Book Title: Panchvastuk Prakaran Part 07
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 408
________________ ૩૮૩ સંલેખનાવસ્તક / અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા / ગાથા ૧૬૦૯-૧૮૦ ટીકાઃ तथापि तदा अदीनः सन् भावेन जिनवरवचने जातबहुमानः वचनैकनिष्ठः सन् संसाराद्विरक्तःसंविग्नो जिनैराराधको भणितः परमार्थत इति गाथार्थः ॥१६८०॥ ટીકાર્ય તોપણ=તે અનશની મહાત્મા પૂર્વગાથામાં કહ્યા પ્રમાણે અન્ય પાસે તે તે ચેષ્ટા કરાવે છે તોપણ, ત્યારે ભાવથી અદીન છતા, જિનવરના વચનમાં થયેલા બહુમાનવાળા=વચનએકમાં નિષ્ઠાવાળા છતા, સંસારથી વિરક્ત=સંવિગ્ન, તે અનશની મહાત્મા જિન વડે પરમાર્થથી આરાધક કહેવાયા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જેમ ગીતાર્થ સાધુ અનશની સાધુને શુભધ્યાન સંપાદન કરાવવા ઉચિત યત્ન કરે છે, તેમ અનશની સાધુ સ્વયં પણ સુખ-દુઃખ આદિ સર્વ ભાવોમાં પ્રતિબંધ રહિત થઈને દુર્લભ પ્રાપ્તિવાળા ચારિત્રના પરિણામનું રક્ષણ કરવા માટે શુભધ્યાનનો બાધ કરે તેવી શારીરિક પીડા વખતે અન્ય સાધુ પાસે પોતાના દેહનું ઉદ્વર્તન કે પરાવર્તન કરાવે છે, જે ચેષ્ટા શુભધ્યાનના રક્ષણ માટે કવચાદિરૂપ છે. આશય એ છે કે જેમ યુદ્ધભૂમિમાં કવચથી યોદ્ધો શત્રુઓના ઘાથી રક્ષિત બને છે, તેમ અનશન કરનારા મહાત્મા મોહ સામે યુદ્ધ કરી રહ્યા છે, અને મોહને દૂર કરીને વીતરાગવચનથી આત્માને વાસિત કરી રહ્યા છે; તે વખતે દેહની પીડાને કારણે મોહનો ઉપદ્રવ થાય તો શુભધ્યાનમાં અલના થવાથી તે મહાત્માનો વિરતિભાવ પાત પામે. આથી તે મહાત્મા પોતાનું મોહથી રક્ષણ કરવા માટે ભગવાનના વચનનું સ્મરણ કરીને કવચતુલ્ય તે તે ચેષ્ટાઓ અન્ય પાસે કરાવીને દેહમાં થતી પીડાનું વર્જન કરે છે અને મોહના ઉપદ્રવોથી રહિત થઈને શુભધ્યાનમાં ઉદ્યમ કરે છે, જેના બળથી તે મહાત્મા મોહનો નાશ કરવા સમર્થ બને છે. આ કથનથી એ પ્રાપ્ત થાય કે જે ક્રિયાથી શુભધ્યાનમાં વ્યાઘાતક એવા મોહના ઉપદ્રવોથી આત્માનું રક્ષણ થાય તે ક્રિયા કવચતુલ્ય છે. આથી જ ગીતાર્થ સાધુ અપવાદથી કવચતુલ્ય કોઈક પ્રવૃત્તિ કરવા દ્વારા દુર્ગાનમાં ચઢેલા અનશની સાધુને મોહથી રક્ષિત કરીને શુભધ્યાનમાં સ્થિર કરે છે, તેમ જ અનશની મહાત્મા પણ પોતાની માનસિક સ્થિતિને યથાર્થ જાણીને મોહથી રક્ષિત થવા જિનવચનનું સ્મરણ કરીને કવચતુલ્ય તે તે ક્રિયા અન્ય સાધુ પાસે કરાવે છે. તોપણ તે અનશની મહાત્મા અદીન છે અર્થાત્ “પોતે પોતાના દેહનું ઉદ્વર્તનાદિ કરવામાં અસમર્થ છે માટે પોતાના દેહની તે તે ચેષ્ટા અન્ય પાસે કરાવવી પડે છે એ પ્રકારના ભાવથી દીનતાવાળા નથી; કેવલ ભગવાનના વચનમાં એકનિષ્ઠાવાળા થઈને તે મહાત્મા પોતાના સંયમના ભાવોની વૃદ્ધિ અર્થે તે તે ક્રિયા અન્ય પાસે કરાવે છે. વળી તે મહાત્મા સંસારથી વિરક્ત છે અર્થાતુ દેહના મમત્વથી કે દેહની શાતા આદિથી વિરક્ત છે, માટે તેઓ દેહ પ્રત્યેના મમત્વથી બીજા પાસે તે તે ચેષ્ટા કરાવતા નથી. આવા મહાત્માને ભગવાને પરમાર્થથી આરાધક કહ્યા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460