________________
૨૮૮
સંખનાવસ્તક / અભ્યધત મરણ/ ભાવસંખના | ગાથા ૧૬૦૫ प्रवचनगर्भभूतान्-सारभूतानित्यर्थः अकरणनियमादिशुद्धफलान्, आदिशब्दादनुबन्धहासपरिग्रह इति માથાર્થ: ૬૦
ટીકાઈ:
તે રીતે જ=જે રીતે સંલેખના કરનારા મહાત્મા ભૂતાર્થોનું ભાવન કરે છે તે રીતે જ, સંવેગને કરાવનારા= પ્રશસ્ત ભાવને પેદા કરનારા, પ્રવચનના ગર્ભભૂત=સારભૂત, અકરણનિયમાદિ શુદ્ધ ફળવાળા સૂક્ષ્મ ભાવોને=નિપુણ પદાર્થોને, ભાવન કરે છે. “મરિ' શબ્દથી “નિયમ'માં ‘મા’ શબ્દથી, અનુબંધના હાસનો પરિગ્રહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
સંલેખના કરનારા મહાત્મા સમ્યક્તના ભાવો અત્યંત સ્થિર થાય તદર્થે જે રીતે ભૂતાર્થ ભાવનાથી આત્માને અત્યંત ભાવિત કરે છે, તે રીતે ભૂતાર્થભાવનાના પરમ રહસ્યને સ્પર્શનાર સૂક્ષ્મ મનોયોગ વ્યાપૃત થાય તે માટે અન્ય પદાર્થોની ભાવનાથી પણ આત્માને ભાવિત કરે છે. તે અન્ય ભાવના જ પ્રસ્તુત ગાથામાં બતાવે છે – - જિનશાસનમાં બતાવેલા શાસ્ત્રોના શબ્દોથી જણાતા પદાર્થોના સૂક્ષ્મ ભાવોનું ભાવન કરે છે અર્થાત્ માત્ર શબ્દોનું કે અર્થોનું જ ભાવન કરતા નથી, પરંતુ તે શબ્દો અને અર્થોથી જણાતા, તેમ જ સૂક્ષ્મ પ્રજ્ઞાથી ગ્રહણ કરાતા પદાર્થોનું ભાવન કરે છે.
જેમ બાહ્ય આચારરૂપે બતાવાયેલી સંયમની સર્વ ક્રિયાઓ કઈ રીતે સંગના પરિણામના ઉચ્છેદનું કારણ બને છે ? તે સૂક્ષ્મ દૃષ્ટિથી જોવામાં આવે તો, બુદ્ધિમાન પુરુષને સંયમની સર્વ ક્રિયાઓ દૂર-દૂરતરવર્તી પણ વીતરાગતા સાથે એકવાક્યતાથી જોડાયેલી દેખાય છે. તેથી આવા સૂક્ષ્મ ભાવોનું સંલેખના કરનારા મહાત્મા ભાવન કરે છે.
વળી આ સૂક્ષ્મ ભાવોનું ભાવન સંવેગ કરાવનારું છે અર્થાત્ પ્રશસ્ત ભાવોને પેદા કરનારું છે; કેમ કે શાસ્ત્રનાં દરેક વચનોનું રહસ્ય એકવાક્યતાથી વીતરાગતા સાથે બંધાયેલું છે, આથી જ શાસ્ત્રના કોઈ એક વચનથી પણ અનંતા આત્માઓ કેવળજ્ઞાન પામ્યા. તેથી શાસ્ત્રવચનોના સૂક્ષ્મ ભાવોનું માર્ગાનુસારી પ્રજ્ઞાથી ભાવન કરતી વખતે મહાત્માનું ચિત્ત પૂર્વ પૂર્વ કરતાં અધિક અર્ધિક વીતરાગતાની આસન્ન બને છે, જે સંવેગના પરિણામરૂપ છે, તેથી આ સૂક્ષ્મ ભાવો સંવેગના કારક છે.
વળી આ સૂક્ષ્મ ભાવોનું ભાવન પ્રવચનના સારભૂત છે. તેથી ફલિત થાય કે પ્રવચન જગતવર્તી સર્વ ભાવો બતાવે છે, તેમાં પણ યોગમાર્ગના મર્મને સ્પર્શનારા ભાવો સારભૂત છે, અને તે સારભૂત ભાવોને અતિશયિત કરવા અર્થે જ પ્રવચનમાં અન્ય સર્વ ભાવોનો વિસ્તાર કરેલો છે. તેથી સંલેખના કરનારા મહાત્મા પોતે પૂર્વે પ્રવચનનો જે કાંઈ વિસ્તારથી બોધ કર્યો હોય, તેમાંથી યોગમાર્ગના મર્મને સ્પર્શનારા સારભૂત ભાવોને ગ્રહણ કરીને સંલેખના કાળમાં આત્માને ભાવિત કરે છે.
વળી તે પ્રવચનના સારભૂત સૂક્ષ્મ ભાવો અકરણનિયમાદિ શુદ્ધ ફળવાળા છે. આશય એ છે કે સંલેખના કરનાર મહાત્માએ પાપ નહીં કરવાનો જે નિયમ ગ્રહણ કરેલ છે, તે નિયમ શુદ્ધ તો જ બને કે સંયમજીવનની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org