Book Title: Panchastikaya Sangraha Author(s): Niranjana Vora Publisher: Gujarat Vidyapith Ahmedabad View full book textPage 9
________________ ૧૪ છે. ચૂલિકાના પાંચ પ્રકાર છે : જલગતા, સ્થલગતા, માયાગતા, રૂપગતા અને આકાશગતા. દિગંબર પરંપરા અનુસાર દ્વાદશાંગ આગમના ઉચ્છેદ થઈ ગયો છે, કેવળ દષ્ટિવાદનો કેટલોક ભાગ પરખંડાગમના રૂપે ઉપલબ્ધ છે. દિગંબર સંપ્રદાય અનુસાર અન્ય પ્રકારે આગમાને ચાર ભાગમાં વિભક્ત કરવામાં આવ્યા છે. તેને અનુયોગ કહેવામાં આવે છે : ૧. પ્રથમાનુયોગમાં રવિયાગનું પદ્મપુરાગ, જિનસેનનું હરિવંશપુરાણ અને આદિપુરાણ તથા જિનસેનના શિષ્ય ગુણભદ્રના ઉત્તર પુરાણનો સમાવેશ થાય છે. ૨. કરણાનુયોગમાં સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ અને જયધવલાનો સમાવેશ થાય છે. ૩. દ્રવ્યાનુયોગમાં શ્રી કુન્દકુન્દ્રાચાર્યની પ્રવચનસાર, પંચાસ્તિકાય વગેરે કૃતિઓ, ઉમાસ્વાતિનું તત્ત્વાર્થસૂત્ર અને તેની ટીકાઓ, સમન્તભદ્રની આમીમાંસા અને તેમની ટીકાઓ છે. ૪. ચરણાનુયોગમાં વટ્ટકેરરચિત મૂલાચાર અને ત્રિવર્ણાચાર તથા સમંતભદ્રના રત્નકરંડક શ્રાવકાચારનો સમાવેશ થાય છે. દિગંબર સંપ્રદાયમાં મહાવીર સ્વામી અને ગૌતમ ગણધર પછી આચાર્ય કુંકુંદનું સ્થાન મહત્ત્વનું છે. તેમને પદ્મનંદિ, વકગ્રીવ, એલાચાર્ય અને વૃદ્ધપિચ્છના નામથી પણ ઓળખવામાં આવે છે. પરંતુ તેમનું સાચું નામ પદ્મનંદિ હોવાનું માનવામાં આવે છે. કોડકુડના નિવાસી હોવાને કારણે કુંદકુંદ નામથી ઓળખાતા હતા. તેમનો સમય ઈ. સ.ની પ્રથમ શતાબ્દીની આસપાસનો માનવામાં આવે છે. કુંદકુંદાચાર્યે શૌરસેની પ્રાકૃતમાં જૈન તત્ત્વદર્શનને નિરૂપતા ગ્રંથો રચ્યા છે. તેમના ગ્રંથોને આગમતુલ્ય મહત્ત્વ આપવામાં આવ્યું છે. તેમના પંચાસ્તિકાય, પ્રવચનસાર અને સમયસાર ગ્રંથોને નાટકત્રય અથવા પ્રાભૃતત્રય તરીકે પણ ઓળખવામાં આવે છે. તે દ્રવ્યાર્થિક નયપ્રધાન આધ્યાત્મિક ગ્રંથો છે. અને જૈનદર્શનનું સારભૂત રહસ્ય તેમાંથી પ્રાપ્ત થાય છે. તેમાં શુદ્ધ નિશ્ચયનય અનુસાર વસ્તુનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ ગ્રંથો ઉપરાંત તેમાગે નિયમસાર, રત્નસાર, અષ્ટપાહુડ અને દેશભકિતની રચના પણ કરી છે. પ્રવચનસારમાં જિનપ્રવચનનો સારબોધ મળે છે. તે જ્ઞાનતત્ત્વ, શેયતત્ત્વ અને ચરાગાનુયોગના ત્રાણ અધિકારોમાં વિભક્ત છે. નિયમસારમાં શુદ્ધ નય અનુસાર જીવ, અજીવ, શુદ્ધ ભાવ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, પ્રાયશ્ચિત્ત, સમાધિ, ભક્તિ, આવશ્યક, શુદ્ધોપયોગી વગેરેની સાથે મોક્ષમાર્ગનું યથાર્થ આલેખન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86