Book Title: Panchvastuk Prakaran Part 07
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૪૧૪
સંલેખનાવસ્તુક | પંચવકગ્રંથનો ઉપસંહાર | ગાથા ૧૦૦૦-૧૦૦૧, ૧૯૦૨ વળી સિદ્ધઅવસ્થામાં તેઓ કેવા પ્રકારના છે? તે સ્પષ્ટ કરતાં કહે છે કે તેઓ સર્વજ્ઞ છે, સર્વદર્શી છે, પરંતુ આકાશ જેવા અચેતન નથી. આમ કહેવાથી સિદ્ધઅવસ્થામાં જ્ઞાનનો અભાવ સ્વીકારનારા મતનું ખંડન થાય છે.
વળી સિદ્ધઅવસ્થાને પામેલા તે મહાત્મા કર્મકૃત અને મોહકૃત સર્વ વ્યાબાધાઓની નિવૃત્તિ થયેલી હોવાથી નિરુપમ સુખથી યુક્ત છે. આમ કહેવાથી મોક્ષ ભોગ વગરનો હોવાથી સુખથી રહિત છે માટે અસાર છે, એવી માન્યતાનું નિરાકરણ થાય છે, તેમ જ મોક્ષને દુઃખના અભાવરૂપ માનનારા નૈયાયિકાદિના મતનું નિરાકરણ થાય છે, કેમ કે મોક્ષ સાંસારિક કોઈપણ સુખથી ઉપમા ન આપી શકાય તેવા સુખવાળો હોવાથી માત્ર દુઃખના અભાવવાળો નથી, પરંતુ નિરુપમ સુખવાળો પણ છે.
વળી મુક્ત થયેલા તે મહાત્મા સિદ્ધઅવસ્થામાં જન્માદિ દોષોથી રહિત છે. આમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે સંસારી જીવો ઘણાં સુખથી યુક્ત હોય તોપણ, સંસારનું સુખ જન્મ-જરા-મરણાદિ પીડાથી યુક્ત જ હોય છે, જ્યારે મુક્ત જીવો જન્મ-જરાદિ સર્વ દોષોથી રહિત છે, માટે મોક્ષનું સુખ શ્રેષ્ઠ છે.
વળી તે મહાત્મા સિદ્ધઅવસ્થામાં સર્વ કાળ જ જ્ઞાન-દર્શનાદિ ભાવોથી યુક્ત રહે છે, પરંતુ “બુઝાયેલા દીવા જેવો મોક્ષ છે” એ પ્રકારની બૌદ્ધદર્શનની માન્યતા પ્રમાણે તે મહાત્મા અભાવરૂપ થતા નથી. ૧૭૦૦/ ૧૭૦૧
© અહીં પાંચમી “સંલેખના' વસ્તુક સમાપ્ત થઈ
છે
અવતરણિકા :
फलदर्शनद्वारेण शास्त्रमुपसंहरति -
અવતરણિકા :
ફળદર્શનના દ્વારથી શાસ્ત્રનો ઉપસંહાર કરે છે – ભાવાર્થ :
પ્રસ્તુત ગ્રંથમાં ગ્રંથકારશ્રીએ આત્માને ઉપયોગી એવી પાંચ વસ્તુઓનું વર્ણન કરવાનો પ્રારંભ કરેલો, તે અહીં પૂર્ણ થાય છે. આથી હવે ફળ બતાવવા દ્વારા અર્થાત્ પ્રસ્તુત ગ્રંથના વચન અનુસારે સમ્યક પ્રવૃત્તિ કરનારા જીવોને પ્રાપ્ત થતું ફળ બતાવવા દ્વારા, ગ્રંથકારશ્રી પૂ. હરિભદ્રસૂરિ મહારાજા પ્રસ્તુત ગ્રંથનો ઉપસંહાર કરે છે –
ગાથા :
एयाणि पंच वत्थू आराहित्ता जहागमं सम्मं । तीअद्धाए अणंता सिद्धा जीवा धुअकिलेसा ॥१७०२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/ee4eb7e1df36f755c18d8833e4794b4682384a3923cae9ec667007476e02777c.jpg)
Page Navigation
1 ... 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460