________________
૩૩૨
સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા) કુભાવના / ગાથા ૧૪૦-૧૬૪૧ (૪) ગુરુના જ છિદ્રપ્રેક્ષી=પોતાના ગુરુનાં જ છિદ્રોને જોનાર, (૫) પ્રકાશવાદી=સર્વસમક્ષ તેના દોષવાદી-ગુરુના દોષો બોલનાર, (૬) અનનુલોમ=ગુરુને પ્રતિકૂળઃ આ પ્રકારે ધર્માચાર્યનો અવર્ણવાદ છે.
તેનું સમાધાન કરે છે –
ખરેખર અહીં ધર્માચાર્યના ગુરપણામાં, જાતિ આદિ અકારણ છે=જાતિ આદિ ઉત્તમ છે કે નહીં? તે કલ્યાણનાં કારણ નથી, ગુણો કલ્યાણનાં કારણ છે. વળી ગુરુના પરિભવવિષયક અભિનિવેશાદિ અતિરૌદ્ર છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
સંયમ પ્રહણ કરીને ગીતાર્થ બનેલા ગુણિયલ ધર્માચાર્ય ઉત્તમ જાતિના ન હોય તો, તેઓની સંસારાવસ્થાની હીન જાતિનું સ્મરણ કરાવીને નિંદા કરવી કે ઉત્તમ જાતિવાળા હોવા છતાં પણ “આ ઉત્તમ જાતિવાળા નથી' એ પ્રકારે જૂઠું બોલીને તેમની નિંદા કરવી, એ ધર્માચાર્યનો અવર્ણવાદ છે.
વળી સાધુ ધર્માચાર્યની સેવા કરે નહીં અને મનસ્વી રીતે વર્તે તો, તે પણ ધર્માચાર્યનો અવર્ણવાદ છે.
વળી કોઈક સાધુ ધર્માચાર્યને અનુકૂળ પ્રવૃત્તિ કરે નહીં, પરંતુ પોતાને ઉચિત જણાય તે પ્રમાણે જ ધર્માચાર્યની પ્રવૃત્તિ કરે, ભિક્ષા પણ ધર્માચાર્યને પ્રતિકૂળ હોય તેવી જ લાવી આપે, તો તે સાધુ ધર્માચાર્યનું અહિત કરનાર છે, અને તેમ કરીને તે સાધુ ધર્માચાર્યનો અવર્ણવાદ કરે છે.
વળી કેટલાક સાધુઓ ગુરુની વૈયાવચ્ચાદિ પણ કરતા હોય અને તેમના હિતને અનુકૂળ પ્રવૃત્તિ પણ કરતા હોય, પરંતુ ગુણિયલ પણ ગુરુના બાહ્ય આચારોમાં છિદ્રો જોવામાં તત્પર હોય અને તેમના ગુણો જોતા ન હોય, તો તેવા છિદ્રાન્વેષી સ્વભાવવાળા સાધુ પણ ધર્માચાર્યનો અવર્ણવાદ કરે છે.
વળી કેટલાક સાધુઓનો સ્વભાવ અનેક ગુણોવાળા પણ ધર્માચાર્યના નાના દોષને બધા સમક્ષ પ્રકાશન કરવાનો હોય, તો તેઓ પણ ધર્માચાર્યનો અવર્ણવાદ કરે છે.
વળી કોઈક સાધુ ગુરુને અનનુલોમ હોય અર્થાત્ ધર્માચાર્યની વૈયાવચ્ચ પણ કરતા હોય, છતાં પોતાના વક્રસ્વભાવને કારણે પ્રસંગે પ્રસંગે ધર્માચાર્યને અનુસરતા ન હોય, પરંતુ પ્રતિકૂળ વર્તતા હોય, તો તે સાધુ પણ ધર્માચાર્યનો અવર્ણવાદ કરે છે.
આ સર્વ “અવર્ણવાદ કેમ છે? તેથી કહે છે –
ગુરુના ગુરુપણામાં જાતિ આદિ કારણ નથી, પરંતુ ગુણો કારણ છે. તેથી ગુણવાન એવા ગુરુની જાતિ આદિ દ્વારા અશ્લાઘા કરવી ઉચિત નથી; તેમાં પણ ગુરુની સેવા નહીં કરવી વગેરે ગુરુનો પરાભવ કરવાના વિષયમાં અભિનિવેશ આદિ ભાવો તો અતિદુષ્ટ છે. I/૧૬૪ati અવતરણિકા :
साध्ववर्णमाह -
અવતરણિકાર્ય :
સાધુના અવર્ણને કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org