાત કરે તેવી આ હિલચાલ નથી. અઢાર અને ૩૯ વર્ષની વયના જુવાને જ આ સાદાઈની ચળવળના સાથીદારો છે. આ સાદાઈનો ચેપ યુરોપમાં પણ લાગવા માંડયો છે. સ્ટેનફોર્ડ ઈન્સ્ટિટયૂટનો અંદાજ છે કે, એકલા અમેરિકામાં જ ૧૯૮૭ સુધીમાં રા કરોડ અમેરિકન સાદાઈને અપનાવશે. એ લોકોને ભૌતિક સુખના સાધને ઉપરથી, અંદરથી જ માહ ઉતરતો જાય છે અને અંદરની સમૃદ્ધિ માટે જ તેઓ અભિમુખ થાય છે. લૂઈ . હેરિસ નામની એક સંસ્થા અમેરિકામાં જનમત લેવા માટે અને સર્વેક્ષણ હાથ ધરવા માટે પ્રખ્યાત છે - આ સંસ્થાએ સાદાઈની ચળવળને નીચે મુજબ ક્યાસ કાઢયા છે: (૧) અમેરિકન લોકો હવે અત્યંત જરૂરી હોય તેવી જ ચીજો ખરીદવાના આગ્રહ રાખે છે, અને જીવનના ઊંચા ધારણને પસંદ કરતા નથી. (૨) ભૌતિક ને બદલે આધ્યાત્મિક બાબતામાંથી સુખ લેવા કોશિશ કરે છે. વધુને વધુ ચીજો મેળવવા માટેની હોડ ઓછી થતી રહી જાય છે. જે સંતાપ મેળવવા છે તે આંતરિક જીવનમાંથી જ મેળવી શકાય છે તેવી પ્રતીતિ થતી જાય છે. (૩) જો ચીજોમાંથી સુખ ન મળવાનું હોય તે તેવી ચીજો મેળવવા માટે કમાણી કરવામાં સમય અને સ્વાસ્થ્ય નષ્ટ કરવાને બદલે એક બીજાને મળીને અને પછી માનવને જાણીને વધુ સુખ મેળવી શકાય છે. એ રીતે ૫૦ લાખ અમેરિકના માનવીને સમજવામાં વધુ સમય ગાળવા માંડયા છે અને કાયમી કમાણી માટે આછે સમય ગાળે છે. ટેક્નોલોજીને સુધારીને મંત્રદ્રારા માનવને પહોંચવાને બદલે માનવીય ધોરણે માનવીને મળવાની સૌને ખ્વાહેશ જાગી છે. (૪) એક જગ્યાએથી બીજી જગ્યાએ વધુ ઝડપથી પહોંચવા માટે નવા મંડળ સાધન શોધવાને, બદલે જે વાહન વ્યવહારના સાધનો છે તેને સુધારવાનું વલણ અમેરિકામાં છે. અમેરિકાના લોકો ઉપરના વલણને ‘સાયલેન્ટ રિવોલ્યુશન’ અર્થાત ‘શાંત - ક્રાંતિ' કહે છે. અર્થાત લાકામાં વલણ અને મૂલ્યોમાં શાંતિમય રીતે પરિવર્તન આવી રહ્યું છે. ઘણા વર્ષોથી અમેરિકાના લેખક અને વિચારકો સાદાઈની વાત કહેતા આવ્યા છે. હેન્રી ડેવિડ થોરોએ ‘વાલ્ડેન ' નામના પુસ્તકમાં સાદાઈના ઉપદેશ આપ્યો છે. હેન્રી થોરો પોતે જ સાદાઈથી રહેતા હતા. થોરસ્ટન વેલબેન જેમણે ‘ધી થિયરી એ ધી ઝિર કલાસ' નામનું પુસ્તક લખ્યું છે. તેમણે ફૂરસદના મહિમા ગાયો છે. ઉપરાંત જેમને સાદાઈભર્યું જીવન જીવવાના શેખ હોય તેમણે નીચેના પુસ્તકો પણ વાંચી જવા જોઈએ. ‘પીલ ઓફ પ્લેન્ટી’ - લેખક: શ્રી ડેવિડ એમ. પાટર, અને ધી હેરીડે લીઝર કલાસ' - લેખક શ્રી સ્ટેફાન `લિન્ડર. કોઈ પણ રાષ્ટ્રને અંદરથી તગડુ બનાવવું હોય અને આવનારી રાજકીય કે આકિ કટોકટીના મુકાબલા કરવાની શકિત કેળવવી હાય તા તેના લોકોએ સાદાઈના સિદ્ધાંતને અપનાવવા જ પડશે. અમેરિકના માત્ર સાદાઈના વિચારો પ્રગટ કરીને બેસી રહેતા નથી. એ લોકો બરોબર સાદાઈને અમલમાં મૂકે છે.’ ‘મધર અર્થ મુવઝ', ‘હાલ અર્થ કેટેલોગ ', ‘રેઈન ’- ‘પ્રિવેન્શન એન્ડ ઓર્ગેનિક ગાર્ડનીંગ' જેવા મેગેઝિનોમાં સાદાઈ અને આંતરિક સમૃદ્ધિની વાત આવે છે. માનવી વધૂ સ્વાવલંબી બને અને પૈસાને બદલે ગુણાનું મૂલ્ય કરતા થાય તે માટે પંડળા ઊભા આ લોકો નવા ઘર ઊભા કરવાને બદલે જૂના ઘરાને સ્વચ્છ રાખવા માટે કોશિશ કરે છે, તેને રિપેર કરે છે. ઘરની પાછળ જગ્યા હોય ત્યાં અનાજ ઉગાડે છે. હાથે જ લાકડા ફાડે છે. પોતાની મેળે ઘણાં કામ કરી લે છે. ‘ગ્રીન રિવોલ્યુશન ' નામના એક મેગેઝિનના સર્વેક્ષણ પ્રમાણે લગભગ ૨૦૦ મંડળે! સાદાઈની ઝુંબેશ ચલાવે છે. શ્યા છે. કોઈ પણ ધર્મગુરુના ઉપદેશ વગર જ અમુક અમેરિકનોના મગજમાં એ વાત ઠસી ગઈ છે કે, જો પૂર્ણતા સાધવી હશે તે ભૌતિક સાધનોના ઉપયોગથી તે સાધી શકાશે નહિ પણ માત્ર સાદાઈથી જ અને પેાતાની અંદરથી જ સુખ શોધવાથી જ પૂર્ણતા પ્રાપ્ત થશે. સાદાઈની આ વાત નક્કર સ્વરૂપે અમેરિકામાં ઊતરી છે કે તે પણ એક કામચલાઉ નાદ છે તે હવે જોવાનું રહે છે. કાન્તિ ભટ્ટ (‘સ્પાન’ ના એક લેખના આધારે) –

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158