Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 34
________________ ૩૪ આ વિષય એટલો વિશાળ અને એવા ધુમ્મસિયો છે કે એને અખિલાઈમાં પૂર્ણપણે પામવા ઘણા મુશ્કેલ છે. આ વિષયુની વાત મારે નક્કી કરેલા સમયની મર્યાદામાં રહીને કરવાની છે, અને એટલે જ આ વિષય ફરતી મેં એક મર્યાદા બાંધી છે. મોટા ભાગનાં મારાં નિરીક્ષણા ખાસ કરીને કવિતામાંથી અને ગુજરાતી સાહિત્યમાંથી તારવ્યાં છે. અહીં આપેલાં અવતરણા દ્વારા મારે સાહિત્યના ઇતિહાસના નકશાને કે પ્રવાહોને ખ્યાલ નથી આપવા. મારે જે મુદ્દા વિવિધ તબક્કે રજૂ કરવાના છે એ મુદ્દાઓના સ્પીકરણ માટે મને જે અવતરણો ઉપયોગી લાગ્યાં છે, તે અહીં મૂકયાં છે. આ અવતરણો વિના જો હું કોઈ પણ વાત કરું તો તે વાત હું ચીતરેલાં કમળાથી સરોવરનો પરિચય આપતો હોઉં એના જેવી હવાઈ લાગશે. ભારતીય સાહિત્યમાં ભારતીયતા – આવે વિષય જ એટલું સખેદ સૂચવેછે કે આપણા જીવન અને સાહિત્ય પર પશ્ચિમની વ્યગ્ર કરી મૂકે એવી અપ્રમાણસરની અસર છે. મૂળ પ્રશ્ન આ છે: શું આપણે આપણા બાપદાદાઓના – આપણા પૂર્વજોનાં નામ – વંશ પરંપરાઓને કપાળ પરના પરસેવાની જેમ લૂછી નાખ્યાં છે? પ્રસિદ્ધ તામિલ કવિ કા. ના. સુબ્રમણ્યમે પોતાના એક કાવ્યમાં કરુણ ચિતાર અને ચિત્કાર કર્યાં છે : "Introduced to the Upanishadas by T. S. Eliot; and to Tagore by the earlier પ્રભુધ્ધ જીવન ભારતીય સાહિત્યમાં ભારતીયતા Pound; and to the Indian tradition by Max Muller. ભારતીયતા – વ્યાખ્યામાં ન બંધાય એવી વિભાવના છે. હકીકતમાં એ લેાહીમાં વહેતી ભાવના છે, અને ભાવના અનુભવવાની હોય છે, વ્યાખ્યામાં બાંધવાની નથી હોતી. આપણા ઇતિહાસ, ભૂંગાળ, પુરાણ, તત્ત્વજ્ઞાન કે પછી સહસ્ર વર્ષોથી ફેલાતી આવતી પરંપરા, જેને આપણે સંસ્કૃતિ તરીકે ઓળખીયે છીએ તે ભારતીયતા? કોઈક તળાવમાંથી જાણે કે આપણે સાનેરી માછલી કાઢીને બનાવતા હોઈએ એમ આ ભારતીયતા બતાવી શકાય ખરી? ભારતીયતાના વિવિધ પરિણામ છે, અને સહાદલ એકત્વ છે. આ એક એવું સત્ય છે કે જે બહુરૂપી અભિવ્યકિતમાં સાકાર થયું છે. વિવિધતામાં ' એ ભારતીય સમાજની લાક્ષણિકતા છે. કોઈ પણ સાચો કલાકાર જ્યારે લખવા બેસે છે ત્યારે પોતાને ભારતીયતાનું આલેખન કરવાનું છે એવી સભાનતા ઓને જવલ્લે જ હોય છે. અને આવી સહેતુક જાણબૂઝથી લખનારો જીવ છેવટે એના લખાણ પર ઉઝરડા મૂક્યા વિના રહેવાના નહીં. કંલાકારને પ્રતિરૂપો અને પ્રતીકે આ આધુનિક પશ્ચિમી વાતાવરણથી ભલે સાંપડે, પણ જે સંસ્કૃતિની પરંપરાના વારસા અને ગળથૂથીમાં મળ્યો છે એ કોઈ પણ રીતે એના પ્રતીકો પ્રતીકોના અર્થઘટનમાં વ્યકત થયા વિના રહેશે નહીં. જે ભાષા એ વાપરે છે એ ભાષાના શબ્દેશબ્દમાં પરંપરાના શ્વાસાવાસ અને ભય રહ્યો છે. આપણી મોટાભાગની ભાષાની અધિષ્ઠાતા સંસ્કૃત છે. અપણાં બે મહાન પુરાણા – રામાયણ અને મહાભારત – આપણી સંસ્કૃતિનાં દિવ્ય ભવ્ય ચક્ષુ છે. આપણાં વેદ અને ઉપનિષદોએ મધ્યકાલીન કવિઓ માટે પરબ જેવા નીવડયા છે. એ જમાનામાં કવિ શબ્દ લગભગ ‘ષિ ’ના પર્યાય જેવા હતા. સૂરદાસ, ચંડીદાસ, ત્યાગરાજ, નાનક, તુકારામ, શાનેશ્વર, નરસિંહ અને મીરાં એવા કવિઓ હતા કે જેમના લોહીના લયમાં ભક્તિને ઉદય હતો. એ લોકો ઈશ્વરને પ્રિયતમ અને તારણહાર તરીકે તા. ઈશ્વરને પ્રિયતમ કે પ્રિયતમા તરીકે જોવાની દષ્ટિ એ જાણે કે ભારતીયતાની જ લાક્ષણિકતા છે. અર્વાચીન કવિ સુન્દરમ પણ કહે છે: હવે પ્રભુ જૉ મુજ પ્રેમ વાંછે, આવે ભલે તે લયલા બનીને ✩ આપણા આજના કવિઓએ પણ પરમાત્મા સાથેના આ સંબંધને વિશિષ્ટ રીતે પ્રયોજ્યા છે. રાધા અને કૃષ્ણ આજે પણ એટલા જ વ્યાપક છે. હરીન્દ્ર દવે તો, એક ડગલું આગળ વધીને એટલે સુધી કહે છે કે કૃષ્ણ એ મારી સરરિયલ અનુભૂતી છે. પ્રિયકાન્ત મણિયાર કાવ્યમાં રાધા કૃષ્ણના પ્રતીકને વ્યાપક અને સૂક્ષ્મ રીતે આમ પ્રયોજે છે. આ નમ ઝૂ કર્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે, આ આ સરવર જલ તે કાનજી ને પોયણી તે રાધા રે, આ બાગ ખીલ્યા તે કાનજી ને લ્હેરી જતી તે રાધા રે, પરવત શિખર કાનજી ને કેડી ચડે તે આ ચાલ્યાં ચરણ તે તા. ૧૬-૬-’૭૯ રાધા રે. કાનજી ને પગલી પડે તે રાધા રે, આ કેશ ગૂંજ્યા તે કાનજી ને સેંથી પૂરી તે રાધા રે, આ દીપ જલે તે કાનજી ને આરતી તે રાધા રે, આલોચન મારાં કાનજી ને નજરુ જુએ તે રાધા રે! આ નીલ વ્યામ તે પરિવર ને આ એક તારલી રાધા. મરાઠી કવિ ખુ. શિ. રેંગે પણ પોતાના એક કાવ્યમાં આવી જ વાત છેડે છે: સુન્દરમ ્ અને મકરંદ દવેની કવિતાના સંગ્રહાનાં કેટલાંક પાનાં આ સંદર્ભમાં એમની આધ્યાત્મિક આત્મકથા જેવાં લાગે. શુદ્ધ કવિતા અને ભારતીયતાના સમન્વયને સાક્ષાત્કાર જો કોઈએ એક જ ઠેકાણે કરવો હોય તો ટાગારની કવિતાની કુંજમાં કરી શકે. - કર્મવાદ અને પુનર્જન્મની માન્યતા એ પણ ભારતીયતાની જ લાક્ષણિકતા. સંતાન દ્રારા જીવનનની માબાપની ઈચ્છા અને વંશવેલાને આગ્રહ, – એમાં પણ ભારતીયતાનું આછું દર્શન થયા વિના નહીં રહે. મનસુખલાલ ઝવેરીની એક કાવ્યપંકિત દ્વારા પણ એને ખ્યાલ આવશે. વસંત જીવનને જગાડતો; પરંતુ તે મૃત્યુમુખે સ્ફુરાવિયું ચૈતન્ય કેર સ્મિત તાતે ! તાજું ને શૂન્યમાં સ્વપ્ન સુરેખ તે રચ્યું. વસંત તે કેમ તેને કહી શકું? કન્યા વિદાયના કરુણ મંગલ દ્રશ્યમાં ભારતીયતાની એક સજીવ મુદ્રા જોઈ શકાશે. જે ભારતીય નથી, એમને આ દશ્ય અપૂર્વલાગશે, કન્યા વિદાયના આવા પ્રસંગને કાલિદાસના શાકુંતલમાં અને લોકગીતામાં જીવતા કરાયા છે. નવા કવિ અનિલ જોશીએ પણ આ પ્રસંગને આમ મુખારિત કર્યા છે. સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158