________________
૧૨૬
સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકભીની મર્યાદા / ગાથા ૧૪૦૦ થી ૧૪૦૨
ટીકા?
किं नागताः स्थ यूयं तदा ?, असद्व्ययो मया कृतस्त्वन्निमित्तं, तदग्रहणादसद्व्ययत्वं, इति पृष्टः स भगवान् जिनकल्पिकः द्वितीयादेशे पूर्वादेशापेक्षया इदं भणति वक्ष्यमाणमिति गाथार्थः ॥१४७१॥ ટીકાઈ:
ત્યારે તમે કેમ આવ્યા નહીં? તમારા નિમિત્તે મારા વડે અસવ્યય કરાયો. અહીં પ્રશ્ન થાય કે આ સ્ત્રી કઈ અપેક્ષાએ અસધ્યય થયો એમ કહે છે ? તે બતાવે છે –
તેના અગ્રહણથી અવ્યયપણું છે=જિનકલ્પિકના અગ્રહણથી અવ્યયપણું છે, અર્થાત્ જિનકલ્પિક નિમિત્તે બનાવેલ ભક્તાદિ જિનકલ્પિકે નહીં ગ્રહણ કરેલ હોવાથી તે ભક્તાદિનો અસદ્વ્યય થયો એમ તે સ્ત્રી કહે છે.
આ પ્રમાણે પૂછાયેલા તે ભગવાન=જિનકલ્પિક, પૂર્વ આદેશની અપેક્ષાથી દ્વિતીય આદેશમાં=ગાથા ૧૪૬પમાં બતાવેલ કથનની અપેક્ષાએ બીજા કથનમાં, વક્ષ્યમાણ એવા આને=આગળની ગાથામાં કહેવાશે એ કથનને, કહે છે. એ પ્રમાણે ગાથાર્થ છે.
ગાથા :
अणिआओ वसहीओ इच्चाइ जमेव वण्णिअं पुट्वि ।
आणाए कम्माइं परिहरमाणो विसुद्धमणो ॥१४७२॥ અન્વયાર્થ :
મામો વહીમો=અનિયત વસતિ હોય છે, ફુવા ગમેવ ત્રિ વUUdi=ઈત્યાદિ જે જ પૂર્વે વર્ણવાયું, (ઍને) પણ મારું પરિમાણો આજ્ઞાથી કમદિને પરિહરતા, વિસુદ્ધમો વિશુદ્ધ મનવાળા (જિનકલ્પિક કહે છે.) ગાથાર્થ :
અનિયત વસતિ હોય છે” ઇત્યાદિ જે જ પૂર્વે વર્ણવાયું, એને આજ્ઞાથી આધાકમદિને પરિહરતા, વિશુદ્ધ મનવાળા જિનકલિક કહે છે. ટીકાઃ _ 'अनियता वसतय' इत्यादि यदेव वर्णितं पूर्वं गाथासूत्रमिति, आज्ञया कर्मादि परिहरन् विशुद्धमनाः सन् भणतीति गाथार्थः ॥१४७२॥
ટીકાર્ય :
અનિયત વસતિ હોય છે” ઇત્યાદિ જે જ ગાથાસૂત્ર પૂર્વે=ગાથા ૧૪૬૫માં, વર્ણવાયું, એને આજ્ઞાથી કર્યાદિને પરિહરતા=ભગવાનની આજ્ઞા હોવાથી આધાકર્માદિ દોષોનો પરિહાર કરતા, વિશુદ્ધ મનવાળા છતા જિનકલ્પિક કહે છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org