Book Title: Panchvastuk Prakaran Part 07
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 436
________________ સંલેખનાવતુક | અભ્યધત મરણ | ગાથા ૧૬૯૯ ૪૧૧ ટીકાર્ય : અને આરાધક જીવ તેનાથી=આરાધકપણાથી, પ્રમાદથી ઉત્પન્ન થયેલા જ્ઞાનાવરણીયાદિરૂપ દુષ્કૃત કર્મને ખપાવીને જાતિ-કુલાદિની અપેક્ષાથી વિશુદ્ધ જન્મવાળા થાય છે. ફરી પણ તેના ભાવ સાથે ભાવિ એવા ચરણનોકજાતિ-કુલાદિની અપેક્ષાએ વિશુદ્ધ જન્મના સદ્ભાવ સાથે થનારા એવા ચારિત્રનો, યોગ પણ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૬૯૫થી ૧૬૯૭ સુધી શુભલેશ્યા દ્વારા ત્રણ પ્રકારના આરાધકનું સ્વરૂપ બતાવ્યું, તે આરાધકમાં જે વિશેષતા છે, તે ગાથા ૧૬૯૮માં બતાવી. તેથી નક્કી થયું કે તેવા રત્નત્રયીના પરિણામવાળા અનશની મહાત્મા શુભ લેશ્યા દ્વારા આરાધક થાય છે અને તેઓ આરાધકપણાને કારણે પ્રમાદથી પેદા થયેલા જ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષય કરે છે. આશય એ છે કે મોહનો પરિણામ એ જ્ઞાનની વિકૃતિ છે અને તે જ્ઞાનની વિકૃતિથી જીવ જ્ઞાનાવરણીયકર્મ બાંધે છે, અને દશમા ગુણસ્થાનક સુધી મોહથી આકુળ એવો જ્ઞાનનો પરિણામ રહેતો હોવાથી જ્ઞાનાવરણીયકર્મ બંધાય છે. વળી સંસારી જીવો જ્યારે મોહથી સંસારમાં પ્રવૃત્તિ કરે છે, ત્યારે તેઓને તે જ્ઞાનાવરણીયકર્મ વિશેષથી બંધાય છે; જ્યારે વિવેકરૂપી ચલુવાળા મહાત્મા શાસ્ત્રવચનનું અવલંબન લઈને મોહના ઉમૂલન માટે યત્ન કરે છે, ત્યારે મોહનો અંશ ઉત્તરોત્તર અલ્પ-અલ્પતર થવાથી તેઓને જ્ઞાનાવરણીયકર્મ ક્ષીણ-ક્ષીણતર બંધાય છે; વળી જીવ જ્યારે પ્રમાદને વશ થઈને પૂર્વ-પૂર્વ કરતાં અધિક-અધિકતર મોહના પરિણામવાળો બને છે, ત્યારે તેને જ્ઞાનાવરણીયકર્મ અધિક-અધિકતર બંધાય છે. આથી જે મહાત્મા અંતસમયે જિનવચનઅનુસાર મોહના ઉમૂલન માટે અત્યંત અપ્રમાદવાળા છે, તેઓ પૂર્વે પ્રમાદથી બંધાયેલા જ્ઞાનાવરણીયકર્મનો ક્ષય કરે છે, જેના કારણે તેઓનો આત્મભાવમાં જવા માટેનો બોધ પૂર્વ કરતાં અધિક સૂક્ષ્મ-સૂક્ષ્મતર થાય છે અને તેવા મહાત્માને જન્માંતરમાં ઉત્તમ જાતિ-કુળાદિવાળો વિશુદ્ધ જન્મ પ્રાપ્ત થાય છે; કેમ કે તેમને સંયમની આરાધનાકાળમાં ઉચ્ચકુળાદિમાં જન્મ પ્રાપ્ત થાય તેવી પુણ્યપ્રકૃતિ બાંધેલી છે. વળી ઉત્તમ કુળ આદિમાં જન્મ પામ્યા પછી તે અનશની મહાત્મામાં પૂર્વભવની આરાધનાના સંસ્કારો જાગૃત થાય છે, તેથી તેઓને તે ઉત્તમ કુળાદિના ભાવ સાથે થનારા ચારિત્રનો યોગ પણ થાય છે, જેથી પૂર્વ પૂર્વ કરતાં વિશુદ્ધ-વિશુદ્ધતર ચારિત્ર પ્રાપ્ત થાય છે અર્થાત્ મોહથી અનાકુળ એવો જ્ઞાનનો પરિણામ પૂર્વ પૂર્વ કરતાં અધિક અધિક વિશુદ્ધ થાય છે, અને અંતે વીતરાગ બને છે ત્યારે સર્વથા મોહના સ્પર્શ વગરના જ્ઞાનના પરિણામરૂપ ક્ષાયિકચારિત્ર પ્રગટે છે. આમ, જીવનના અંત સમયે કરેલી અનશનની આરાધનાનું એ મહાફળ છે કે ઉત્તમ એવા વિશુદ્ધ જન્મની પ્રાપ્તિ થવી, ફરીથી ચારિત્રનો યોગ થવો, તેમ જ તે ચારિત્ર દ્વારા ક્ષાયિકચારિત્રની પ્રાપ્તિ થવી. f/૧૬૯૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460