Book Title: Panchvastuk Prakaran Part 07
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 425
________________ ૪૦૦ સંલેખનાવતુક | અભ્યધત મરણ/ ગાથા ૧૬૯૧-૧૯૨ शुद्धभावः सन् सर्वासदभिनिवेशत्यागेन यः, स आराधको भणितस्तीर्थकरगणधरैरिति गाथार्थः I૬૨૨ ટીકાર્ય : | સર્વ અસઅભિનિવેશના ત્યાગથી શુદ્ધભાવવાળા છતા જે મહાત્મા ચરમકાળમાં પ્રાણના પ્રયાણકાળમાં, સંવેગના અતિશયથી આત્માને, પ્રાન્તન આત્માથી-ચરમકાળની પૂર્વકાળના શીતલ પરિણામવાળા આત્માથી, અન્યની જેમ માને છે, તે તીર્થંકર-ગણધરો વડે આરાધક કહેવાયા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે મહાત્માઓએ સંયમજીવનમાં અનાભોગ કે સહસાત્કારથી અતિચારો સેવ્યા હોય અથવા સંયમ પ્રત્યે રાગવાળા હોવા છતાં જે સંવિગ્નપાક્ષિક મહાત્માઓએ પ્રમાદી સ્વભાવને કારણે સંયમજીવનમાં શિથિલ આચાર સેવ્યા હોય, તે સર્વ મહાત્માઓ જીવનનો ચરમકાળ આવે ત્યારે, પોતાનામાં અંતરંગ રીતે મોહના સર્વ પરિણામો પ્રત્યેનો જે કંઈ વલણનો પરિણામ વર્તતો હોય એ રૂપ અસંન્દ્ર પ્રત્યેના અભિનિવેશના ત્યાગથી શુદ્ધભાવવાળા થાય છે; અને વિચારે કે “હવે મારા પ્રાણના પ્રયાસનો કાળ છે અર્થાત મૃત્યુનો કાળ હવે નજીક આવી ગયો છે, માટે સર્વ ઉદ્યમથી ભગવાનના વચનથી ભાવિત થઈને હું અસંગભાવમાં યત્ન કરીશ તો ઉત્તરના ભવમાં સાધનાને અનુકૂળ ઉત્તમ શક્તિ પ્રાપ્ત કરીશ, જેથી મને કલ્યાણની પરંપરા પ્રાપ્ત થશે.” આ પ્રકારના સંવેગના અતિશયથી “પૂર્વના પ્રમાદવાળા આત્માથી હવે હું અન્ય છું, માટે હવે હું કેવલ વીતરાગવચનને સર્વથા પરતંત્ર થઈને વીતરાગ થવાના ઉદ્યમવાળો છું,” એ પ્રકારે તે અનશની મહાત્મા માને છે. આથી તેઓ બાહ્ય નિમિત્તોથી પર રહીને આત્માને સતત વીતરાગવચનથી ભાવિત કરવા માટેના ઉદ્યમવાળા રહે છે. આવા અનશની મહાત્માને તીર્થંકર-ગણધરોએ આરાધક કહેલ છે. ૧૬૯૧|| અવતરણિકા : अयमेव विशिष्यते - અવતરણિતાર્થ : આ જ વિશેષાય છે અર્થાત્ પૂર્વગાથામાં બતાવ્યા એવા આરાધક અનશની મહાત્મા જ વિશેષરૂપે બતાવાય છે, અર્થાત્ તેઓ કેવા પ્રકારના વિશેષ છે? તેનું સ્વરૂપ બતાવાય છે – ગાથા : सव्वत्थापडिबद्धो मज्झत्थो जीविए अ मरणे अ । चरणपरिणामजुत्तो जो सो आराहओ भणिओ ॥१६९२॥ અન્વયાર્થ : સંધ્યસ્થાડિવો સર્વત્ર અપ્રતિબદ્ધ, નીરવ મ મ મ મલ્યો જીવિતમાં અને મરણમાં મધ્યસ્થ, ઘરપરિમજુત્તો ચરણપરિણામથી યુક્ત નો જે છે, તો મારી માંગો તે આરાધક કહેવાયા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460