Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 67
________________ તા. ૧-૮-૭૯ પ્રબુદ્ધ જીવન ચેય કુટુંબની કમાણીમાંથી કાંઈ ભાગ લેવાને બદલે ' આશ્રામજીવન સ્વીકાર્યું અને એ સ્વીકારતા એમને કેટલી બધી મથામણ થઇ હશે અને કેટલે એ જમાનામાં એમણે ત્યાગ કર્યો હશે એને ખ્યાલ અાજના જમાનાના યુવકોને આવા મુશ્કેલ છે. રમણીકલાલભાઈને શ્રદ્ધાંજલિ અર્પતા સહેજે સ્મરણો તાજાં થયા તે લખ્યા છે. શ્રેયાથી કશેરલાલભાઇની જીવનકથા, જેમ નરહરિભાઇએ લખી છે એમ રમણીકલાલભાઈની જીવનકથા વિદ્યાર્થીઓને, યુવાનને, ગૃહસ્થીઓને પ્રેરણારૂપ બની શકે એવી લખાય તો સારું -- છગનલાલ ન. જોષી નમસ્તે માંડ સાડા ત્રણ અક્ષરને આ શબ્દ નમસ્તે’ કે ભાવસૂચક છે. ! કેટલે અગહન છે! જીવનમાં કેટલીય વાર બેલાતો આ શબ્દ દેવમંદિરમાં તો કોઈ અલૌકિક ભાવ સર્જે છે. નમસ્તે ના ઉદ્દગાર સાથે બેઉ હાથની મુઠ્ઠીઓ ખૂલી જાય છે, અને એ બે હથેળીઓ ખુલ્લી થઈને જોડાય તે જ નમનમાં સાચે ભાવ જાગે છે. જાણે કે, ઈશ્વર નજીક લઈ જતી બે ખુલી હથેળીમાંથી આપણા પરિગ્રહની માયા તથા મમઃ ૬૨ સરકી ગયા ન હોય! જો આપણામાં પરિગ્રહની આસકિત ભરી હોય તે પણ આપણા નમસ્કાર ઈશ્વર સુધી કયાંથી પહોંચી શકે ? ઘણી વાર મંદિરમાં જોઉં છું તે કઈ બહેન હાથમાં પર્સ લટકાવીને દેવને પગે લાગતાં હોય છે. એમની નજર તે દેવની મૂર્તિને બદલે કોઈ એ પર્સ છીનવી ન જાય તે તરફ જ ફરતી હોય છે. અને બીજા એક બહેન પ્રાર્થના ગાતાં ગાતાં એમની સાડી જ સરખી કર્યા કરતાં હોય છે. જ્યારે સાથે આવેલા ભાઈ તે મંદિ૨માં કોણ કોણ આવ્યું છે તે જ શેધી રહ્યા છે. તે બીજા એક મુરબ્બીના મગજમાં શેર બજારના છેલલા ભાવ જ ઘૂમી રહ્યા છે. આમ કેમ ચાલે? ભકિત કરતાં કરતાં પણ મગજ અને આંખે બીજી જ દિશામાં ફરે? એટલે જ તો નમસ્તે કરનારની આંખે બંધ હોય એ જરૂરી છે. મનના દરવાજા બંધ કરવા અઘરા છે, પણ નજરના દરવાજા તે બંધ થઈ શકે ને? એટલું જ કરવાથી પણ નમસકોરમાં એકાગ્રતા વધશે ખરી ને? આમ નમસ્તે કરનારમાં અપરિગ્રહ અને એકાગ્રતા હોય એ જરૂરી છે, પણ એટલું જ પૂરતું નથી. નમસ્તે કરતી વખતે આપણું શીશ પણ નીચું નમે છે ને? એ શા માટે? ઊંચે મસ્તકે અહંકારથી ભરેલા મનને ભગવાન મળે ખરા? એમને પામવા માટે તે શીશ નમ્રતાથી ઝૂકી જવું જોઈએ. તે જ હૃદયના ઊંડાણથી કહેવાય : નમો ' આવા નમસ્કાર આપણે માત્ર ઈશ્વરને જ નહીં પણ માનવીને પણ કરીએ છીએ. કોઈ નો પરિચય થતાં સહજ રીતે આપણા બે હાથ જોડાઈ જાય છે. અને એ પરિચયને આવકારતાં નમસ્કાર થઈ જાય છે. ત્યારે વળી સામી વ્યકિત પણ અાપણને નમસ્કાર કરે છે. નમસ્કારની આ આપ-લે માત્ર નવપરિચિતે વચ્ચે જ નહીં, પણ સુ - પરિચિત વચ્ચે પણ મળતી અને છુટ્ટા પડતી વખતે થાય છે. આવું શા માટે? જે ભાવ આપણે ઈશ્વરને ભજતી વખતે અનુભવીએ છીએ, તે જ ભાવ ઈશ્વરના અંશ સમા માનવીને મળતી વખતે અંશત: પણ જાગ જોઈએ ને? આપણે આ વિશ્વમાં બિન્દુ સમાન છીએ - આપણે નવા નવા પરિચો દ્રારા વિસ્તાર પામતાં આખા સિધુમાં વ્યાપક થતાં જઈએ છીએ. અને એ રીતે નવા નવા સંબંધો દ્વારા આપણા આત્મા વિસ્તરતે જાય છેઆમ કરતાં કરતાં એ સર્વવ્યાપી પરમાત્મામાં એક રૂપ થતો જાય છે. ઈશ્વરની નજીક આવવાને આ પણ એક નવે રાહ છે. આમાં આપણે ઈશ્વરના પ્રતીક સમાં પ્રત્યેક આત્માને સમિત નમસ્કાર કરીએ છીએ - એટલે કે પ્રેમપૂર્વક આવકારીએ છીએ. જરૂર છે: માત્ર એ માટેના નિઃસ્વાર્થ પ્રેમની : એ હોય તે નમસ્કારમાંથી અપાર પ્રસન્નતા હેરી ઊઠે છે. આમ નમસ્તે' માત્ર ભૌતિક ક્રિયા નથી - એ દ્વારા તે જાગી શકે છે -'અપરિગ્રહી, એક્ષચ, અનાસકત પ્રેમ અને ભકિત’ અને પરિણામે પ્રસરે છે : પારાવાર પ્રસન્નતા” ને પ્રફુલ્લ પમરાટ (આકાશવાણીના સૌજન્યથી) - ગીતા પરીખ "સુકાન વગરનું વહાણ ધારેલ સ્થળે પહોંચાડે ખરું? વહાણમાં સુકાનનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ આપણા જીવનમાં ધ્યેયનું છે. ધ્યેય વગરનું જીવન ખરેખર નિષ્ફળ બને છે. પશુઓ ધ્યેય વગરનું જીવન જીવે છે. તે રીતે માણસને પણ જો ધ્યેય ન હોય તે તે પશુની કોટિને જ ગણાય. (માનવવંતુ સ્ત્રો) અર્થાત માનવજીવન મળવુ આ સંસારમાં દુર્લભ છે. તેથી તેને વેડફી ન નાખવું જોઈએ. યેય વગરને માનવી જીવનમાં મુશ્કેલીઓ આવતાં હાથમાં લીધેલું કામ છોડીને બીજું કામ કરવા પ્રેરાય છે. તેમાં મુશ્કેલીઓ. આવે તે વળી બીજા કામને આશરો લે છે. આમ, વારંવાર થતાં, તેની સ્થિતિ “ધબીના કૂતરા જેવી થાય છે. તે નથી રહેતે ઘરને કે નથી રહેતું ઘાટને. આમ ન થવા દેવું હોય તે જીવનમાં કંઈ ને કંઈ ધ્યેય અવશ્ય રાખવું જોઈએ. ધ્યેયધારી વ્યકિત ગમેતેવી મુશ્કેલીઓ આવે તો પણ મક્કમતાપૂર્વક તેને સામને, કરી, આગળને આગળ ધપે જાય છે. એક સંસ્કૃતના સુભાષિતમાં એવી મતલબનું કહેવામાં આવ્યું છે કે, સમુદ્રમંથન વખતે દેવેનું ધ્યેય અમૃત મેળવવાનું હતું. તેમને આરંભમાં વિષ મળ્યું. તેઓ અટકયા નહિ. પછી એ બીજી લાલચ તરીકે રને મળ્યાં. લલચાયા, વગર તેમણે પ્રયત્ન ચાલુ જ રાખે. આખરે તેમનું ધ્યેય સિદ્ધ થયું. તેમણે જો ધ્યેય પ્રત્યે દષ્ટિ રાખી ન હોત તો તેમને અમૃતની પ્રાપ્તિ થાત ખરી? માનવીએ પોતાનું ધ્યેય અથવા પિતાને આદર્શ ઉત્કૃષ્ટ પ્રકારને જ રાખવું જોઈએ. નીચું ધ્યેય રાખનારા કેટલાક વિદ્યાર્થીઓને માત્ર પાસ થવાની ઈચછા ધરાવતા જોઈએ છીએ. ત્યારે તેમની તરફ આપણને સારી લાગણી થતી નથી. માત્ર પાંત્રીશ ટકા મેળવવા છે એ નીચે આદર્શ વખાણવાલાયક ન જ કહેવાય. શા માટે તેમણે , સીતેર ટકા માટેની અભિલાષા ન સેવવી જોઈએ? આ ઊંચા આદર્શ રાખ્યો હોય તો તેઓ નિત્ય અભ્યાસશીલ રહેવા પ્રયત્ન કરશે. ચેરી કરવા જેવી અનિષ્ટ પ્રવૃતિઓને આશ્રય લેવાની તેમને લાલચ નહીં થાય. કોઈવાર એમ પણ બને કે પ્રયત્નશીલ રહેવા છતાં પણ નિષ્ફળતા મળેપરંતુ નિષ્ફળતા એ કંઈ અપરાધ નથી. ચોરી કરીને સફળતા મેળવવી એ જરૂર અપરાધ છે. હલકા દયેયની નિંદા કરતાં એક કવિએ જણાવ્યું છે કે, “નિશાનચૂક માફ, નહીં નીર નિશાન.” ઉન્નત ધ્યેય રાખનાર વ્યકિતઓને પિતાના જીવનકાળ દરમ્યાન દયેયની પ્રાપ્તિ ન થઈ હોય એવા દષ્ટાંતો ઈતિહાસ પૂરાં પાડે છે. રાણા પ્રતાપ, સુભાષચંદ્ર બોઝ, લેકમાન્ય ટિળક વગેરેએ પિતાના ધ્યેયને સિદ્ધ થતું જોયું નથી તેમ છતાં, તેમને પ્રયત્ન ” એળે ગયે છે એમ કોણ કહી શકે! ઉચ્ચ ધ્યેયને સ્વીકારનાર વ્યકિત સદા પુરુષાર્થમી રહે છે. પ્રારબ્ધ ઉપર તે મદાર બાંધતો નથી. પિતાની સમગ્ર શકિતઓને તે એક જ લક્ષ્યબિદ માટે કેન્દ્રિત કરે છે. માત્ર ધ્યેય નક્કી કરીને બેસી રહે તેને કોઈ વસ્તુ પ્રાપ્ત ન થાય એમ વ્યકત કરતાં એક કવિઝો સંસકતમાં કહ્યું છે કે: યાર fa fasતિ વાળ જ મનોરથૈ: સિદ્ધિ મેળવવા માટે દઢતાપૂર્વક પ્રગતિ જરૂરી છે. દઢ સંકલ્પ ધારણ કરનારને મુશ્કેલીઓ સતાવી શકતી નથી. કોલંબસ, નેપોલિયન, એડિસન, ગાંધીજી વગેરેએ જે સિદ્ધિ હાંસલ કરી છે તેની પાર્શ્વભૂમિકા તપાસશે તે ત્યાં દઢ સંકલ્પ રૂપી શિલા પડેલી દેખાશે. આ સંકલ્પ પ્રમાદરૂપી દાનવને સંહાર કરવા માટે ઉપયોગી થાય છે. ધ્યેય નક્કી કરી લેતી વખતે સર્વ પ્રથમ પિતાની શકિતને વિચાર કરી લેવું ઘટે. શકિત ઉપરવટનું કામ હાથમાં લેવું એ મૂર્ખાઈ જ ગણાય. તેથી જ કહેવાયું છે કે, better not to begin than not to finish સંપૂર્ણ રીતે વિચારીને, જે ધ્યેય સ્વીકાર્યું હોય તેને તે કરેંગે યા મરેંગે' ની ભાવનાથી પાર પાડવું જોઈએ. પ્રત્યેક સુપ્રભાતે આપણે સંકલ્પ કરીએ કે મારા જીવનમાં ઉન્નત ધ્યેય રાખીને તે પૂરું કરવા સંનિષ્ઠ પ્રયત્ન કરીશ, દઢતાપૂર્વક મુશ્કેલીઓને સામને કરીશ અને ધ્યેય પ્રાપ્ત કરીને જ જંપીશ.. - અરુણ જોશી

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158