________________
૩૧૨
સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા / ગાથા ૧૨૮ અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે પૂર્વે શીતલ પણ પાછળથી ઉત્પન્ન થયેલા સંવેગવાળા મહાત્મા પ્રવ્રજ્યાકાળથી જ આરંભીને આલોચન કરે છે. તેથી સંયમમાં શિથિલ પરિણામને કારણે પૂર્વે કરેલા અશુભ ભાવોના પરિહાર અર્થે તે મહાત્માએ શેનું વર્જન કરવું જોઈએ? તેનું સ્વરૂપ હવે વિસ્તારથી ગાથા ૧૬૭૦ સુધી બતાવે છે – ગાથા :
वज्जइ अ संकिलिटुं विसेसओ णवर भावणं एसो ।
उल्लसिअजीवविरिओ तओ अ आराहणं लहइ ॥१६२८॥ અન્વયાર્થ:
મિનીવવિોિ પાવર મ=અને ઉલ્લસિત જીવવીર્યવાળા ફક્ત આ પૂર્વે શીતલ એવા ભક્તપરિજ્ઞા અનશન કરનારા મહાત્મા, વિક્ષેપો વિશેષથી સંવિત્રિદં માવજી વન–સંક્લિષ્ટ ભાવનાને વર્જે છે તો =અને તેનાથી સંક્લિષ્ટ ભાવનાના વર્જનથી, મારોફvi નદડું-આરાધનાને પ્રાપ્ત કરે છે.
ગાથાર્થ :
અને ઉલ્લસિત જીવવીર્યવાળા ફક્ત પૂર્વે શીતલ એવા ભક્તપરિજ્ઞા અનશન કરનારા મહાત્મા વિશેષથી સંક્લિષ્ટ ભાવનાને વર્જે છે અને સંક્લિષ્ટ ભાવનાના વર્જનથી આરાધનાને પ્રાપ્ત કરે છે.
ટીકા : ___ वर्जयति च सङ्क्लिष्टाम्-अशुद्धां विशेषतो नवरं भावनामेषः यथोक्तानशनी उल्लसितजीववीर्यः सन् संवेगात्, ततश्चाराधनां लभते प्राप्नोतीति गाथार्थः ॥१६२८॥ ટીકાર્ય:
અને સંવેગથી ઉલ્લસિત જીવવીર્યવાળા છતા ફક્ત આ= થોક્ત અનશની=પૂર્વગાથામાં કહેવાય એવા પૂર્વે શીતલ પણ પાછળથી ઉત્પન્ન થયેલા સંવેગવાળા ભક્તપૂરિજ્ઞા અનશન કરનારા મહાત્મા, વિશેષથી સંક્લિષ્ટ=અશુદ્ધ, ભાવનાને વર્જે છે અને તેનાથી=સંક્લિષ્ટ ભાવનાના વર્જનથી, આરાધનાને પ્રાપ્ત કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે પૂર્વે શીતલ પણ પાછળથી સંજાત સંવેગવાળા મહાત્મા ભક્તપરિજ્ઞા અનશન કરે છે. તે મહાત્માએ સંયમમાં શિથિલ પરિણામને કારણે પૂર્વે સંક્લિષ્ટ ભાવના સેવેલ હોય છે, તેથી તે ભાવના પ્રત્યે અત્યંત જુગુપ્સા કરવામાં ન આવે તો અનશન કરવા છતાં પણ તે મહાત્મા આરાધના પ્રાપ્ત કરી શકે નહીં. આથી તેવા મહાત્મા અનશન સ્વીકારતાં પહેલાં તે સંક્લિષ્ટ ભાવનાનું વિશેષથી વર્જન કરે તો, તે વર્જનથી તે મહાત્મા અંતસમયની આરાધનાને પ્રાપ્ત કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org