________________
૦૨
સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | દ્વારનો અનુપાત | ગાથા ૧૪૧૦-૧૪૨૦ વળી ભાવનાપ્રધાન એવી જિનકલ્પસ્વીકારની વિધિને કરીને સર્વથા નિરપેક્ષ એવા જિનકલ્પ સ્વીકારનારા કષિ ત્રીજી પરિસીમાં તે વટવૃક્ષથી બીજે જાય છે.
ટીકા :
द्वारानुपातो (?इह) द्रष्टव्यः, स पुनः ऋषिस्तृतीयायां पौरुष्यां भावनासारं सत् कृत्वा तत् नमस्कारादिप्रतिपत्तिविधानं निरपेक्षः सन् सर्वथा व्रजति तत इति गाथार्थः ॥१४१९॥
નોંધ :
ટીકામાં તારાનુપાતો પછી મૂળગાવ્યા પ્રમાણે રૂદ હોવું જોઇએ.
ટીકાર્ય
દ્વારનો અનુપાત જાણવો પૂર્વગાથામાં કહ્યું કે ઉત્સર્ગથી જિનાદિ પાસે અને અપવાદથી વટવૃક્ષ નીચે જિનકલ્પ સ્વીકારે છે એ કથનમાં જિનકલ્પના સ્વીકારવિષયક વિધિ બતાવનારા દ્વારની પ્રાપ્તિ જાણવી.
વળી ભાવના સાર છતા તે નમસ્કારાદિ દ્વારા પ્રતિપત્તિના વિધાનને કરીને=ભાવનાપ્રધાન એવી દ્વારના અનુપાતથી પ્રાપ્ત નવકાર આદિ દ્વારા જિનકલ્પને સ્વીકારવાની વિધિને કરીને, સર્વથા નિરપેક્ષ છતા તે ઋષિ જિનકલ્પ સ્વીકારનારા ઋષિ, ત્રીજી પોરિસીમાં ત્યાંથી તે વટવૃક્ષરૂપ સ્થાનથી, જાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે તે ઋષિ ઉત્સર્ગથી જિનાદિ પાસે અને અપવાદથી વટવૃક્ષ નીચે જિનકલ્પનો સ્વીકાર કરે છે. તેથી અહીં જિનકલ્પસ્વીકારની વિધિને કહેનારા દ્વારની પ્રાપ્તિ જાણવી, જે દ્વારને અહીં ગ્રંથકારશ્રીએ બતાવેલ નથી, પરંતુ ગાથાના ત્રીજા પાદમાં રહેલાં “ત' શબ્દથી વિધિને બતાવનારા દ્વારનો પરામર્શ કરેલ છે.
તેથી એ પ્રાપ્ત થાય કે દ્વારના અનુપાતથી પ્રાપ્ત એવી જિનકલ્પને સ્વીકારવાની નમસ્કારાદિ વિધિ કરીને જિનકલ્પ સ્વીકાર્યા પછી અસંગભાવનાપ્રધાન છતા તે ઋષિ ગચ્છથી સર્વથા નિરપેક્ષ થયેલા છતા ત્રીજી પોરિસીમાં તે સ્થાનથી વિહાર કરે છે.
આથી ફલિત થાય કે અત્યાર સુધી પોતે જે ગચ્છનું પાલન કર્યું, ગચ્છના જે સાધુઓને યોગમાર્ગમાં સમ્યક્ પ્રવર્તાવ્યા, તેઓની સાથે પણ સર્વથા સ્નેહના પરિણામનો ત્યાગ કરીને, આત્માને અસંગભાવનાથી ભાવિત કરીને, જિનકલ્પસ્વીકારવિષયક સર્વ વિધિ કરીને, ગચ્છના સાધુઓ પ્રત્યે લેશ પણ પ્રતિબંધ ન હોવાથી તે ઋષિ ત્રીજા પહોરે ત્યાંથી ચાલ્યા જાય છે. ૧૪૧
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે તે ઋષિ ત્રીજી પોરિસીમાં ત્યાંથી જાય છે. તેથી હવે તે જિનકલ્પી ઋષિ તે સ્થાનેથી જાય ત્યારે ગચ્છના સાધુઓ શું કરે છે? તે બતાવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org