________________
સંલેખનાવતુક | અભ્યધત મરણ / ગાથા ૧૦૦૦-૧૦૦૧
૪૧૩
ગાથા :
सव्वण्णु सव्वदरिसी निरुवमसुहसंगओ य सो तत्थ ।
जम्माइदोसरहिओ चिट्ठइ भयवं सया कालं ॥१७०१॥ અન્વયાર્થ : - સવ્યUT સંદ્ધતિ =સર્વજ્ઞ, સર્વદર્શી, નિવમસુસંગો ય સ મથર્વ=અને નિરુપમ સુખથી સંગત તે ભગવાન તત્વ=ત્યાં સિદ્ધિમાં, ગાફલોસહિમો જન્માદિ દોષોથી રહિત સયા નં=સદા કાલ દિલ્ફ રહે છે.
ગાથાર્થ :
સર્વજ્ઞ, સર્વદર્શી અને નિરુપમ સુખથી સંગત તે ભગવાન સિદ્ધિમાં જન્માદિ દોષોથી રહિત સદા કાલ રહે છે.
ટીકાઃ ___ तत्र च गतः सन् सर्वज्ञः सर्वदर्शी, नाचेतनो गगनकल्पः, तथा निरुपमसुखसङ्गतश्च सकलव्याबाधानिवृत्तेः, स-आराधको मुक्तः तत्र-सिद्धौ जन्मादिदोषरहितः जन्मजरादिमरणादिरहितः संस्तिष्ठति भगवान् सदाकालं-सर्वकालमेव, नत्वभावीभवति यथाऽऽहुरन्ये 'प्रविध्यातदीपकल्पोपमो मोक्षः' इति गाथार्थः ॥१७०१॥ ટીકાર્ય :
અને ત્યાં સિદ્ધિમાં, ગયેલા છતા સર્વજ્ઞ, સર્વદર્શી, ગગનકલ્પ=આકાશની જેમ, અચેતન નહીં, અને સકલ વ્યાબાધાની નિવૃત્તિને કારણે તે પ્રકારે નિરુપમ સુખથી સંગત, તે=મુક્ત આરાધક=સર્વ કર્મોથી મુકાયેલા એવા તે અનશનની આરાધના કરનારા મહાત્મા, ત્યાં=સિદ્ધિમાં, જન્માદિ દોષોથી રહિત=જન્મ-જરામરણાદિથી રહિત, છતા ભગવાન સદા કાળસર્વ કાળ જ, રહે છે; પરંતુ જે પ્રકારે અન્યો કહે છે કે “પ્રવિધ્યાત દીપના કલ્પની ઉપમાવાળો બુઝાયેલા દીવાતુલ્ય ઉપમાવાળો, મોક્ષ છે” એ પ્રકારે અભાવરૂપે થતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી જે સંયમજીવનના ચરમકાળે કરવા યોગ્ય આરાધનાનું વર્ણન કર્યું, એ આરાધનાને જે મહાત્મા અંતસમયે કરે છે, તેઓ સાત-આઠ ભવોથી પૂર્વે જ ત્રણ-ચાર ભવોમાં મોક્ષે જાય છે. તે વખતે તેઓ ત્રણ લોકના મસ્તક પર રહે છે અને સકલ લોકમાં ચૂડામણિભૂત એવી મુક્તિને પામે છે.
આનાથી એ ફલિત થયું કે આ પ્રકારે અંતસમયની આરાધના કરનારા જીવોને વીતરાગતાની પ્રાપ્તિ અતિઆસન્ન થાય છે અને શીધ્ર સિદ્ધઅવસ્થાને પ્રાપ્ત કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org