________________
- દા
અદ્વિતીય અમદાવાદ
નરપુંગવોની માફક નગરોને પણ આગવું વ્યક્તિત્વ હોય છે. અમદાવાદ સિક્કાદાર વ્યક્તિત્વ ધરાવતું શહેર છે. ભારતનાં બીજાં નગરો કરતાં તે અનેક રીતે અનોખું છે.
મુંબઈ, મદ્રાસ, ક્લકત્તા અને કાનપુર બ્રિટિશ હકૂમતની છત્રછાયામાં ઊછરેલાં શહેરો છે. અમદાવાદ સ્વકીય પુરુષાર્થ અને તળપદી પરંપરાને આધારે ઊભું થયેલું છે. સુરત, ઢાકા કે મુર્શિદાબાદ જેવાં જૂનાં ઉદ્યોગપ્રધાન શહેરો (જેમને રૉબર્ટ ક્લાઈવે ૧૭૫૭માં લંડનનાં સમોવડિયાં ગયાં હતાં) ખૂનખાર યુદ્ધથી પાયમાલ ન થાય તેટલાં વિદેશીઓના ઔદ્યોગિક આક્રમણને કારણે ભાંગી પડ્યાં હતાં તે વખતે, ભારતભરમાં અમદાવાદ જ એક એવું શહેર હતું જે બહારથી ધસમસતા આવતા ઔદ્યોગિક હુમલાઓનો સફળ સામનો કરીને અડીખમ ઊભું હતું. ૧૮૩૦માં કંપની સરકારના એક બ્રિટિશ અધિકારીએ સરકારને રિપોર્ટ મોકલતાં લખેલું કે “આ દેશમાં આપણી સરકાર સામે સામાન્ય ટીકા એ થાય છે કે આપણી હકૂમત નીચે શહેરો હમેશાં ભાંગતાં હોય છે, પરંતુ અમદાવાદ તેમાં એક સુખદ અપવાદ છે.”
આ નોંધમાં ઘણું તથ્ય રહેલું છે. બીજાં શહેરો તૂટતાં હતાં તે વખતે અમદાવાદ તેના વેપાર-હુન્નર અને તેની પ્રજાની આગવી શક્તિ ને સૂઝને પ્રતાપે ટકી રહ્યું હતું.
Scanned by CamScanner