________________
સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકભીની સ્થિતિ / ગાથા ૧૪૯૦-૧૪૯૧
૧૪૯
અન્વયાર્થ :
મહિન્જયરાજ પઢને મધ્યમ તીર્થકરોના (તીર્થમાં) પ્રથમમાં હોય=પ્રથમ સામાયિક ચારિત્રમાં જિનકલ્પને સ્વીકારે છે. પુરિતિમાનુ વીકિપુરિમ-અંતિમના=પહેલા અને છેલ્લા તીર્થંકરના, (તીર્થમાં) દ્વિતીયમાં હોય =બીજા છેદોપસ્થાપ્ય ચારિત્રમાં જિનકલ્પને સ્વીકારે છે. પછી=પાછળથી=જિનકલ્પ સ્વીકાર્યા પછી, વિશુદ્ધનોમા=વિશુદ્ધ યોગ થવાથી ઇયર તયં અન્યતર એવા તેને=સૂક્ષ્મસં૫રાય કે યથાખ્યાત એ બેમાંથી એક ચારિત્રને, પાવડું પ્રાપ્ત કરે છે. * ગાથાના અંતે રહેલ “તુ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ :
મધ્યમ તીર્થકરોના તીર્થમાં સાધુ સામાયિક ચારિત્રમાં જિનકલ્પને સ્વીકારે છે. પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થમાં સાધુ છેદોપસ્થાપ્ય ચારિત્રમાં જિનકલ્પને સ્વીકારે છે. જિનકલ્પ સ્વીકાર્યા પછી વિશુદ્ધ યોગ થવાથી સૂક્ષ્મસંઘરાય કે ચયાખ્યાત એ બેમાંથી એક ચારિત્રને જિનકલ્પિક પ્રાપ્ત કરે છે.
ટીકા :
मध्यमतीर्थकराणां तीर्थे प्रथमे भवेत्, द्वितीयस्य तेषामभावात्, पुरिमचरमयोस्तु तीर्थंकरयोः तीर्थे द्वितीये भवेत् छेदोपस्थाप्य एव, पश्चाद्विशुद्धयोगात् कारणादन्यतरं प्राप्नोति तं-संयम सूक्ष्मसम्परायादिमुपशमापेक्षयेति गाथार्थः ॥१४९१॥ ટીકાઈઃ
મધ્યમ તીર્થકરોના તીર્થમાં પ્રથમમાં હોય =બીજા તીર્થકરથી માંડીને ત્રેવીસમા તીર્થંકર સુધીના તીર્થમાં થયેલા સાધુ પહેલા સામાયિક ચારિત્રમાં જિનકલ્પને સ્વીકારે છે, કેમ કે તેઓને દ્વિતીયનો અભાવ છે=મધ્યમ તીર્થકરોના તીર્થમાં રહેલા સાધુઓને બીજા છેદોપસ્થાપ્ય ચારિત્રનો અભાવ હોય છે.
વળી પુરિમ અને ચરમ તીર્થંકરના તીર્થમાં દ્વિતીય એવા છેદોપસ્થાપ્યમાં જ હોય=પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થમાં થયેલા સાધુ બીજા છેદોપસ્થાપનીય ચારિત્રમાં જ જિનકલ્પને સ્વીકારે છે.
પાછળથી=સર્વ તીર્થકરોના તીર્થમાં થયેલા સાધુ જિનકલ્પ સ્વીકાર્યા પછી, વિશુદ્ધ યોગરૂપ કારણથી ઉપશમની અપેક્ષાથી અન્યતર એવા તેને સૂક્ષ્મસંપાયાદિ સંયમને, પ્રાપ્ત કરે છે અર્થાત્ જિનકલ્પી ઉપશમશ્રેણી માંડે તો ક્રમસર ચોથા સૂક્ષ્મસંપરાય ચારિત્રને અને પાંચમા યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
ચારિત્ર પાંચ પ્રકારે છે : (૧) સામાયિક (૨) છેદોપસ્થાપ્ય (૩) પરિહારવિશુદ્ધિ (૪) સૂક્ષ્મસંપરાય (૫) યથાખ્યાત. તેમાંથી બીજું છેદોપસ્થાપ્ય ચારિત્ર વચ્ચેના બાવીશ તીર્થકરોના સાધુઓને હોતું નથી, તેથી બાવીશ તીર્થકરોના તીર્થમાં રહેલા સાધુઓ પ્રથમ સામાયિક ચારિત્રમાં જ જિનકલ્પ સ્વીકારે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org