________________
૨૩૬
સંલોખનાવસ્તક અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન ગાથા ૧૫૬૩-૧૫૪
ગાથાર્થ :
સ્થવિરવિહાર ભાવથી અત્યંત અપ્રમાદરૂપ પણ જ્ઞાતવ્ય થાય છે; જે કારણથી શુભભાવથી સદા અન્યોનું સમ્યફ શુભભાવનું કરણ થાય છે. ટીકા :
अत्यन्तमप्रमादोऽपि भावतः=परमार्थेन एष भवति ज्ञातव्यः एवंरूपः, यच्छुभभावेन सदा सर्वकालं सम्यगन्येषां तत्करणं शुभभावकरणमिति गाथार्थः ॥१५६३॥ ટીકાર્ય :
આવા રૂપવાળો આ=ગાથા ૧૫૬૨-૧૫૬૧માં બતાવ્યું એવા સ્વરૂપવાળો સ્થવિરવિહાર, ભાવથી= પરમાર્થથી, અત્યંત અપ્રમાદરૂપ પણ જ્ઞાતવ્ય થાય છેજે કારણથી શુભભાવથી સદા સર્વકાળ, અન્યોનું–બીજા યોગ્ય જીવોનું, સમ્યફ તેનું કરણ=શુભભાવનું કરણ, થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
સ્થવિરકલ્પિક સાધુઓ શાસ્ત્રો ભણીને સંપન્ન થયેલા હોય ત્યારે, પોતાના શુભભાવથી અન્ય જીવોમાં પણ સમ્યફ શુભભાવ પેદા કરે છે, તેથી તેઓમાં ભાવથી અત્યંત અપ્રમાદ પણ વર્તે છે.
આશય એ છે કે સંસારથી અત્યંત ભય પામેલા સ્થવિરકલ્પિક મહાત્મા શક્તિના પ્રકર્ષથી શાસ્ત્રો ભણીને નિપુણ થાય છે, ત્યારપછી ભગવાનના વચનનું સ્મરણ કરીને પોતાના મન-વચન-કાયાના યોગોને સંસારના ઉચ્છેદનું કારણ બને એ રીતે અપ્રમાદભાવથી સંયમયોગોમાં પ્રવર્તાવે છે, યોગ્ય જીવોને પણ સર્વજ્ઞવચનાનુસાર યોગમાર્ગમાં પ્રવર્તાવે છે. તેથી જે પ્રવૃત્તિમાં ભગવાનના વચનનું સ્મરણ છે અને જે પ્રવૃત્તિથી અન્ય જીવોને પણ એકાંતે શુભભાવ થાય છે, તે પ્રવૃત્તિ અત્યંત અપ્રમાદવાળી છે, આથી સ્થવિરવિહારમાં ભાવથી અત્યંત અપ્રમાદ પણ છે. માટે ગાથા ૧૫૫૬માં કેટલાક આચાર્યોએ કહેલ કે અત્યંત અપ્રમાદ હોવાથી અભ્યદ્યત વિહાર સ્થવિરવિહારથી પ્રધાન છે, એ કથન એ પ્રમાણે નથી. આ પ્રકારનો અન્ય કેટલાક આચાર્યોનો અભિપ્રાય છે. ૧પ૬૩
ગાથા :
जइ एवं कीस मुणी थेरविहारं विहाय गीआ वि ।
पडिवज्जंति इमं नणु कालोचिअमणसणसमाणं ॥१५६४॥ અન્વયાર્થ :
નgr=નનુથી કોઈ શંકા કરે છે – નટ્ટુ પર્વજો આમ છેગાથા ૧૫૫૭થી ૧૫૬૩માં સ્થાપન કર્યું એ રીતે અભ્યદ્યત વિહારથી સ્થવિરવિહાર પ્રધાન છે એમ છે, (તો) ની વિ મુt=ગીતાર્થ પણ મુનિઓ થેરવિહાર વિહાય=સ્થવિરવિહારને છોડીને રૂ=આને=જિનકલ્પને, સીસ=કયા કારણથી વિનંતિ = સ્વીકારે છે? (તેનો ઉત્તર આપે છે –) ત્નિો૩િ માસUસમvi=કાલોચિત અનશન સમાન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org