Book Title: Panchvastuk Prakaran Part 07
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 456
________________ સંલેખના વક/ ઉપસંહારનો પસંહાર | ગાથા ૧૦૧૩ ૪૩૧ અન્વયાર્થ: વં=આ રીતે=પૂર્વગાથામાં કહ્યું એ રીતે, વિરિયાગળુ પિત્રક્રિયાથી અણુ પણ =આને=વંદનાદિ અનુષ્ઠાનને, સત્તાવં રિતેદિ શક્તિને અનુરૂપ કરતા એવા સાધુઓ વડે સાજુમોહિં શ્રદ્ધાઅનુમોદનાથી સે પિ=શેષ પણ (અનુષ્ઠાન) જય તિ કરાયેલું જ બં=જાણવું. ગાથાર્થ : પૂર્વગાથામાં કહ્યું એ રીતે ક્રિયાથી અણુ પણ વંદનાદિ અનુષ્ઠાનને શક્તિને અનુરૂપ કરતા એવા સાધુઓ વડે શ્રદ્ધા-અનુમોદનાથી શેષ પણ અનુષ્ઠાન કરાયેલ જ જાણવું. ટીકા? __एवम्-उक्तेन प्रकारेण कुर्वद्भिरिदम्-अनुष्ठानं वन्दनादि, शक्त्यनुरूपं यथाशक्ति, अण्वपि-स्तोकमपि क्रियया-प्रतिपत्तिद्वारेण, श्रद्धानुमतिभ्यां श्रद्धया अनुमत्या च परिणतया, शेषमप्यशक्यं विशिष्टाप्रमादजं ध्यानादि, कृतमिति-कृतमेव द्रष्टव्यं, भावप्रवृत्तेरिति गाथार्थः ॥१७१३॥ ટીકાર્ય : આ રીતે=ઉક્ત પ્રકારથી પૂર્વગાથામાં કહેવાયેલ પ્રકારથી, ક્રિયા દ્વારા=પ્રતિપત્તિ દ્વારા, અણુ પણસ્તોક પણ, આને વંદનાદિ અનુષ્ઠાનને, શક્તિને અનુરૂપ યથાશક્તિ, કરતા એવા સાધુઓ વડે શ્રદ્ધા-અનુમતિથી= પરિણત એવી શ્રદ્ધા અને અનુમતિથી, અશક્ય એવું શેષ પણ=વિશિષ્ટ અપ્રમાદથી થનારા ધ્યાનાદિ પણ, કરાયેલ જ જાણવું; કેમ કે ભાવથી પ્રવૃત્તિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે મોક્ષના અભિલાષી સાધુઓએ સર્વ અનુષ્ઠાનો સર્વ કાળ પણ આગમને પરતંત્ર થઈને, અપ્રમાદથી કરવાં જોઈએ. એ રીતે અવધારણ કરીને જે સાધુઓ પોતાની શક્તિ અનુસાર વંદનાદિ થોડું પણ અનુષ્ઠાન કરે છે, તેઓમાં શક્તિ ગોપવ્યા વગર ભગવાનના વચનાનુસાર અનુષ્ઠાન કરવાની પરિણતિ વર્તે છે અને ભગવાને કહ્યું છે તે રીતે જ અનુષ્ઠાન કરવામાં અનુમોદના વર્તે છે. આથી તેવા સાધુઓમાં ઉત્તરના અનુષ્ઠાનોના સેવનવિષયક પરિણામ પામેલી શ્રદ્ધા અને અનુમોદના વર્તે છે, જેના દ્વારા પોતાના પ્રયત્નથી શક્ય નથી તેવા વિશિષ્ટ અપ્રમાદથી થનારા ધ્યાનાદિ અનુષ્ઠાનોનું પણ ફળ તેઓને પ્રાપ્ત થાય છે, કેમ કે તેઓ પોતે જે અનુષ્ઠાનો સેવી રહ્યા છે તેની જિનવચનાનુસારે ઉત્તરોત્તર વૃદ્ધિ કરીને સર્વ અનુષ્ઠાન કરવાના બદ્ધઅભિલાષવાળા છે, તેથી અર્થથી વીતરાગતાપ્રાપ્તિના બદ્ધરાગવાળા છે. માટે તેઓમાં ભાવથી સર્વ અનુષ્ઠાનો શક્તિના પ્રકર્ષથી સેવવાનો પરિણામ વર્તે છે. તેથી આવા મહાત્મા ભગવાને બતાવેલા સર્વ અનુષ્ઠાનોના ફળને પ્રાપ્ત કરે છે. આથી જ બળભદ્ર મુનિ પ્રત્યેના બદ્ધરાગને કારણે કઠિયારાને અને હરણને પણ બળભદ્ર મુનિની જેમ જ શીધ્ર સંસારના અંતને અનુકૂળ ફળ પ્રાપ્ત થયું. માટે કલ્યાણના અર્થી સાધુએ પોતાની શક્તિને અનુરૂપ અનુષ્ઠાન સર્વજ્ઞવચનને પરતંત્ર થઈને કરવા માટે ઉદ્યમ કરવો જોઈએ. ૧૭૧૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 454 455 456 457 458 459 460