Book Title: Panchvastuk Prakaran Part 07
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 330
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | પાદપગમન અનશન / ગાથા ૧૨૦ ૩૦૫ મહાત્માઓ આ અનશન કરે છે. હવે આ પાદપગમન અનશન કેવા પ્રકારનું છે અને તેનાથી અન્ય પણ કેવા પ્રકારનું પાદપગમન અનશન છે? તે બતાવે છે – ગાથા : णिव्वाघाइममेअं भणिअं इह पक्कमाणुसारेणं । संभवइ अ इअरं पि हु भणियमिणं वीअरागेहिं ॥१६२०॥ અવયાર્થ : મં=આ પાદપગમન અનશન, પદમાણસારાં પ્રક્રમના અનુસારથી રૂઃઅહીં=પ્રસ્તુત ગ્રંથમાં, Tળવ્યાયામંત્રનિર્વાઘાતિમ ગં કહેવાયું છે રૂi =અને આ પાદપગમન અનશન, રૂમ પિત્રુઇતર પણ=વ્યાઘાતવાળું પણ, મવડું સંભવે છે, (એમ) વીરાહિં માથું વીતરાગ વડે કહેવાયું છે. * *g' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : - પાદપગમન અનશન પ્રક્રમના અનુસારથી પ્રસ્તુત ગ્રંથમાં નિબંધાતવાળું કહેવાયું છે અને પાદપગમન અનશન વ્યાઘાતવાળું પણ સંભવે છે, એમ વીતરાગ વડે કહેવાયું છે. ટીકા : निर्व्याघातवदेतत्-पादपगमनं भणितमिह प्रक्रमानुसारेण हेतुना, सम्भवति चेतरदपि-सव्याघातवदेतत्, भणितमिदं वीतरागैः सूत्र इति गाथार्थः ॥१६२०॥ ટીકાર્ય આ પાદપગમન, પ્રક્રમના અનુસારરૂપ હેતુથી=સંયમજીવનના ચરમકાળે કરવાની વિધિના પ્રક્રમના અનુસારથી, અહીં પ્રસ્તુત ગ્રંથમાં, નિર્વાઘાતવાળું કહેવાયું છે અને ઇતર પણ=સવ્યાઘાતવાળું પણ, આ= પાદપગમન અનશન, સંભવે છે. એ વીતરાગ વડે સૂત્રમાં કહેવાયું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પ્રસ્તુતમાં જીવનના અંત સમયે અનશન કરવાનો પ્રક્રમ ચાલે છે, તેથી તે પ્રક્રમને અનુસાર મહાત્મા પાદપગમન અનશન કઈ રીતે કરે? તેનું પૂર્વે વર્ણન કર્યું, તે વર્ણન સંખના કરનારા મહાત્માના આયુષ્યનો અંતકાળ નજીક છે, તેને સામે રાખીને કરેલ છે. તેથી આ પાદપગમન અનશન નિર્વાઘાતવાળું છે. વળી ક્યારેક હિંસક પ્રાણી આદિ કોઈક ઉપદ્રવથી પોતાને વ્યાઘાત થાય તેમ હોય, ત્યારે મહાત્મા તત્કાળ જે પાદપગમન અનશન સ્વીકારે છે, તે સત્યાઘાતવાળું પાદપગમન અનશન છે. અને તે પાદપગમન અનશન પણ વીતરાગ વડે કહેવાયું છે. ll૧૬૨૦. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460