________________
૧૦૨
સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકીની મર્યાદા / ગાથા ૧૪૪૯, ૧૪૫૦-૧૪૫૧ ટીકાઃ
अवधानं नामास्माकमपि गृहस्योपयोगदाता त्वमसि भगवन्! भविष्यसि भणन्ति तिष्ठति सति यस्यां वसतौ, एषाऽपि से-तस्य-जिनकल्पिकस्य न भवेदिति गाथार्थः ॥१४४९॥
ટીકાર્થ :
અવધાન એટલે “અમારા પણ ઘરનો ઉપયોગદાતા–ધ્યાન રાખનારો, ભગવંત! તું છે, રહેતે છતે તું થઈશ=અમારા ઘરમાં રહેતે છતે તું ઘરનું ધ્યાન રાખનારો થઈશ” એ પ્રમાણે જે વસતિમાં કહે છે, એ પણ વસતિ તેને જિનકલ્પિકને, હોતી નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
“અમારા ઘરનું ધ્યાન રાખનાર તું છે અને રહેતે છતે તું થઈશ” આવું જ્યાં વસતિ આપનારા કહે, તે વસતિ જિનકલ્પિક માટે અશુદ્ધ છે.
એથી ફલિત થાય કે પોતાના ઘરના રક્ષણ માટે કોઈ માણસને ઘરની દેખરેખ કરવા મૂકવો પડે તેમ હોય, તે વખતે જિનકલ્પી સાધુએ તેની પાસે વસતિની યાચના કરી હોય, તેથી તે ઘરનો માલિક કહે કે “હે ભગવાન! તમે અમારા ઘરમાં ખુશીથી રહો; કેમ કે તમે અહીં રહેશો તો અમારા ઘરનું ધ્યાન રહેશે” આવું તે ઘરનો માલિક કહે તો જિનકલ્પી તે વસતિમાં રહે નહીં; કેમ કે જો જિનકલ્પી ત્યાં રહે અને તે વસતિની સાર-સંભાળ જિનકલ્પી નહીં કરતા હોવાથી તે ઘરમાં કંઈક થાય, તો તે માલિકને અપ્રીતિ આદિ થવાનો સંભવ રહે. ૧૪૪૯તા
અવતરણિકા :
कियज्जनद्वारविधिमाह - અવતરણિતાર્થ :
કેટલા જનો? દ્વારની વિધિને કહે છે જિનકલ્પિક વસતિની યાચના કરે તે વખતે ગૃહસ્થ પૂછે કે “તમે કેટલા જણ અહીં રહેશો?” તો તેવી વસતિના ગ્રહણના વિષયમાં જિનકલ્પિકની મર્યાદાને કહે છે –
ગાથા :
तह कइ जण त्ति तुम्हे वसहिह एत्थं ति एवमवि जीए ।
भणइ गिहीऽणुण्णाए परिहरए णवरमेअं पि ॥१४५०॥ दारं ॥ અન્વયાર્થ:
તઅને પ્રત્યે તુષ્ટ હું ન વહિદ અહીં તમે કેટલા જનો વસશો ? વમવિ=આ પ્રમાણે પણ ગી=જેમાં જે વસતિમાં, મUVICzઅનુજ્ઞામાં રહી મg=ગૃહી કહે છે, " પિ પરિદરV=એને પણ પરિહરે છે–એ પણ વસતિનો જિનકલ્પી પરિહાર કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org