Book Title: Panchvastuk Prakaran Part 07
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 444
________________ સંલેખનાવસ્તુક | પંચવસ્તૃકગ્રંથનો ઉપસંહાર/ ગાથા ૧૦૦૫-૧૦૦૬ ૪૧૯ ભાવાર્થ: કલ્યાણના અર્થ પણ જેઓ પાંચ વસ્તુઓના સ્વરૂપને જાણવા માટે યથા-તથા યત્ન કરે છે, તેઓને આ પંચવસ્તુવિષયક બોધ વિપરીત થાય છે અને રુચિ પણ વિપરીત થાય છે, તેમ જ કદાચ સંયમની પ્રવૃત્તિ કરતા હોય તો તે પણ વિપરીત થાય છે. આ રીતે આ પંચવસ્તુનું વિરાધન કરીને ભૂતકાળમાં અનેક જીવો સંસારને વધારનારા થયા છે, વર્તમાનમાં પણ અનેક જીવો સંસારને વધારનારા થાય છે, તેમ જ ભવિષ્યમાં પણ અનેક જીવો સંસારને વધારનારા થશે, એમ તીર્થંકર-ગણધરોએ કહેલ છે. માટે આ પાંચ વસ્તુઓની લેશ પણ વિરાધના ન થાય એ રીતે સ્વશક્તિઅનુસાર આરાધવાથી અવશ્ય સંસારનો અંત થાય છે. ૧૭૦પા અવતરણિકા : एवं व्यवस्थिते साधूपदेशमाह - અવતરણિકાળું: આ રીતે વ્યવસ્થિત હોતે છતે સાધુ ઉપદેશને કહે છે અર્થાત્ ગાથા ૧૭૦૨થી ૧૭૦૫માં કહ્યું એ રીતે પદાર્થ નિર્ણત હોતે છતે સુંદર ઉપદેશને આપે છે – ભાવાર્થ : ગાથા ૧૭૦૨થી ૧૭૦૪માં અન્વયથી બતાવ્યું કે આ પાંચ વસ્તુઓની આરાધનાથી જીવો ત્રણે કાળમાં સિદ્ધિને પામે છે અને ગાથા ૧૭૦૫માં વ્યતિરેકથી બતાવ્યું કે આ પાંચ વસ્તુઓની વિરાધનાથી જીવો સંસારના પ્રવર્ધક બને છે, એ રીતે પદાર્થ વ્યવસ્થિત હોતે છતે શું કરવું જોઈએ? તે સ્પષ્ટ કરવા માટે ગ્રંથકારશ્રી હિતકારી એવી સુંદર ઉપદેશ આપે છે – ગાથા : णाऊण एवमेअं एआणाराहणाए जइअव्वं । न हु अण्णो पडियारो होइ इहं भवसमुइंमि ॥१७०६॥ અન્વયાર્થ: વં=આ રીતે-ગાથા ૧૭૦૨થી ૧૭૦૫માં કહ્યું એ રીતે, મં=આને=અન્વય-વ્યતિરેકથી હિતઅહિતને, બાકી=જાણીને પાછા આમની=આ પાંચ વસ્તુઓની, માહિUઆરાધનામાં ગરૂવૅક યત્ન કરવો જોઈએ, રૂદું અવસમુનિઆ ભવસમુદ્રમાં સUો પહિયારો અન્ય પ્રતીકાર=તરવા માટેનો અન્ય ઉપાય, ન હું નથી જ. ગાથાર્થ : ગાથા ૧૦૦૨થી ૧૦૦૫માં કહ્યું એ રીતે અન્વય-વ્યતિરેકથી હિત-અહિતને જાણીને આ પાંચ વસ્તુઓની આરાધનામાં ચત્ન કરવો જોઈએ, આ ભવસમુદ્રમાં તરવા માટેનો અન્ય ઉપાય નથી જ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460