Book Title: Panchvastuk Prakaran Part 07
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 357
________________ ૩૩૨ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા) કુભાવના / ગાથા ૧૪૦-૧૬૪૧ (૪) ગુરુના જ છિદ્રપ્રેક્ષી=પોતાના ગુરુનાં જ છિદ્રોને જોનાર, (૫) પ્રકાશવાદી=સર્વસમક્ષ તેના દોષવાદી-ગુરુના દોષો બોલનાર, (૬) અનનુલોમ=ગુરુને પ્રતિકૂળઃ આ પ્રકારે ધર્માચાર્યનો અવર્ણવાદ છે. તેનું સમાધાન કરે છે – ખરેખર અહીં ધર્માચાર્યના ગુરપણામાં, જાતિ આદિ અકારણ છે=જાતિ આદિ ઉત્તમ છે કે નહીં? તે કલ્યાણનાં કારણ નથી, ગુણો કલ્યાણનાં કારણ છે. વળી ગુરુના પરિભવવિષયક અભિનિવેશાદિ અતિરૌદ્ર છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: સંયમ પ્રહણ કરીને ગીતાર્થ બનેલા ગુણિયલ ધર્માચાર્ય ઉત્તમ જાતિના ન હોય તો, તેઓની સંસારાવસ્થાની હીન જાતિનું સ્મરણ કરાવીને નિંદા કરવી કે ઉત્તમ જાતિવાળા હોવા છતાં પણ “આ ઉત્તમ જાતિવાળા નથી' એ પ્રકારે જૂઠું બોલીને તેમની નિંદા કરવી, એ ધર્માચાર્યનો અવર્ણવાદ છે. વળી સાધુ ધર્માચાર્યની સેવા કરે નહીં અને મનસ્વી રીતે વર્તે તો, તે પણ ધર્માચાર્યનો અવર્ણવાદ છે. વળી કોઈક સાધુ ધર્માચાર્યને અનુકૂળ પ્રવૃત્તિ કરે નહીં, પરંતુ પોતાને ઉચિત જણાય તે પ્રમાણે જ ધર્માચાર્યની પ્રવૃત્તિ કરે, ભિક્ષા પણ ધર્માચાર્યને પ્રતિકૂળ હોય તેવી જ લાવી આપે, તો તે સાધુ ધર્માચાર્યનું અહિત કરનાર છે, અને તેમ કરીને તે સાધુ ધર્માચાર્યનો અવર્ણવાદ કરે છે. વળી કેટલાક સાધુઓ ગુરુની વૈયાવચ્ચાદિ પણ કરતા હોય અને તેમના હિતને અનુકૂળ પ્રવૃત્તિ પણ કરતા હોય, પરંતુ ગુણિયલ પણ ગુરુના બાહ્ય આચારોમાં છિદ્રો જોવામાં તત્પર હોય અને તેમના ગુણો જોતા ન હોય, તો તેવા છિદ્રાન્વેષી સ્વભાવવાળા સાધુ પણ ધર્માચાર્યનો અવર્ણવાદ કરે છે. વળી કેટલાક સાધુઓનો સ્વભાવ અનેક ગુણોવાળા પણ ધર્માચાર્યના નાના દોષને બધા સમક્ષ પ્રકાશન કરવાનો હોય, તો તેઓ પણ ધર્માચાર્યનો અવર્ણવાદ કરે છે. વળી કોઈક સાધુ ગુરુને અનનુલોમ હોય અર્થાત્ ધર્માચાર્યની વૈયાવચ્ચ પણ કરતા હોય, છતાં પોતાના વક્રસ્વભાવને કારણે પ્રસંગે પ્રસંગે ધર્માચાર્યને અનુસરતા ન હોય, પરંતુ પ્રતિકૂળ વર્તતા હોય, તો તે સાધુ પણ ધર્માચાર્યનો અવર્ણવાદ કરે છે. આ સર્વ “અવર્ણવાદ કેમ છે? તેથી કહે છે – ગુરુના ગુરુપણામાં જાતિ આદિ કારણ નથી, પરંતુ ગુણો કારણ છે. તેથી ગુણવાન એવા ગુરુની જાતિ આદિ દ્વારા અશ્લાઘા કરવી ઉચિત નથી; તેમાં પણ ગુરુની સેવા નહીં કરવી વગેરે ગુરુનો પરાભવ કરવાના વિષયમાં અભિનિવેશ આદિ ભાવો તો અતિદુષ્ટ છે. I/૧૬૪ati અવતરણિકા : साध्ववर्णमाह - અવતરણિકાર્ય : સાધુના અવર્ણને કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460