Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 35
________________ તા. ૧૬-૬-’૭૭ ભારતીય દષ્ટિને પ્રકૃતિ કેવળ શાતાપ્રેરક નથી. એને માટે “Nature red in tooth and claw" નથી. ભારતીય દૃષ્ટિને મન પ્રકૃતિ પોતાના પ્રભાવ છાંટવાની કે પાથરવાની કે એના પર સ્વામીપણ સિદ્ધ કરવાની ચીજ નથી. ભરતીય ચૈતન્ય ખંત પ્રકૃતિ એ પરમાત્માને અવિષ્કાર છે, અને એક પરમ અને ચરમ શકિત છે. એમાં સૌંદર્ય અને પ્રભુતા બંનેનો અનુભવ થાય છે. દેખીતી વાત છે કે કોઈ પણ સર્જક પોતાની ધરતીમાંથી મૂળિયાં ઊખેડીને કાંઈક કરવા જાય તો એ કશું પામ્યા વિના બે દુનિયાની વચ્ચે અટવાવાના અને ભીંસાવાના. એ નથી પોતાની ધરતીના રહી શકતો કે નથી બીજું આકાશ સરજી શકતો. એની સ્થિતિ તો “એક મૃત પામેલી અને બીજી નહિ જન્મેલી ” એવી બે દુનિયાની વચ્ચે ત્રિશંકુ જેવી રહે છે. સંસ્કૃતિના સમન્વય શક્ય છે, પણ એક છોડને આખેઆખા ઉખેડીને જુદી ધરતીમાં મૂકવા એ ભયંકર છે. ઉમાશંકર જોશીના કાવ્ય દ્વારા મારે એક બીજી વાત પણ છેડવી છે. હોટલમાં સુખની પથારી સ્વચ્છ સુંદર ને પ્રસન્ન, કાલે હતી જેવી બીજી હાંટલમાં તેવી અહીંયે. સિંધુફેન સમી ધવલ ચાદર , ના, માનવીની કામનાના રંગનું ઇન્દ્ર ધનુ ઊઘડેલદેખું, ને મહીં ડૂસકાંના ડાઘ. પ્રાદ્ધ જીવન કોઈ પણ કલાકાર છેવટે વિશ્વનાગરિક છે. પહેલી ત્રણ ચાર પંક્તિ કોઈ પણ કવિ લખી શકે, પણ ચાદરમાં મનુષ્યની વાસનાના રંગનું ઈન્દ્રધનુષ જોઈને કૂદનું કવ વર્ઝવર્થનું હૃદય પણ આપણને કવિતાને અનુભવ આપે છે, પણ મેઘ ધનુષ્યની અંદર ડૂસકાંના ડાઘનું દર્શન આપણને ભારતીય કવિ ઉમાશંકર પાસેથીમળે. આજના આધુનિક મનુષ્ય પશ્ચિમની વિચારધારા અને આધુનિક યંત્ર વિજ્ઞાનની વચ્ચે અટવાયેલા છે. એની આ કહેવાતી આધુનિકતાને જરાક ઢંઢોળી જુએ, તો તરત જ ખ્યાલ આવશે, કે એના છિદ્ર છિદ્રમાંથી આપણા ભૂતકાળ રકતની ધાર થઈને વહે છે, પરંપરાના પડઘાઓની એક પરંપરા એના મનની ભીતરમાં ધબકે છે. જગદીશ જોષીના કાવ્યમાં આધુનિક માણસની પાછળ, શ્વસતા આપણા ભૂતકાળ ચીતરાયા છે. માણસ વિચ્છિન્ન થયો છે અને તવ્યના પ્રારંભમાં જ પંકિત છે“હું... એટાગ્ર ચિત્તે વાંચું છું.” પછી માણસ જે આધુનિક સાધનસામગ્રીથી સજ્જ થયો છે એના વાતાવરણની વાત છે. પોતે જ પોતાની પ્રગતિના પીંજરમાં ખુરાયેલા છે. શું હોવું જોઈએ અને શું છે એ બની વચ્ચે ટપકે છે એક ચીસ કાવ્યમાં આધુનિક મનુષ્યની નિરૂપાય અસહાયતાનું ચિત્રણ છે. સાક્ષાત્કારની એક ક્ષણમાં એને એમ લાગે કે આ બધું જ તકવાદી અને તકલાદી છે. જો એને ટકવું હોય તો એણે પરંપરામાં ગયે જ છૂટકો. ભૂતકાળની મશાલ જેમના હાથમાં છે એમાંથી જ એણે જ્યોત પ્રગટાવવાની છે અને મુકિત મેળવવાની છે. જ્યાં બુદ્ધિને પ્રપંચ અંત પામે છે, ત્યાંથી જ શ્રાદ્ધાના પ્રારંભ થાય છે. હવે જગદીશ જTMષીનું જ કાવ્ય મૂકું છું. આ પ્રારંભ પામે છે અને વિરોધમાં અંત પામે છે. વર્તમાનની ચીસ છે. હું એકાગ્ર ચિત્તે વાંચું છું. સામેની બારીને રેડિયા મારા કાનમાં કંઈક ગજે છે. દીવાલ શરનું ઈલેકિટ્રક ઘડિયાળ વર્તમાન સાથે ઘસાતું ચાલે છે. કાવ્ય વિરોધથી આ વિરોધમાં ટ્યૂબલાઈટનું સ્ટાટ ૨ તમરાંનું ટોળું થૈ કણસ્યા કરે છે. ઉઘાડા પડેલા દરવાજાની ઘંટી ડચકાં ભરતી ભરતી રણકે છે. ઘરના નેકર દૂધવાળા જોડે અફવાઓની આપલે કરે છે. પડોશણને અપરિચિત ચહેરો કુલીના ડાયલ ફેરવે છે. રસ્તા પરને નાહકના ઝઘડા બારી વાટે મારા ઘરમાં પ્રવેશે છે 7 ઓચિત ક્રૂઝ જતાં, લાઈટ અંધારું થઈને પથરાઈ જાય છે. મારો. આખા માળા અંધારોધબ ... નીચલે માળથી વ્યાસ બૂમ પાડે છે: કાલિદાસ ! તુકારામ ! અલ્યા નરસિંહ ! અરે, કોઈ ઇલેકિટ્રશિયનને બોલાવા ! ” બાજુવાળાં મીરાંબેન સ્વસ્થ અવાજે કહે છે: અરે, ગિરિધર ! સાંભળે છે કે, “ પહેલાં મીણબત્તી તે લાવ ... અને “ મારી ચાલીમાં મારા માળામાં મારા ઘરમાં મારા દેશમાં મીણબત્તીની શોધાશોધ ચાલે છે... સુરેશ દલાલ નેશનલ રાઈટર્સ કેમ્પ-દિલ્હીમાં વેંચાયેલા અંગ્રેજી લેખનું ભાષાંતર. કૃષ્ણે લખેલુ મીરાનું ભજન ઓ મીરા તને વિનવું ગણ્યો છે ને મને ઈશ; પીવાશે નહિ હુંથી વારંવાર વિષે. એ સતી તારુ સતે મારા તપથી ટકરાયું; રાણાનું હશે તકદિર કો'ક ગ્રહથી ગ્રામ્યું. આસપાસ ના; થી અચીંત ગયો હોઈશ - પીવાશે નહિ હુ થી કંઈ વાર’વાર વિષે........ એ બળતી દ્રારિકાને હું શકય ના બચાવી; અને તીરથી વિધાયો ત્યારે તું ન યાદ આવી. કીધું હાત : તારી દુવિધાને હું હરિશ – પીવાશે નહીં હુંથી કંઈ વાર વાર વિષે........ બચપણના નાતે રાધા આવી જાય યાદ; તેય મીરા તારી ભકિતને દેવી રહી દાદ. સાચું કહું મનમાં મારા નથી કાંઈક રીસ – પીવાશે નહીં હું થી કંઈ વારંવાર વિષે.... થઈને બેહેશ કાઢે કાળના કો દોષ: કળીને વાવે; આવે હું પર કોને રોષ ! તારી ભકિતને નમું પીવાશે નહીં હુંથી કંઈ ૩૫ @ 1P@_* વ નામી હું શિષ વારંવાર વિષ૦ -સુશીલા ઝવેરી

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158