________________
૨૦૨
સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | શુદ્ધપરિહારિકની મર્યાદા / ગાથા ૧૫૩૦ અવતરણિકા : - હવે અગચ્છ શુદ્ધપરિહારને સ્વીકારે છે તેને આશ્રયીને એક ગણની અપેક્ષાએ પ્રતિપદ્યમાન અને પૂર્વપ્રતિપન્ન એવા શુદ્ધપરિહારિકોની સંખ્યાનું પ્રમાણ બતાવે છે –
ગાથા :
पडिवज्जमाण भइया इक्को वि हु होज्ज ऊणपक्खेवे ।
पुव्वपडिवन्नया वि हु भइआ एगो पुहुत्तं वा ॥१५३७॥ दारं ॥ અન્વચાઈ:
પાણ્વિવે=ઊનના પ્રક્ષેપમાં પડવનમામા=પ્રતિપદ્યમાનો ભાજ્ય છે, ડ્રો વિ ટોm=એક પણ હોય. પુત્રપવિયા વિ મધ્ય-પૂર્વપ્રતિપન્નકો પણ ભાજ્ય છે, પણ પુહુર્તા વા=એક અથવા પૃથક્વ હોય.
* પ્રસ્તુત ગાથામાં રહેલ બંને 'રુ' વાક્યાલંકારમાં છે.
ગાથાર્થ :
ઊનના પ્રક્ષેપમાં પ્રતિપધમાનો ભાજ્ય છે, એક પણ હોય. પૂર્વપ્રતિપન્નકો પણ ભાજ્ય છે, એક અથવા પૃથક્ત હોય. ટીકાઃ
प्रतिपद्यमानका भाज्या:-विकल्पनीयाः, कथमित्याह-एकोऽपि भवेदूनप्रक्षेपे प्रतिपद्यमानकः, पूर्वप्रतिपन्नका अपि तु भाज्याः प्रक्षेपपक्ष एव, कथमित्याह-एकः पृथक्त्वं वा, यदा भूयांसः कल्पान्तरं प्रतिपद्यन्ते, भूयांस एव चैनमिति गाथार्थः ॥१५३७॥
ટીકાર્ય :
પ્રતિપદ્યમાનકો ભાજ્ય છેઃવિકલ્પનીય છે. કઈ રીતે વિકલ્પનીય છે? એથી કહે છે – ઊનના પ્રક્ષેપમાં એક પણ પ્રતિપદ્યમાનક હોય=શુદ્ધપરિહાર કલ્પને બીજીવાર સ્વીકારતી વખતે એક ગણમાં રહેલ નવ સાધુઓમાંથી કેટલાકનું નિર્ગમન થવાથી ન્યૂન થયેલા ગણમાં અન્ય કેટલાકના પ્રવેશરૂપ પ્રક્ષેપમાં શુદ્ધ પરિહારને સ્વીકારતા સાધુ એક પણ હોય; વળી પૂર્વપ્રતિપત્રકો પણ પ્રક્ષેપપક્ષમાં જ ભાજ્ય છે. કઈ રીતે? એથી કહે છે – એક અથવા પૃથક્ત હોય. પૂર્વપ્રતિપત્રક એક કઈ રીતે હોય? તે સ્પષ્ટ કરે છે –
જ્યારે ઘણા કલ્પાંતરને સ્વીકારે છે–પરિહારવિશુદ્ધિ કલ્પ એક વખત પૂરો થયા પછી એક ગણમાં રહેલા નવ સાધુઓમાંથી ઘણા સાધુઓ પરિહારવિશુદ્ધિ કલ્પથી અન્ય એવા જિનકલ્પને કે સ્થવિરકલ્પને સ્વીકારે છે, ત્યારે ફરી પરિહારવિશુદ્ધિ કલ્પને સ્વીકારનાર પૂર્વપ્રતિપન્ન એવા તે પરિહારવિશુદ્ધિક સાધુ એક હોય.
પૂર્વપ્રતિપત્રકો પૃથક્ત કઈ રીતે હોય? તે સ્પષ્ટ કરે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org