________________
૩૫૯
સંલેખનાવસ્તક અભ્યઘત મરણ/ ભક્તપરિજ્ઞા / કુભાવના / ગાથા ૧૬૬૧-૧૬૬૨ समयान्तरे परसमये मोहयति, स पुनरेवम्भूतः प्राणी मोहयित्वेति गृह्यतेऽनेन-द्वारगाथावयवेनेति गाथार्थः
ટીકા :
વળી જે પર=અન્ય પ્રાણીને, સદ્ભાવથીeતથ્યથી=સત્યથી, મોહ પમાડે છે, અથવા તે પ્રકારના મૈતવથી=પરિકલ્પિતથી કલ્પના કરેલ એવા વચનથી, સમયાંતરમાં=પરસમયમાં અન્યદર્શનમાં, મોહ પમાડે છે. વળી આવા પ્રકારનો તે પ્રાણી–તે જીવ, “જોયિત્વા' એ પ્રકારના આનાથી=ારગાથાના અવયવથી, ગ્રહણ કરાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
જે જીવોની શાસ્ત્રીય પણ સત્ય પદાર્થ સમજવાની ભૂમિકા સંપન્ન થઈ નથી તેવા જીવોને, જેઓ ગૂઢ આશયવાળા શાસ્ત્રોક્ત પદાર્થો કહીને વ્યામોહ પેદા કરે છે અર્થાત્ “માWIઈ થો' ઇત્યાદિ વચનોના રહસ્ય પંડિતપુરુષો જ ગ્રહણ કરી શકે તેમ છે, છતાં જેઓ બાળ કે મધ્યમ બુદ્ધિવાળા જીવોને તેવા વચનોનો ઉપદેશ આપીને બાહ્ય આચરણા આદિ કોઈક પદાર્થમાં એકાંતબુદ્ધિ ઉત્પન્ન થાય તે રીતે અન્ય જીવોમાં વ્યામોહ ઉત્પન્ન કરે છે; અથવા જેઓ અન્યદર્શનનાં સ્યાદ્વાદથી વિરુદ્ધ વચનોને પોતાની કલ્પનાથી બનાવેલ યુક્તિ દ્વારા યથાર્થ સ્થાપન કરીને અન્ય જીવોને અન્યદર્શનના પદાર્થોમાં સત્તત્ત્વનો ભ્રમ કરાવે છે અર્થાત્ “દિગંબર સાધુઓ વસ્ત્રાદિનો ત્યાગ કરીને અત્યંત કઠોરચર્યા પાળનારા છે, તેથી તેનો ત્યાગ અપરિગ્રહવ્રતને અત્યંત ઉપકારક છે' ઇત્યાદિ કથન કરીને જે ઉપદેશક જીવોમાં મોહ ઉત્પન્ન કરે છે.
આવા પ્રકારના સાધુ “મોયિત્વા' દ્વારથી ગ્રહણ કરાય છે. તેથી ફલિત થાય કે આવા સાધુ બીજાને મોહ કરાવીને સંમોહિની ભાવના કરે છે. ૧૬૬ ૧
અવતરણિકા :
आसां भावनानां फलमाह -
અવતરણિયાર્થ:
આ ભાવનાઓના ફળને કહે છે –
ભાવાર્થ :
ગાથા ૧૯૨૯થી ૧૯૬૧ સુધી કાંદપિકી આદિ પાંચ પ્રકારની સંક્લિષ્ટ ભાવનાઓનું સ્વરૂપ બતાવ્યું, હવે તે ભાવનાઓનું ભાવન કરવાથી પ્રાપ્ત થતા ફળને બતાવે છે –
ગાથા :
एयाओ भावणाओ भावित्ता देवदुग्गइं जंति । तत्तो वि चुआ संता परिति भवसागरमणंतं ॥१६६२॥ दारं ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org