Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 33
________________ उवओगो खलु दुविहो णाणेण य दंसणेण संजुत्तो। जीवस्स सव्वकालं अणण्णभूदं वियाणीहि ॥ ४० ॥ उपयोगः खलु द्विविधो ज्ञानेन च दर्शनेन संयुक्तः । जीवस्य सर्वकालमनन्यभूतं विजानीहि ॥४०॥ અનુવાદ : જ્ઞાનથી અને દર્શનથી સંયુક્ત એવો ખરેખર બે પ્રકારનો ઉપયોગ સર્વ કાળ જીવથી અપૃથક છે. (૪૦) સમજૂતી : જીવમાં રહેલા ઉપયોગગુણનો અહીં નિર્દેશ છે. જીવ ઉપયોગગુણથી યુક્ત છે. ઉપયોગના બે પ્રકાર છે : (૧) જ્ઞાનોપયોગ અને (૨) દર્શનોપયોગ. વસ્તુ કે પદાર્થને સામાન્યપણે સમજવા તે દર્શન છે અને વિશેષપણે તેનું ગ્રહણ કરવું તે જ્ઞાન છે. ઉપયોગ સદા જીવથી અભિન્ન છે. તે બંનેને અન્યોન્ય જુદાં કરી શકાતાં નથી. आभिणिसुदोधिमणकेवलाणि णाणाणि पंचमेयाणि । कुमदिसुदविभंगाणि य तिण्णि वि णाणेहिं संजुत्ते ॥४१॥ आभिनिवोधिकश्रुतावधिमनःपर्ययकेवलानि ज्ञानानि पञ्चेभेदानि । कुमतिश्रुतविभङ्गानि च त्रीण्यपि ज्ञानैः संयुक्तानि ॥४१॥ અનુવાદ: મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવળ એમ જ્ઞાનના પાંચ ભેદ છે; વળી કુમતિ, કુશ્રુત અને વિભંગ એ ત્રાગને પણ જ્ઞાન સાથે જોડવામાં આવેલાં છે. (૪૧) સમજૂતી : જ્ઞાનોપયોગના પ્રકારો અને સ્વરૂપનું વર્ણન છે. જ્ઞાનોપયોગના કુલ આઠ પ્રકાર છે : (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) કુમતિજ્ઞાન, (૪) કુશ્રુતજ્ઞાન, (૫) અવધિજ્ઞાન, (૬) મન:પર્યાયજ્ઞાન, (૭) કેવળજ્ઞાન, (૮) વિભંગ જ્ઞાન. તેમાંથી પ્રથમ પાંચ જ્ઞાનસ્વરૂપ છે, પાછળના ત્રણ અજ્ઞાનનું સ્વરૂપ સૂચવે છે. दंसणमवि चक्खुजुदं अचक्खुजुदमवि य ओहिणा सहियं । अणिधणमणंतविसयं केवलियं चावि पण्णत्तं ॥ ४२ ॥ दर्शनमपि चक्षुर्युतमचक्षुर्युतमपि चावधिना सहितम् । अनिधनमनंतविषयं कैवल्यं चापि प्रज्ञप्तम् ॥ ४२ ॥ ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86