________________
સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | પાદપગમન અનશન / ગાથા ૧૬૧૪ થી ૧૬૧૦
૩૦૧ કરવો જોઈએ, અહીં=સંસારમાં, સંયોગો વિયોગના અંતવાળા છે,” એ પ્રકારે શેષને ગુરુઆદિથી અન્યને, ઉપબૃહણ કરીને અને તેમાં=સ્વઆત્મામાં, પ્રતિબદ્ધને અર્થાતુ પોતાની સાથે સંબંધવાળા સાધુઓને, વિશેષથી ઉપબૃહણ કરીને ત્યારપછી દેવને=ભગવાનને, યથાવિધિ=સમ્યગુ, વંદીને અને શેષ એવા ગુરુ આદિને વંદીને, ત્યારપછી તેની અંતિકમાં=ગુરુની સમીપમાં, સર્વ આહારનું પચ્ચકખાણ કરીને સમભાવમાં રહેલા આત્માવાળા છતા, સિદ્ધાંતમાં કહેવાયેલ માર્ગથી સમ્યફ નિરીહ છતા, ગિરિના કંદરને વિષે સ્વયં જ જઈને હવે પાદપની ચેષ્ટારૂપ પાદપગમનને કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે અભ્યદ્યત મરણ સ્વીકારવાની ઇચ્છાવાળા મહાત્મા ઉત્કૃષ્ટથી બાર વર્ષ સુધી દેહની સંલેખના કરે અને સાથે સાથે આત્મા પર પડેલા અનાદિના કાષાયિક ભાવોની પણ સંલેખના કરે છે. એ રીતે દ્રવ્યથી અને ભાવથી સંલેખના કર્યા પછી અનશન કરવા માટે જતાં પૂર્વે તે મહાત્મા કોઈ ગૃહસ્થ પાસેથી પાટ-પાટલા વગેરે ગ્રહણ કર્યા હોય તો તેને પાછા આપે છે, અને ગુરુ આદિને ભાવની શુદ્ધિથી અર્થાતુ અત્યંત સંવેગપૂર્વક યથાયોગ્ય ખમાવે છે, જેથી ગુરુ આદિ પ્રત્યે અનાભોગથી પણ કંઈક અવિનય આદિ થયા હોય તો તેની શુદ્ધિ થાય અને પોતાના સૂક્ષ્મ પણ થયેલા અપરાધની ક્ષમાપનાના બળથી અંતરંગ સંવેગનો ભાવ પ્રકર્ષવાળો થાય.
વળી ગુરુ આદિને ખમાવ્યા પછી તે મહાત્મા ગુરુ આદિથી શેષ એવા અન્ય સાધુઓની ધર્મમાર્ગમાં અત્યંત ઉત્સાહિત કરવાને અનુકૂળ વ્યાપારરૂપ ઉપવૃંહણા કરે છે અને પોતાની સાથે શિષ્યાદિ ભાવરૂપે પ્રતિબદ્ધ એવા સાધુઓની વિશેષથી ઉપબૃહણા કરે છે.
વળી તે ઉપબૃહણા કઈ રીતે કરે છે? તે સ્પષ્ટ કરે છે – “ધર્મમાં ઉદ્યમ કરવો જોઈએ, સંયોગો વિયોગના અંતવાળા છે,” ઇત્યાદિ પ્રકારે ઉપબૃહણા કરે છે.
આશય એ છે કે દેહાદિના સંયોગને કારણે આરાધક પણ મહાત્માઓને પ્રસંગે પ્રમાદભાવ ઊઠે છે; કેમ કે પ્રમાદભાવ સંયોગના પરિણામથી થાય છે. તેથી તે અનશન સ્વીકારવા તત્પર થયેલા મહાત્મા જયારે મહાસંવેગ પેદા થાય તે રીતે કહે કે “આ સંયોગો વિયોગના અંતવાળા છે” તે વખતે તેમના વચનના મર્મને સ્પર્શે તો, તે શેષ સાધુઓને અને પ્રતિબદ્ધ સાધુઓને સંયમજીવનમાં સંયોગના પરિણામને કારણે કંઈક પ્રમાદભાવ આવતો હોય તો તે દૂર થાય છે, તેમ જ તે મહાત્મા ધર્મમાં ઉદ્યમ કઈ રીતે કરવો જોઈએ? તેનું તે સાધુઓની ભૂમિકા અનુસાર વર્ણન કરે તો, તેને સાંભળીને ધર્મમાં તીવ્ર ઉદ્યમ ઉલ્લસિત થાય તેવું બળ તે સાધુઓમાં આધાન થાય છે. આથી અનશન કરતા પૂર્વે અત્યંત પવિત્ર ભાવોવાળા તે મહાત્મા ગંભીરતાપૂર્વક સાધુઓની ઉપબૃહણા કરે છે, જેથી તે ઉપબૃહણા સાંભળીને યોગ્ય એવા ઘણા સાધુઓને સંવેગનો પ્રકર્ષ થાય અને તેમાં કંઈક સુસુપ્ત પ્રમાદ વર્તતો હોય તો તે દૂર થાય.
આ રીતે ઉપબૃહણા કર્યા પછી અનશન સ્વીકારવા તત્પર એવા તે મહાત્મા ચૈત્યાલયમાં જઈને ચૈત્યવંદનાદિ દ્વારા ભગવાનને વંદન કરીને, ગુરુ આદિને વંદન કરીને, ત્યારપછી ગુરુ પાસે સંપૂર્ણ આહારનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org