Book Title: Panchvastuk Prakaran Part 07
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 448
________________ સંલેખનાવસ્તુક | પંચવખૂકગ્રંથનો ઉપસંહાર | ગાથા ૧૦૦૮-૨૦૦૯ ૪૩ ટીકાર્ય : જે કારણથી અહીં=સંસારમાં, પરલોકગામી એવા ધર્મના માર્ગમાં એક આગમને મૂકીને છવસ્થ પ્રાણીઓને પચ્ચકખાણાદિરૂપ પ્રમાણ વિદ્યમાન નથી અર્થાત્ પચ્ચકખાણાદિનું સેવન આત્માનું કલ્યાણ કરવામાં પ્રમાણ બનતું નથી, તે કારણથી કુગ્રહોને છોડીને અહીં જ=આગમમાં જ, યત્ન કરવો જોઈએ અર્થાત્ જિજ્ઞાસા-શ્રવણ-શ્રવણનાં અનુષ્ઠાનોમાં=પાંચ વસ્તુઓની જિજ્ઞાસામાં-જિજ્ઞાસા થયા પછી પંચવસ્તુ ગ્રંથના શ્રવણમાં-શ્રવણ કર્યા પછી પ્રાપ્ત થયેલા બોધથી પંચવસ્તુગ્રંથ અનુસાર આચરણમાં, યત્ન કરવો જોઈએ, અગીતાર્થજનોના આચરણમાં પર=તત્પર, થવું જોઈએ નહીં, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : - પૂર્વગાથામાં કહ્યું કે પંચવસ્તુની આરાધનાના યત્નમાં આગમપરતંત્રતા મૂળ છે, અન્ય નહીં. તેને સ્પષ્ટ કરતાં કહે છે કે પરલોકમાં આત્માને ઉચિત સ્થાને લઈ જનારા ધર્મના માર્ગમાં પરમાર્થથી આગમ જ એક પ્રમાણ છે, પરંતુ પચ્ચખાણ ગ્રહણ કરવું, સંયમના આચારોનું સ્વેચ્છાએ પાલન કરવું : એ સર્વ પ્રમાણ નથી. તેથી એ પ્રાપ્ત થાય કે અતીન્દ્રિય પદાર્થમાં સર્વજ્ઞવચનનું અવલંબન લઈને સંયમની પ્રવૃત્તિ કરવામાં આવે તો પરલોકવિષયક હિત થાય, પરંતુ સ્વમતિઅનુસાર કોઈ અગીતાર્થને પ્રમાણ કરીને સંયમની પ્રવૃત્તિ કરવામાં આવે તો પરલોકવિષયક હિત થાય નહીં. આથી “ભગવાનનું વચન ઉત્સર્ગ-અપવાદમય હોવાથી આપણે જેટલા અંશમાં સારું કરશું તેટલું આપણું કલ્યાણ થશે” એમ માનીને સ્વમતિઅનુસાર સંયમનું પાલન કરવારૂપ કુગ્રહોનો ત્યાગ કરીને આગમમાં યત્ન કરવો જોઈએ. વળી આગમમાં યત્ન કરવા માટે આ આગમ પદાર્થોનાં તાત્પર્ય કઈ રીતે બતાવે છે ? તે જાણવા માટે જિજ્ઞાસા રાખવી જોઈએ અને જિજ્ઞાસાપૂર્વક શાસ્ત્રવચનોનું શ્રવણ કરવું જોઈએ, જેથી શ્રવણ દ્વારા સર્વશે કહેલ અર્થો યથાર્થ પ્રાપ્ત થાય, તેમ જ શ્રવણ કર્યા પછી શ્રવણથી પ્રાપ્ત થતા સંયમનાં અનુષ્ઠાનોમાં યત્ન કરવો જોઈએ. આ રીતે આગમમાં બદ્ધરાગવાળા થઈને શક્ય હોય તે સર્વ યત્ન કરનારા મહાત્મા સંઘયણબળાદિની ક્ષતિને કારણે કે બુદ્ધિની અપટુતાને કારણે ક્યાંક સૂક્ષ્મ અલના પામતા હોય, તોપણ પાંચ વસ્તુઓની આરાધનાના ફળને પ્રાપ્ત કરે છે, અન્યથા આગમની વિરાધનાથી સંસારની વૃદ્ધિને પ્રાપ્ત કરે છે. ll૧૭૦૮ અવતરણિકા: प्रत्यपायप्रदर्शनद्वारेणैतदेवाह - અવતરણિકાર્ય : પ્રત્યપાયના પ્રદર્શન દ્વારા આને જ કહે છે અર્થાત્ આગમપરતંત્ર થયા વગર કરાયેલ પ્રત્યાખ્યાનાદિ ક્રિયાઓ અનર્થનું કારણ છે એમ બતાવવા દ્વારા, પાંચ વસ્તુઓની આરાધનાના યત્નમાં આગમપરતંત્રતા મૂળ છે, અન્ય નહીં, એને જ કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460