Book Title: Panchvastuk Prakaran Part 07
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૩૦
સંલેખનાવતુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા / કુભાવના / ગાથા ૧૬૬૦–૧૬૮ કર્યા પછી તેમાં અનાભોગાદિથી થયેલી સ્કૂલનાઓને નિંદા-ગ દ્વારા દૂર કરતા નથી, તે સાધુ મિથ્યાદષ્ટિ છે; કેમ કે તે સાધુ ભગવાનની આજ્ઞાની વિરાધના કરનાર છે અર્થાત્ ભગવાનની આજ્ઞાનુસાર શક્તિના પ્રકર્ષથી ઉચિત પ્રવૃત્તિ કરીને મોહના નાશ માટેનો ઉદ્યમ કરનારા નથી, માટે મિથ્યાદષ્ટિ છે.
વળી આવા સાધુ પોતે આગમવિરુદ્ધ યથાતથા અનુષ્ઠાન કરીને અન્યને પણ સદનુષ્ઠાનવિષયક શંકા પેદા કરે છે કે આ અનુષ્ઠાન આ સાધુ કરે છે તે રીતે કરવાનું છે? કે અન્ય રીતે કરવાનું છે? આ પ્રકારની શંકા પેદા કરાવીને તે સાધુ બીજાના વિપર્યાસમાં નિમિત્ત બને છે, જેનાથી પોતાના જ મિથ્યાત્વને વધારે છે.
આથી નિશ્ચયનય અખંડ ચારિત્રને ઇચ્છે છે, માટે અખંડ ચારિત્ર પાળનાર સાધુમાં જ ચારિત્ર સ્વીકારે છે, અન્યમાં નહીં. ૧૬૬ll
અવતરણિકા :
स्याद्-यथावादमेव कन्दर्पादिकरणमित्याशङ्क्याह - અવતરણિકાઈ:
થાય આ પ્રમાણે કોઈને શંકા થાય. કંદર્પાદિનું કરણ યથાવાદ જ છે, એ પ્રકારની આશંકા કરીને કહે
ભાવાર્થ :
સ્થૂલ બુદ્ધિથી કોઈને લાગે કે ભગવાનનું શાસન બકુશ-કુશીલ સાધુઓથી ચાલે છે અને બકુશ-કુશીલ સાધુઓને કંદર્પાદિ ભાવો થાય છે, તેથી કંદર્પાદિ ભાવોનું કરણ આગમ અનુસારે જ છે. માટે કંદપદિ ભાવનાઓ કરનારા સાધુમાં ચારિત્ર નથી એમ કહી શકાય નહીં.
આ પ્રકારની શંકાનું ઉભાવન કરીને તેનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
ગાથા :
कंदप्पाईवाओ न चेह चरणम्मि सुव्वइ कहिंचि ।
ता एअसेवणं पि हु तव्वायविराहगं चेव ॥१६६८॥ અન્વયાર્થ:
રવિ સંપ્યારુંવારો અને ચરણવિષયક કંદાદિનો વાદ રૂદ અહીં આગમમાં, હિંદ્રિકક્યાંય જ સુબ્રડું સંભળાતો નથી. તા-તે કારણથી સેવા ઉપ=આનું સેવન પણ=કંદર્પાદિનું સેવન પણ, તવ્યાયવરદા વેવ=તેના વાદનું વિરાધક જ છે ચારિત્રના વાદનું વિરાધક જ છે. * દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ :
અને ચરણવિષયક કંદપદિનો વાદ આગમમાં ક્યાંય સંભળાતો નથી, તે કારણથી કંદાદિનું સેવન પણ ચારિત્રના વાદનું વિરાધક જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460