Book Title: Panchvastuk Prakaran Part 07
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 416
________________ ૩૧ સંલેખનાવસ્તુક/ અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા / ગાથા ૧૬૮૫-૧૬૮૬ ટીકાર્ય ચોદક ચોદન કરે છેપ્રશ્નકાર પ્રશ્ન કરે છે – શ્રમણ છતો ક્લિષ્ટ ચિત્તાદિ દોષોવાળા કઈ રીતે થાય છે? અહીં=ચોદકના પ્રશ્નમાં, ઉત્તરને કહે છે – અને પ્રાયઃ=બહુલતાથી, ગુરુ કર્મની પરિણતિથી અને દ્રવ્યશ્રમણ, થાય છે=સંક્લિષ્ટ ચિત્તાદિ દોષોવાળા થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સામાન્ય રીતે સંસારથી વિરક્ત થયેલા જીવો સંયમ ગ્રહણ કરે છે અને સુગુરુ પણ સંસારથી વિરક્ત થયેલા જીવોને સંયમ પ્રદાન કરે છે, આથી પૂર્વગાથામાં બતાવ્યા એવા ક્લિષ્ટ્રચિત્ત આદિ દોષોવાળા સાધુ કઈ રીતે થાય? અર્થાતુ ન થઈ શકે. આ પ્રકારનો કોઈક વિચારકને પ્રશ્ન થાય, તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે – બહુલતાએ ભારે કર્મની પરિણતિથી શ્રમણ સંક્લિષ્ટચિત્તાદિ દોષોવાળા થાય છે, તેમ જ દુર્ભવ્યાદિ જીવો સંયમ ગ્રહણ કરે છે તેવા દ્રવ્યશ્રમણો સંક્લિષ્ટચિત્તાદિ દોષોવાળા થાય છે. આશય એ છે કે સંસારથી વિરક્ત પણ શ્રમણોને પ્રાયઃ કરીને ગુરુ કર્મની પરિણતિ વિપાકમાં આવે ત્યારે તેઓ સંક્લિચિત્તાદિ દોષોવાળા થાય છે. જેમ જમાલિને પૂર્વે ચારિત્રનો પરિણામ હતો, છતાં ભારે કર્મનો ઉદય થયો ત્યારે તેઓથી ઉસૂત્રભાષણની પ્રવૃત્તિ થઈ, તેમ તે તે પ્રકારના ભારે કર્મના ઉદયથી સારા પણ જીવો સંક્લિષ્ટચિત્તાદિ દોષોવાળા થાય છે. અહીં પ્રાય: શબ્દથી એ જણાવવું છે કે, શ્રમણ ક્લિષ્ટ્રચિત્તાદિ દોષોવાળા સર્વથા ગુરુ કર્મથી થતા નથી, પરંતુ મોટાભાગે ગુરુ કર્મથી થાય છે, માટે ક્યારેક તેવા પ્રકારના નિમિત્તને વશ થઈને પણ ક્લિષ્ટ્રચિત્તાદિ દોષોવાળા બને છે. વળી જેઓના આત્મા પરથી લેશ પણ મોહનો અધિકાર નાશ પામ્યો નથી તેવા દુર્ભવ્ય કે અભવ્ય જીવો કોઈક નિમિત્તને પામીને સંયમ ગ્રહણ કરે તો પણ તેઓ દ્રવ્યથી શ્રમણ હોય છે, તેવા દ્રવ્યશ્રમણો પણ સંક્લિચિત્તાદિ દોષોવાળા થાય છે. આમ, ઉપર બતાવ્યા એ બંને પ્રકારના ક્લિષ્ટ્રચિત્તાદિ દોષોવાળા જીવો ચરમકાળમાં પણ વિરતિરત્નને પ્રાપ્ત કરી શકતા નથી, એમ પૂર્વગાથા સાથે સંબંધ છે. ૧૬૮પા અવતરણિકા : एतदेव समर्थयति - અવતરણિકાઈઃ આને જ સમર્થન કરે છે અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે પ્રાયઃ ગુરુ કર્મની પરિણતિથી અને દ્રવ્યશ્રમણ સંક્લિષ્ટ ચિત્તાદિ દોષોવાળા થાય છે, એ કથનનું જ સમર્થન કરે છે, ત્યાં પ્રથમ ગુરુ કર્મપરિણતિનું સ્વરૂપ બતાવે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460