Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 43
________________ છે જીવન * સંધ્યા સમયને ફકીર ૯ મન પણ સંધ્યા સમયે શૂન્ય ને ઉદાસ થાય છે. એ ઉદાસી કોઈ પણ રઐહિક દુ:ખથી નિર્માણ થયેલી નથી હોતી. તેના મૂળમાં કોઈ પણ ભૌતિક અતૃપ્તિની વૃત્તિઓ નથી હોતી. ફકીરફકીરના દર્શનમાં ઊભી રહેતી સંધ્યા સમયની ઉદાસી રામદાસી કાર્યક્ટની જાતની છે. જાણે સંધ્યા સમયને એક ફકીર પોતાની સાથે ખરેખર જ સંધ્યા સમયને લઈને આવે છે! તેના સનાતન લલકારથી તેના પડછાયા વિલક્ષણ વ્યાકુળ થયેલા હોય છે. તેને લીધે આપણે મૂકપણે કેવા અંદર ને અંદર સરકતા હોઈએ છીએ ! જાણે આપણા અંતર્મનમાં ફકીરના સંધ્યા સમયનું આકાશ જ ઊગ્યું હોય છે! આપણામાં જ ઉગમ પામીને વિરામ પામતા મેઘને સંઘ તે નામશમાં ફરતો હોય છે. ફકીર આંખ મીંચીને લલકાર કરે કે, આપણી આખો પણ મીંચાવા લાગે છે. એક ગૂઢ વેદનાનો સ્પર્શ આપણી સમગ્ર જિદગીને કંડારી જાય છે! ગ્રેસ : અનુ: જયા મહેતા માયાની ફરિયાદ: વર્તમાન સમાજ વ્યવસ્થાનું પરિણામ? - આજે કેટલાં વર્ષે સંધ્યા સમયના ફકીરને ઘર પાસેથી જતો જોયો અને બચપણમાં સૂતેલી સ્મૃતિનો એક ભીને ભીને તરબોળ પાલવ મારા શરીર પર ફરકી ગયો. નખશિખ લીલા કાપડથી મઢાયેલ, હાથમાં લાંબું કાળા રંગનું ભિક્ષાપાત્ર અને ઉપર ઊંચકતા જ બેદે અવાજ કરતા ચીપિયા જેવી લાકડી ધારણ કરેલ તે ફકીર રોજ સાંજે અમારા ઘર પાસેથી જતો હોય. તેની આંખે બહુ પાણીદાર હતી. ગોરા લાલ ચહેરા પર ઝુલતી દાઢીથી તેના અંગેઅંગને એક ગુઢ પાર્વભૂમિ મળતી હતી. કાળા ભમ્મર - વાદળાંની ચપટીમાંથી થોડોક તડકો મળતો હોય તેવું મંદ તે હાસ્ય હતું. સૂર્ય હજી ડૂળ્યો જ હોય કે ડૂબવાની તૈયારીમાં હોય. તેનાં છેલ્લાં કિરણોને સૌમ્ય તડકો રંગબેરંગી વાદળના કાચ પરથી પરાવર્તિત થયેલ હોય અને હળવેથી ચડતા પડછાયાનું સંધ્યાધા, ગીચોગીચ ભેગું થતું હોય. ત્યારે ‘દ ઉસકા ભી ભલા, ન દે ઉસકા ભી ભલા ..!” આ લલકાર કરતો તે ફકીર એક આખું ચક્કર લગાવીને કેઈક દિશામાં ચાલ્યો જતો. ફકીર’ શબ્દને એક બાળઅર્થ તે જ વખતે મારા મનમાં વણાઈ ગયો હતો. તેને - ફકીરને જોઈએ કે, સંધ્યા સમયના ઉદાસ પડછાયામાં દેખાતી મસ્જિદો અને તેમની આસપાસ તરતી ધૂપની સુગંધના, મન ભરી દેતા કરડે તરંગે મારી આંખ સામે તરવરવા લાગતા. બરાબર સંધ્યા સમયે આવવું, હંમેશની જેમ લલકાર કરીને એક ન ચુકાતી દિશામાં ચાલ્યા જવું એ મને બહુ ગૂઢ લાગતું. આ ફકીર ભિક્ષા માટે આગ્રહ કેમ રાખતો નથી? દેનારને અને ન દેનારને એક જ સનાતન ચહેરાથી કેમ જુએ છે? પડછાયાના ધણમાંથી પાછા ફરતાં એના દેહનું છેવટનું ટપકું ક્યાં ઉપસતું હશે? રાતના અંધારામાં એનું લીલાપણું કયો રંગ ધારણ કરતું હશે? આવાજ અને આના જેવા અનેક પ્રશ્ન મારા મનમાં આવતા. * કેટલાક દિવસ પછી ફકીર આવતો બંધ થયો. અને એક સાંજે તે પાછા દેખાયો. ત્યારે તેની તબિયત બહુ જ કથળી ગયેલી હતી. પણ ઊંડી ગયેલી આંખની કીકીઓ બહુ આકર્ષક અને વિશીભૂત કરી નાખતી લાગતી હતી. મને યાદ આવે છે કે, કોઈકે તે ફકીરને જોરથી લલકાર ન કરવા માટે બહુ સહાનુભૂતિથી કહ્યું. કારણ કે તેની છાતીમાં ચડતી હાંક સ્પષ્ટ દેખાતી હતી. “યહ વહી દર હૈ જહાં આબરૂ નહીં જતી. એ ફકીર ક્ષીણતાથી હસીને ફકત આટલું જ ગણગણ્યો હતો એ મને આજે યાદ આવે છે. આજે ફકીરને જોઈને આટલી બાબતે મારી સામે આવી. કેટલે મોટો કાલખંડ વચ્ચે સરકી ગયો. આજના ફકીરે પણ લલકાર કર્યો હતો. બાળપણના ફકીરના લલકારની જેમ આ ફકીરના લલકારમાં પણ વેદના પરાકાષ્ઠાએ પહોંરયાનું મને સમજાયું. ફકત બે અવાજોની વેદનાનું કાળે બહુ મજેદાર પૃથક્કરણ કર્યું હતું. એકમાં સંધ્યા સમયના અજ્ઞાત પ્રદેશમાં આત્માને લઈ જતે ગૂઢ સાદ હતે, તે બીજામાં આંતરડાં નીચવી નાખત, પેટને માટેનો સાદ હતા. બંનેયમાં કારુણ્ય હતું જ. એક કાળની પાર લઈ જનાર અને બીજું કાળને જ ગુનેગાર ઠરાવનારુ! કાળે કેટલું સ્થિત્યંતર કરાવ્યું હતું! ભિક્ષાની કલ્પના બાદ થઈ અને હાથમાં ભિક્ષાની ઝોળી લઈને ભટકતા, લીલા આવરણથી જેમ તેમ પિતાની લાજ ઢાંકતા ફકીર દેખાવા લાગ્યા. ફકીર શબ્દના ઉચ્ચારથી આપણા મનમાં સાકાર થતા સનાતન વિશ્વમાં તડ પડી. આવી ઘણી બાબતોમાં હમણાં હમણાં તડ પડવા માંડી છે. એક કવિની પંકિતઓ છે - ‘નજર મિલાઈ તે પૂછુંગા ઈશ્ક કા અંજામ, નજર ઝુકાઈ તો ખાલ સલામ કર લુંગા’ ફકીરને દુનિયા સાથેનો સંબંધ આ પંકિતઓમાં વ્યકત થયેલા શાલીન, સંસ્કૃતિસંપન્ન અર્થ જેવો છે. દેનારા અને ન દેનારા જીવ માટે ફકત દુવા માગવી એ સૂફ પંથને પરિપાક જીવીને સાકાર કરતા એ ફકીર કાળના મહાપુરમાં વહી ગયો. મરિજદના ઘુમ્મટ અને ધૂપના તરતા ગોટા વસતી વસ્તીમાં પેટના રોટલાના ધૂમાડાથી શબલિત થયા! ફકીર અને સંધ્યાના સમયને એક અતૂટ સંબંધ મારા બાળમને બાંધ્યો હતો. તે તો હજી યે ટકી રહ્યો છે. ફકીરની જેમ જ આપણું ‘પ્રબુદ્ધ જીવનના (વર્ષ ૪૨: અંક-૩) તા. ૧-૬-૧૯૭૯ના અંકમાં સામાજિક કાર્યકર શ્રી મીનાક્ષીબેન મહેતાને સંવેદનપૂર્ણ લેખ “માયાની ફરિયાદ” વાં. એ ઉપરથી આપણી સમાજરચના, એના ઢાંચા વિષે આવેલા વિચારો અત્રે ઉદ્ધત કરું છું. માયાની ફરિયાદ”માં માયાને એના સગા કાકાના દીકરા જોડે પ્રેમ થ. સંબંધ વધ્યો અને પવિત્ર પ્રેમના પ્રતીકરૂપે ગર્ભ રહ્યો. બન્ને પરણવા તૈયાર થયા. વડીલોને વાત કરી, પણ દેશી વિચારો ધરાવતા તેઓ માયાને કાઢી મૂકી અને તેના કાકાના દીકરાના લગ્ન અન્ય યુવતી સાથે કર્યા. આ લગ્ન અટકાવવા સમાજસેવિકા મદદમાં મોડા પડવા અને પરિણામે આશ્રમમાં દાખલ થવા ફરજ પડી. ત્યાર બાદ પાંગરે ગર્ભ હસમુખ, વાંકડિયા વાળવાળા બાળક તરીકે અવતર્યો. આ બાળકને પરદેશી દંપતિ દત્તક તરીકે લઈ જાય છે. આ બાબતમાં માયા સાથે દગો થાય છે અને ત્યારબાદ એ બાળક સાથે મુલાકાત પણ લેવા દેતા નથી. આ અંગે એણે ગવર્નર વગેરે ઉચ્ચ સત્તાધારી સમક્ષ ધા નાખી, પણ નિષ્ફળ. ટૂંકમાં આ રીતની એની કરુણ કથની છે. એની પ્રત્યે સહુએ હમદર્દી દાખવી છે, પરંતુ પિતાના વહાલસેયા બાળકને મળવા માટેની સુવિધા કરવા માટે કોઈએ મદદ કરી નથી. ઉલટું એ બાળકને ભૂલી જવાની એ બાળકના હિતમાં સલાહ મળી. શ્રી મિનાક્ષીબેન મહેતાને યક્ષ પ્રશ્ન છે: ‘આ ક્રૂરતા નથી, શું?” શ્રી મુંબઈ જેન યુવક સંધ તરફથી જતા ‘અભ્યાસ વર્તુળમાં શ્રી મિનાક્ષીબેન આવ્યાનું મને સ્મરણ છે. એમનો વિષય હતો: “શિક્ષિતોના દાંપત્યજીવનની સમસ્યાઓ.” એમણે એ વખતે એક બહુ સરસ વાત કરી હતી. લગ્ન એ વ્યકિતને અંગત પ્રશ્ન છે. આ બાબત વર્તમાન સંજોગોમાં અકાંગી છે. વ્યવહારમાં વાસ્તવિક રીતે વ્યક્તિ સંપૂર્ણપણે સ્વતંત્ર છે ખરી? મને લાગે છે કે પ્રત્યુત્તર નિષેધાત્મક છે, અને એ અંગે વિચારતાં વર્તમાન સમાજવ્યવસ્થા વિષે અને એના ઘડતરના ઈતિહાસ વિષે પણ વિચારવું આવશ્યક જણાય છે. ભગવાન –ષભદેવ અને તેની પહેલાંના સમયમાં ભાઈ-બહેનનું યુગલ સાથે જન્મતું અને તેના લગ્ન થતા. બન્નેના આયુષ્યની અવધિ પણ સાથે જ પૂરી થતી. ભગવાન મહાવીરના સમયમાં એમની પુત્રી પ્રિયદર્શિની અને એમના ભાણેજ જમાલિના લગ્ન થયા હતા. આજે મુસ્લિમમાં મામા-ફોઈના ભાઈ બહેનના લગ્ન થાય છે અને દક્ષિણ ભારતની અમુક જ્ઞાતિમાં આજે પણ મામા-ભાણેજના લગ્ન થાય છે. પરંતુ આધ્યાત્મિક વિચારણા અને વિકાસને એકાંગી રીતે મહત્ત્વ આપવામાં સ્ત્રીને વિકાસ રૂંધનારી માનવામાં આવી. આ સાથે જે ભાઈ-બહેનના પ્રેમને ઉચ્ચ કોટિમાં મૂકવા એ બન્ને વચ્ચે લગ્નના નિષેધ કરવામાં આવ્યું. એ વખતે આ વાત સમાજના દરેક વર્ગ સ્વીકારી શક્યા નહીં હોય, અલબત્ત, આજે આ બાબત અકારી

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158