________________
સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ દ્રવ્યસંલેખના / ગાથા ૧૫૦૫-૧૫૬
૨૫૧ વર્ષ સુધી તે જ પ્રકારે વિવિધ પ્રકારનાં નિર્વિકૃતિક છઠ્ઠ વગેરે તપ કરે અર્થાત્ છઠ્ઠાદિ તપના પારણે વિગઈવાળો આહાર ગ્રહણ ન કરે, પણ નિવિયાતો આહાર ગ્રહણ કરે.
આમ, આઠ વર્ષ સુધી વિવિધ પ્રકારનાં છઠ્ઠાદિ તપ કર્યા પછી બે વર્ષ સુધી નિયમથી એકાંતરિત જ આંબિલ તપ કરે અર્થાત્ એક ઉપવાસ અને પારણે આંબિલ : એ રીતે બે વર્ષ સુધી તપ કરે; તેમ જ આ સર્વ તપકાળમાં પારણું કરતી વખતે શક્તિઅનુસાર અલ્પ-અલ્પતર આહાર ગ્રહણ કરે, જેથી શરીરના માંસાદિ ધાતુઓ પુષ્ટ થાય નહીં અને શરીર ક્રમસર કૃશ થતું જાય.
વળી સંલેખનાકાળમાં જેમ શરીરની સંલેખના કરે છે, તેમ કષાયોની પણ સંલેખના કરે છે. તેથી સંખના કરનાર મહાત્મા પોતે અધ્યયન કરેલ શાસ્ત્રોથી સતત આત્માને વાસિત કરીને શ્રુતમય ઉપયોગ દ્વારા દિવસો પસાર કરે, જેથી પ્રતિદિન શુભભાવની વૃદ્ધિ થતી રહે અને દેહ કૃશ થવા છતાં શુભભાવ વ્યાઘાત ન પામે. ll૧૫૭પ
ગાથા :
णाइविगिट्ठो अ तवो छम्मासे परिमिअं च आयाम ।
अण्णे वि अ छम्मासे होइ विगिटुं तवोकम्मं ॥१५७६॥ અન્વયાર્થ :
છામા =અને છ માસ નવિ તવો =અતિરિકૃષ્ટ તપ (કરતા) નથી, પffમ માયામંત્ર અને પરિમિત આયામને (કરે છે.) અને વિમ છમાસે અને અન્ય પણ છ માસ વિશિદંતવો વિકૃષ્ટ તપ:કર્મ હોદ્દ થાય છે.
ગાથાર્થ :
અને છ માસ અતિરિકૃષ્ટ તપ કરતા નથી, અને પરિમિત આંબિલને કરે છે, અને અન્ય પણ છે માસ વિકૃષ્ટ તપ કર્મ થાય છે. ટીકા :
नातिविकृष्टं च तपः, चतुर्थादि षण्मासान् करोति, तत ऊर्ध्वं परिमितं चाऽऽयामं तत्पारणक इति, तैलगण्डूषधारणं च मुखभने, अन्यानपि च षण्मासान् अत ऊर्ध्वं भवति विकृष्टम् अष्टमाद्येव तपःकर्मेति માથાર્થ: ૨૫૭દ્દા ટીકાઈ:
અને છ માસ અતિરિકૃષ્ટ તપને કરતા નથી, પરંતુ ચતુર્થીદિને ચોથભક્ત આદિ તપને, કરે છે. અને તેનાથી ઊર્ધ્વ=ત્યારપછી, તેના પારણકમાં છ માસ કરાતા તે ચોથભક્તાદિ તપના પારણામાં, પરિમિત આયામને=અલ્પ આહાર ગ્રહણ કરવાપૂર્વકના આંબિલને, કરે છે, અને મુખના ભંગમાં તેલના ગંડૂષનું ધારણ કરે છે=મુખ શોષાતું હોય તો મોઢામાં તેલનો કોગળો રાખે છે. અને આનાથી ઊર્ધ્વ=ત્યારપછી, અન્ય પણ છ માસ અઢમાદિ જ વિકૃષ્ટ તપ કર્મ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org