Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 76
________________ हेद् चदुब्बियप्पो अट्ठवियप्पस्स कारणं भणिदं । तेसिं पि य रागादी तेसिमभावे ण बझंति ॥ १४९ ॥ हेतुश्चतुर्विकल्पोऽष्टविकल्पस्य कारणं भणितम् । तेषामपि च रागादयस्तेषामभावे न बध्यन्ते ।। १४९ ।। અનુવાદ: ચાર પ્રકારના હેતુઓ આઠ પ્રકારનાં કર્મોનાં કારણ કહેવામાં આવ્યા છે, તેમને માટે પણ (જીવના) રાગાદિભાવો કારણરૂપ છે; તેના અભાવમાં જીવો બંધાતા નથી. (૧૪૯) સમજૂતી : અહીં બંધનું સ્વરૂપ સમજાવ્યું છે. રાગયુક્ત જીવ જે શુભાશુભ ભાવનું ગ્રહણ કરે છે, તે ભાવબંધ છે અને તેનાથી પ્રેરિત શુભાશુભ પૌગલિક કમ દ્રવ્યબંધ છે. મનવચનકાયાના યોગને કારણે ભાવનું ગ્રહણ થાય છે. આ ભાવ મોહરાગાદિથી યુક્ત છે. તે બંધનું નિમિત્ત છે. ચાર પ્રકારના હેતુઓને એટલે કે મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગને કર્મના કારણરૂપ કહ્યો છે. અને કર્મ બંધના હેતુરૂપ છે. સર્વના મૂળ કારાગરૂપ રાગાદિ ભાવોના અભાવમાં જીવો બંધાતા નથી. તેથી રાગાદિભાવોનો ક્ષય કર્મરજથી બંધાયેલા આત્માને શુદ્ધ કરવામાં મુખ્ય હેતુરૂપ છે. (૧૪૭-૧૪૯) મોક્ષા हेदुमभावे णियमा जायदि णाणिस्स आसवणिरोधो। आसवभावेण विणा जायदि कम्मस्स दु णिरोधो ॥ १५० ॥ कम्मस्साभावेण य सव्वण्हू सव्वलोगदरिसी य । पावदि इंदियरहिदं अव्वाबाहं सुहमणंतं ॥ १५१ ॥ हेत्वभावे नियमाज्जायते ज्ञानिनः आस्रवनिरोधः । आम्रवभावेन विना जायते कर्मणस्तु निरोधः ॥ १५ ॥ कर्मणामभावेन च सर्वज्ञः सर्वलोकदर्शी च । प्राप्नोतीन्द्रियरहितमव्याबाधं सुखमनन्तम् ।। १५१ ॥ અનુવાદ : હેતુનો અભાવ થવાથી જ્ઞાનીને નિયમથી આસવનો નિરોધ થાય છે અને આસવભાવના અભાવમાં કર્મનો નિરોધ થાય છે. વળી કર્મોનો અભાવ થવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86