Book Title: Panchvastuk Prakaran Part 07
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 388
________________ ૩૩ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા | કુભાવના / ગાથા ૧૦૪-૧૬૫ ભાવાર્થ: પ્રસ્તુત ગ્રંથની જ ગાથા ૧૬૩)માં ગ્રંથકારશ્રીએ કહેલ છે કે જે સંયત પણ આ અપ્રશસ્ત ભાવનાઓમાં કોઈક રીતે વર્તે છે, તે તેવા કંદાદિ પ્રકારના દેવોમાં જાય છે અને ચરણહીન ભાય છે. આનાથી એ ફલિત થયું કે કાંદપિકી આદિ અપ્રશસ્ત ભાવનાઓ સંયત પણ સાધુ કરે છે, માત્ર અસંયત જ સાધુ કરતા નથી, તેમ જ ચરણરહિત પણ સાધુ આ અપ્રશસ્ત ભાવનાઓ કરે છે. આથી નક્કી થાય કે ચારિત્રીમાં પણ આવી અશુભ ભાવનાઓ હોય છે, અને તેમ સ્વીકારીએ તો પૂર્વગાથામાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે આ ભાવનાઓ ચારિત્રમાં વિજ્ઞભૂત છે, તે વચન સાથે વિરોધ પ્રાપ્ત થાય છે. માટે આ ભાવનાઓને ચારિત્ર સાથે વિરોધી કહી શકાય નહીં, એ પ્રકારનો શંકાકારનો આશય છે. ૧૬૬૪ અવતરણિકા: अत्रोत्तरम् - અવતરણિકાર્ય : અહીં ઉત્તર-પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ જે શંકા કરી તેમાં ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે – ગાથા : ववहारणया चरणं एआसुं जं असंकिलिट्ठो वि । कोई कंदप्पाई सेवइ ण उ णिच्छयणएणं ॥१६६५॥ અન્વયાર્થ: વવદાર યા=વ્યવહારનયથી માસું આમાં=અપ્રશસ્ત ભાવનાઓમાં, રરપ ચરણ છે; બં=જે કારણથી સંવિતિ વિ શો અસંક્લિષ્ટ પણ કોઈ પ્યારું સેવ કંદર્પાદિને સેવે છે, ળિયUUU Eવળી નિશ્ચયનયથી =નહીં=અપ્રશસ્ત ભાવનાઓમાં ચરણ નથી. ગાથાર્થ : - વ્યવહારનયથી અપ્રશસ્ત ભાવનાઓમાં ચરણ છે; જે કારણથી અસંષ્ટિ પણ કોઈ કંદપદિને સેવે છે, વળી નિશ્ચયનયથી અપ્રશસ્ત ભાવનાઓમાં ચરણ નથી. ટીકાઃ ... व्यवहारनयाच्चरणं एतासु भावनासु, यदसङ्क्लिष्टोऽपि प्राणी कश्चित् कन्दर्पादीन् सेवते, न तु निश्चयनयेन चरणमेतास्विति गाथार्थः ॥१६६५॥ ટીકાઈ: વ્યવહારનયથી આ ભાવનાઓમાં=કાંદપિંકી આદિ સંક્લિષ્ટ ભાવનાઓમાં, ચરણ છે=ચારિત્ર વર્તે છે; જે કારણથી અસંક્લિષ્ટ પણ કોઈ પ્રાણી કંદર્પાદિને સેવે છે. વળી નિશ્ચયનયથી આમાં ચરણ નથી=કાંદપિકી આદિ સંક્લિષ્ટ ભાવનાઓમાં ચારિત્ર વર્તતું નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460